Book Title: Siddhachakra Varsh 05 - Pakshik From 1936 to 1937
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
૩૧૩
શ્રી સિદ્ધચક્ર
તા. ૨૫-૪-૧૯૩૭ વેદનું વચન ન સંભવે તેવું છે, કેમકે તે વેદવચન પુરુષે નહિ કહેલું એવું માનવામાં આવ્યું છે. આ નહિ કહેલું હોવા છતાં વચન હોય એ વસ્તુ અત્યંત વિરૂદ્ધ છે. કેમકે વચન માનવું અને વળી તે અપૌરૂષય એટલે પુરૂષના કહ્યા વિનાનું માનવું એ યુક્ત નથી. કારણ કે બોલાય તે વચન કહેવાય, અને વક્તા ન હોય તો તે વચન બને જ નહિ. તેટલા માટે વચનને અપૌરૂષય માનવાથી વચનનો જ અસંભવ થઈ જાય. વળી જગતમાં પણ પુરુષના વ્યાપાર વગરનું વચન કોઈ જગ્યાએ સંભળાતું નથી, અને કદાચ વકતા ન દેખીયે અને દેવતાદિકનાં વચનો સંભળાય તોપણ અદેશ્ય કર્તાથી જ તે થયેલાં છે એવી ધારણા થાય, કર્તાપણાની શંકા તો જાય જ નહિ. અદશ્યકર્તાવાળું બીજું વચન સંભળાતું નથી તો તે અદશ્યકર્તાવાળા વચનમાં શંકા કેમ થાય એમ ન કહેવું, કેમકે કોઈ કોઈ વખત દેવતાઈ વચનો અદેશ્યપણે સંભળાય છે અને અપરૂષય વૈદિકવચનો તો કોઈ દિવસ અને કોઈ પણ ક્ષેત્રે સંભળાતાં જ નથી. લૌકિકવચનો પણ સર્વ તેમને તેમ કહેવાયેલા છે. તો પછી વેદમાં ક્યો ફરક છે કે જેથી તેમાં અપૌરૂષયપણાનો આગ્રહ રાખવો વળી જો તે વેદનાં વચનોને અપૌરૂષય માનીયે તો તો ન્યાયપૂર્વક વેદ વાક્યથી કોઈપણ વસ્તુમાં નિશ્ચય થઈ શકે નહિ, કેમકે તે અપૌરૂષય હોવાથી તેનો અર્થ કરવામાં અતીન્દ્રિયશક્તિ જોઈએ, અને તે અતિન્દ્રિય શક્તિ તો પુરૂષમાત્રથી જાણી શકાય જ નહિ, અને અતિશયવાળો અતીન્દ્રિયદર્શી પુરૂષ જે સર્વજ્ઞ તેને તો તમે માન્યો જ નથી. કદાચ કહો કે લૌકિકવચનો કરતાં વેદવચનમાં પૌરૂષય અને અપૌરૂષયપણાનું જુદાપણું છે. તો પછી તેવી જ રીતે સ્વર્ગ અને ઉર્વશી વિગેરે શબ્દોના અર્થનું પણ લૌકિકઅર્થોથી જુદાપણું હોવું જ જોઈએ. વળી તે વેદવચન દીવાની માફક સ્વભાવથી પોતાના અર્થને કહી શકે જ નહિ. કારણ કે જો તેમ વેદના શબ્દો જ પોતાના અર્થને કહેતા હોય તો સંકેતનો ભેદ ન થાય અને ખોટા અર્થનો પ્રકાશ થાય જ નહિ દીવો ઇંદીવર (રત્ન)માં અછતી રક્તતા પ્રગટ કરે છે, ચંદ્ર પણ પીળા વસ્ત્રને ધોળું દેખાડે છે, તો તેટલા માત્રથી દેખવા કે દેખાડવા માત્રથી નિશ્ચય થાય નહિ. વળી એવા સંકેતથી અર્થ કરે એવા પ્રકારનું વચન ન હોવાથી આગમના પ્રયોગ માટે કરેલો ગુરૂ સંપ્રદાય પણ ન્યાયથી વેદવચનમાં ઘટે નહિ, અને વેદનું વચન કોઈ દિવસ કોઈને પણ કોઈ વસ્તુમાં મારાથી નિશ્ચય થયો છે એવું કહેતું નથી, તેથી વૈદિકને તત્વ તરીકે માનવો તે મોહ છે. તે વેદવચનના ઉપદેશકથી શિષ્યોને જ્ઞાન થાય તે પણ મોહ છે, તેમજ તેના અર્થનો પ્રયોગ કરવો તે પણ મોહ છે. પ્રયોગ ન નિવારવો તે પણ નક્કી મોહ જ છે. એટલે રૂપની વિશિષ્ટતાને સ્થાપન કરવામાં સર્વ જાલંધોની પરંપરાની માફક પરંપરાએ ગુરૂસંપ્રદાય પણ તેમાં પ્રમાણભૂત નથી. અપૌરૂષયવાદી એમ કહે કે તમે પણ સર્વ સર્વજ્ઞોને આગમથી જ થયેલા માનો છો તો પહેલાંનો આગમ અપૌરૂષય માનવો જોઈશે, અથવા તો આગમ વગર કોઈ હેલા સર્વજ્ઞ થયા એમ માનવું જોઈશે. તેના ઉત્તરમાં કહે છે કે બીજ તથા અંકુર, અને જીવ તથા કર્મના સંબંધની પેઠે સર્વજ્ઞ અને આગમ બંને અનાદિ છે, તેથી આ પહેલો અને આ પછી એમ કહી શકાય નહિ, અથવા તો વચનરૂપ આગમ સિવાય પણ મરૂદેવી વિગેરે મોક્ષ ગયેલાં હોવાથી વચનરૂપ આગમથી જ સર્વજ્ઞ થાય છે એવો નિયમ નથી, અને શબ્દ આગમ તો વક્તાને