Book Title: Siddhachakra Varsh 05 - Pakshik From 1936 to 1937
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
૩૧૧
શ્રી સિદ્ધચક્ર
તા. ૨૫-૪-૧૯૩૭ (ગતાંકથી ચાલુ) આ જિનભવનનું કરાવવું આદિમાં ગયું છે તેથી વિરૂદ્ધ નથી. સર્વક્ષેત્રોમાં હંમેશાં તીર્થકરો ન હોવાથી જીવોને ભાવઆપત્તિથી તારવાવાળું નક્કી સાધન શ્રીજિનેશ્વરભગવાનનું મંદિર જ છે. તેમાં તેમના બિંબની પ્રતિષ્ઠા, વિભાગથી સાધુનું રહેવું, દેશના અને ધ્યાન વિગેરે થાય તેમાં એક એક વસ્તુ ભવ્યોને ભાવઆપત્તિ જે જન્મ જરા મરણ અને તેના કારણ ભૂત જે કર્મો તેથી તારવાના ગુણોવાળી છે, અને તેથી પૃથ્વી આદિકની હિંસા તે પૃથ્વી આદિને પીડા કરવાવાળી છતાં પણ ભવ્યોને સમ્યગદર્શનાદિકગુણનું સાધન બનવાથી યોગ્ય છે, અને તે મંદિર અને પ્રતિમા વગેરેનું ગુણસાધનપણું તો પ્રત્યક્ષ દેખાય છે. આરંભવાળા જીવને આ પૂજા પ્રાયે બીજા કુટુંબ કામિની અને કંચનની ધારણાથી થતા અસદારંભની નિવૃત્તિ કરાવનારી છે, અને તેથી પૌદગલિક આશંસાઓ રહિતપણાથી એવી સ્થાવરની એ પીડા પણ મોક્ષફળ દેનારી છે. માટે પીડાથી અધર્મ જ છે એમ વૈદ્યના દૃષ્ટાંતે બીજા ગુણો થવાથી કહી શકાય જ નહી, નહિંતર વૈદ્યને પણ અધર્મ જ માનવો પડે. વેદમાં કહેલી આલોકના ફલ માટે અને ત્રસજીવોની થતી હિંસા સમ્યફ આપત્તિને ટાળવાના ગુણવાળી નથી, સમ્યગ્દર્શનઆદિની અપેક્ષાએ દૃષ્ટગુણવાળી નથી, તેમજ તેમાં દેવલોક અને સમૃદ્ધિ આદિની ઇચ્છા હોવાથી ઇતરહિંસાની નિવૃત્તિરૂપ પણ નથી. વળી એમ નહિં કહેવું કે મોક્ષરૂપ ફલની ધારણાપૂર્વકની આ પ્રવૃત્તિ હોવાથી આ પૃથ્વી આદિની હિંસા પણ મોક્ષ સાધનારી થાય નહિં, કારણ કે મોક્ષ ફળવાળું જ વચન સારું કહેવાય, બાકીનું વચન અર્થશાસ્ત્ર આદિના વચન જેવું જાણવું. અગ્નિ મને આ પાપથી છોડાવો, એવી શ્રુતિ પણ વેદની હિંસાને પાપમય જણાવે છે, તેમજ સંધે તાસિ એ સ્મૃતિ પણ તે જ કહે છે. આ શ્રુતિ અને સ્મૃતિ અન્યાર્થવાળી છે એમ પણ અનિશ્ચયપણું હોવાથી કહી શકાય નહિ. જિનભવનવિધિમાં એવું પાપનું વચન છે નહિ. વળી મરનારા જીવોનું સુખ પણ તેમાં ઇચ્છયું નથી. વધ કરના સુખ પણ જે વિપાકે દારૂણ છે તે ઇચ્છયું નથી, માટે પૂર્વપક્ષનું કથન અનર્થક છે. ઉપસંહાર કરતાં કહે છે કે દૃષ્ટ અને ઈષ્ટથી વિરૂદ્ધ એવું જે વચન હોય તેનાથી જે પ્રવર્તનારા હોય તેઓનો શુભભાવ ગણાતો હોય તો પણ તે સ્વેચ્છાદિના શુભવ જેવો જાણવો, જોકે જીવોમાં એકેંદ્રિયઆદિપણાનો ભેદ પાપના અલ્પબહુપણાનું કારણ ઇચ્છેલો છે, તો પણ શુદ્રબ્રિજઆદિની રીતિએ તે અલ્પબદુત્વ જાણવું. જેમ તેઓના માનવા પ્રમાણે હજારશૂદ્રોની હત્યાથી એક બ્રહ્મહત્યા થતી નથી, તેવી રીતે અહીં ગુણદોષચિંતાએ પૃથ્યાદિ અને ત્રસાદિમાં અલ્પબહુ જાણવું.” પૂજાદિમાં જ્યણાથી પ્રવર્તવાવાળાને દ્રવ્યથી પણ હિંસા ઘણીજ અલ્પ થાય છે અને સર્વકાર્યમાં જ વણા એજ ધર્મનો સાર છે એમ જરૂર ગણવુંજ.જોઇએ. ધર્મને ઉત્પન્ન કરવાવાળી જયણા છે, ધર્મને પાળવાવાળી જયણા છે, ધર્મવૃદ્ધિ કરવા વાળી પણ જયણા છે, પરમાર્થથી જયણા જ એકાંતસુખને દેનારી છે. જયણાથી વર્તવાવાળો જીવ શ્રદ્ધા, બોધ અને આચરણદ્વારાએ સખ્યત્વ જ્ઞાન અને ચારિત્ર - આરાધક કહેલો છે. અને બને છે. વળી આ ભગવાન જિનેશ્વરની જે પૂજા તે તેમાં થતી પૃથ્વી આદિ વિરાધના છે તેના જે દોષો છે તેનાથી અધિક દોષને નક્કી નિવારવાવાળી છે, તેથી તે પૂજા બુદ્ધિમાનોએ નિવૃત્તિપ્રધાન જાણવી જોઈએ. જિનભવનમાં પૃથ્વી આદિથી પ્રવૃત્તિ છે તેમાં જયણા કે રીતે છે એ સવાલના જવાબમાં