Book Title: Siddhachakra Varsh 05 - Pakshik From 1936 to 1937
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
- શનિવારની સંવછરીવાળા પાસેથી ખલાસો ક્યો મેળવવો ? એ
ત્રીજ ચોથ, છ સાતમ, નવમી દશમી, અને બારસ તેરસ, આદિ સર્વતિથિઓ ભેગી રે, હોય જ છે, તો પછી ભીતીયાકાગળમાં પડવો બીજ, ચોથ પાંચમ આદિ જે ભેગાં કરી લખવાં તેથી બીજી તિથિઓનું ભેગાપણું ઓળવાય છે કે નહિ ? પડવો બીજ, ચોથ પાંચમ, સાતમ આઠમ કહો છો, તો આખી આઠમ અને આખી બીજ આદિ ભેગાં ગણવાં, કે જેટલો પડવો વગેરે તેટલો પડવો વગેરે અને બીજા વગેરે બેસે ત્યારથી બીજ આદિ ગણવાં ? જો આખા પડવા આદિને આખી બીજ એ. આદિ ભેગાં ગણવાં કહો, તો કહો કે શું પડવા આદિની સવારે પણ બીજ આદિ છે અને બીજ આદિ બેઠા પછી પડવા આદિ માનો છો ? ઉદયવાળા પડવા આદિ છતાં સવારથી બીજ આદિ માની પૌષધ આદિ કરો તો પછી તે પડવો આદિ ક્યાં રહ્યાં, કે જેથી પડવાનો ક્ષય ન કહેતાં પડવો બીજ આદિ ભેગાં છે એમ કહો છો ? ચોખ્ખી બીજ આદિ પર્વતિથિએ થયેલો નિયમભંગ અને પડવા આદિથી ભેગી બીજ આદિ હોય ત્યારે થયેલો પર્વતિથિના નિયમનો ભંગ એ બેની આલોયણમાં તિથિના ના ભેગાપણાથી શું ફેર પાડશો ? પડવા બીજ આદિ ભેગાં હોય ત્યારે બીજ આદિ બેસી ગયા પછી અને બીજ આદિ બેઠા પહેલાં થયેલા નિયમના ભંગને સરખા નહિ ગણો ? સરખા ગણો તો ભેગાપણું ?
ક્યાં રહ્યું ? ચૌદશ પૂનમ આદિ ભેગાં ગણો તો બન્ને દિવસે પૌષધ કરવાના નિયમવાળાને એક જ જ પૌષધથી સરી જશે? બ્રહ્મચર્યનો અને સચિત્તાદિના ત્યાગનો નિયમ એક જ દિવસ પાળવો કે કેમ ? ખોટી આણ જણાવવા કરતાં પાઠ જોઈએ. ઓળી અને અઠ્ઠાઈના અનુક્રમે નવ અને આઠ દિવસો હોય છે તેમાં ચૌદશ પૂનમ -
એકઠાં માનીને ઓળીના આઠ અને અઠ્ઠાઈના સાત દિવસો માનશો ? ૮ પજુસણની અઠ્ઠાઈમાં કોઈપણ તિથિનો ક્ષય હોય તો બે તિથિ ભેગી આરાધીને સાત કરો
દિવસનાં પજુસણ માનશો કે ?
કાર્તિકી પૂનમનો ક્ષય હોય તો સવારે વિહાર કરીને સાંજે ચૌમાસી કરશો ? ૧૦ કાર્તિકી પૂનમ બે હોય તો ચૌમાસી કરીને ખોખા પૂનમને પૂનમ નહિં માનવાથી યાત્રા
કે વિહાર નહિં કરો ? ૧૧ ચૌમાસીને દિવસે ઉપવાસ કરીને વચલી પૂનમ જેને તમે ખોખા પૂનમ કહો છો તે એક
દિવસે ખાઈને બીજા પૂનમે ઉપવાસ કરનારને છઠ્ઠનું પચ્ચકખાણ આપશો ? પૂનમની રાત્ વૃદ્ધિમાં ચૌમાસીનો છઠ્ઠ કેમ કરશો ?
(જુઓ અનુસંધાન પા. ૨૭૫)