Book Title: Siddhachakra Varsh 05 - Pakshik From 1936 to 1937
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
૧૭૬
શ્રી સિદ્ધચક્ર
આગમ-રહસ્ય
દ્રવ્યનંદીરૂપી ત્રીજો ભેદ
દ્રવ્યનંદીના પ્રસંગમાં નોઆગમ થકી છે. જો કે શાસ્ત્રકારોએ ભવિતવ્યતાની સાથે તે તે કર્મના બંધને અને ઉદયને આગળ રાખેલ છે. અર્થાત્ કોઈપણ જીવને તેવા કર્મનો બંધ થવા સિવાય કે તેવા કર્મનો ઉદય થયા જ સિવાય તે તે સ્થાનોમાં ચઢતા જ જવું અગર ચઢીને પછી પડ્યાં છતાં પણ પાછું ચઢવું એમાંનું કંઈપણ બનેલું જણાતું નથી એટલે ભવિતવ્યતાની સાથે કર્મની કારણતા તો અવિચળપણે રહેલી જ છે. છતાં શાસ્ત્રકારો તે તે સ્થાનોમાં ચઢતાં કે ચઢીને ઉતરીને ફેર ચઢતાં કર્મને મુખ્યપણે કારણ તરીકે ન લેતાં ભવિતવ્યતાને જ કારણ તરીકે લે છે, તેનું કારણ સ્પષ્ટ છે કે તે તે બાદરપણા વિગેરેનાં જે કર્મો સૂક્ષ્મનિગોદ વિગેરેમાં બાંધ્યાં તે તેથી બાંધનારા જીવોના અભિપ્રાયને અનુસરીને નહોતા, એટલે એમ કહી શકીએ કે અનાદિકાળથી સૂક્ષ્મનિગોદમાં વસેલો જીવ બાદરનિગોદપણું જાણતો પણ નહોતો.
જગતમાં સામાન્ય નિયમ છે કે ઈચ્છાની ઉત્પાતિ પણ જાણપણા સિવાય થતી નથી. જે મનુષ્ય જેટલું જ્ઞાન ધરાવે તે પ્રમાણમાં તે મનુષ્યની ઈચ્છાઓ થાય છે. દશ ચીજ જાણનારાઓને દશ ચીજ મેળવવાની ઈચ્છા થાય છે, ત્યારે સો ચીજ જાણનારાઓને સો ચીજ મેળવવાની ઈચ્છા થાય છે, એટલે જાણપણું થયા પછી તો તે જાણપણું વસ્તુની પ્રાપ્તિની ઈચ્છાને ઉત્પન્ન કરે છે અને તેથી જ મનુષ્યભવમાં સંશિપણું મળે ત્યારે અનેક પ્રકારનાં શાનો ઉત્પન્ન થાય અને તે જ્ઞાનમાં જણાયેલા પદાર્થોની ઈચ્છા થાય અને તેને માટે તે મનુષ્યો પ્રયત્ન કરે અને છેવટે તે કરેલા પ્રયત્નના ફલરૂપ ઈષ્ટપદાર્થને પ્રાપ્ત કરે, તેમાં તો ભવિતવ્યતા
વ્યતિરિક્ત દ્રવ્યનિક્ષેપના અધિકારને અંગે સ્નાત્રાદિકે કરાતી ભગવાન જીનેશ્વર મહારાજની પૂજાને ત્યારે દ્રવ્યપૂજા પણ કહી શકાય કે જ્યારે તે જીનેશ્વર ભગવાનો કોઈના પણ ઉપકાર તળે દબાયેલા ન હોય અથવા તો ઉપકાર નહિ કરનારા ઉપર પણ હિતની દૃષ્ટિમાં જ તત્પર હોય અથવા તો સ્વાભાવિકરીતે પણ એટલે ઉપકાર કરનારા ન હોય એટલું જ નહિ પણ કથંચિત્ કર્મના ઉદયથી અપકાર કરનારા સંગમઆદી જેવા જીવો હોય તેમની ઉપર પણ ઉપકાર કરવાની જ દૃષ્ટિ રાખનારા એવા જીનેશ્વર ભગવાન છે. તેવી ધારણા રાખીને પૂજા કરે તો તે વ્યતિરિક્ત તરીકે દ્રવ્ય પૂજા કરી શકાય. એ અધિકારમાં ભગવાન ઋષભદેવજીએ કરેલી વર્ણવ્યવસ્થાના સંબંધે છેલ્લામાં છેલ્લી બ્રાહ્મણવર્ગની ઉત્પત્તિ કેમ થઈ એ જણાવતાં ભગવાન ઋષભદેવજીની તપસ્યાનો અધિકાર શરૂ થયેલો છે. ‘ભવ્યતાની વિચિત્રિતા'
તા. ૧૧-૨-૧૯૩૭
આગળના અધિકારમાં ભવિતવ્યતાને ધર્મપ્રેમીઓએ સ્થાન ન આપવું જોઈએ એમ શાસ્ત્રીયવચનો અને હેતુ યુક્તિથી જાણવામાં આવેલું છે. જો કે સૂક્ષ્મ નિગોદમાંથી પહેલવહેલાં જીવનું નીકળવું, ભવિતવ્યતાને યોગે જ થાય છે અને તેવી રીતે અનુક્રમે બાદરનિગોદમાંથી બાદરપૃથી આદિમાં બેઈક્રિયાદિ ત્રણે પ્રકારના વિકલેદ્રિયોમાં અને અસંશિપંચેદ્રિયતિર્યંચોમાં અનુક્રમે વધીને જીવોનું આવવું આગળ વધી વધીને કે પાછા પડીને ફેર વધવું અને મનુષ્યભવમાં ઉત્પત્તિ થવી, આ સર્વ બનાવની જડ શાસ્ત્રકારો ભવિતવ્યતાને જ માને