Book Title: Siddhachakra Varsh 05 - Pakshik From 1936 to 1937
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
૧૭૦
શ્રી સિદ્ધચક્ર
જાન્યુઆરી-૧૯૩૭ કરનારને ગચ્છવાસ થઈ જશે, અર્થાત્ ગચ્છવાસ જુદાં જણાવવાની જરૂર નથી. આવું કહે તેના ઉત્તરમાં જણાવે છે કે ગચ્છની જે રીતિ ઉચિત હોય તે રીતિએ જ ગચ્છમાં રહેવું અને ગચ્છની જ પ્રતિષ્ઠા જેવી રીતે વધે અને અન્ય સાધુને પણ ગચ્છવાસનું કારણ બને તેવી રીતે સાધુએ ગચ્છમાં રહેવું જોઈએ, એમ જણાવવા માટે ગચ્છવાસ ગુરૂકુલવાસથી જુદો કહેલો છે, કેમકે પરસ્પર ઉપકાર ન હોય ને ગુણાદિકનો પારમાર્થિક સંબંધ ન હોય તો તે ગચ્છવાસ કહેવાય તો પણ તે સ્વચ્છંદવાસ જ છે, એવી રીતે સામાન્યથી શુદ્ધભાવ છતાં પણ હંમેશા ગચ્છના સ્થવરે આપેલા સંથારા આદિના પરિભોગથી વસતિ વિગેરે દ્વારોમાં પણ આ ગચ્છવાસની માફક સફળતા જાણવી. હવે વસતિ (ઉપાશ્રય)નું સ્વરૂપ જણાવે છે.
मूलु ७०६, पट्टि ७०७, वंसग ७०८, दूमिअ ७०९, चाड ७९०, विह ७११,
હંમેશા સ્ત્રી, પશુ અને પંડકથી રહિત, તેમજ મૂળ અને ઉત્તરગુણોએ શુદ્ધ એવા સ્થાનોમાં સાધુઓએ રહેવું જોઈએ, નહિં તો વ્રતોમાં દોષ લાગે, મોભા તેના બે ટેકાઓ ચારે ખુણાની થાંભલીઓ, શુદ્ધ હોય તો તે વસતિ મૂળગુણે કરીને શુદ્ધ ગણાય, અને યથાકૃત કહેવાય. ભીતનાં દાંડાઓ વળીઓ, તાડછાં, ઢાંકણ, ભીંતોનું લીંપવું, દ્વારને સરખાં કરવાં, જમીન સરખી કરવી, એ બધા કાર્યોવાળી વસતિ હોય તો તે સપરિકર્મ વસતિ કહેવાય, ભીંતનું ધોળવું, ધૂપ દેવો, સુગંધિએ વાસિત કરવી, ઉદ્યોત કરવો, વસ્તુ માટે બળિ કરવો, જમીન લીંપવી, પાણી છાંટવું, અને કચરો દૂર કરવો, એ દોષો વિશોધીકોટિના છે. પૂર્વે જણાવેલી રીતિએ મહેલ વિગેરેમાં પણ મૂળ વિગેરે ગુણોનો વિભાગ જાણવો. તે પહેલ આદિ દોષોને સાક્ષાત્ નહિં કહેવાનું કારણ એ છે કે ઘણે ભાગે સમાપ્ત કાર્યવાળા વિચરતા સાધુઓને ગામડામાં રહેવાનું હોય છે અને તેમાં ઉપાશ્રય મોભ વિગેરેવાળો જ હોય છે. માટે વસતિનું મૂળ ઉત્તર ગુણથી અશુદ્ધ જણાવતાં મોભ વિગેરે વિભાગ કર્યો. સામાન્યથી સ્થાનને અંગે દોષો જણાવ્યા હવે ઉપાશ્રયમાં મુનિયોના રહેવા તે અંગે ઉપાશ્રયના દોષો કહે છે.
काला ७१२, उव ७१३, जावं ७१४, अत्तट्ठ ७१५, पासंड ७१६, जा ७१७, एत्थ ७१८, वय ૭૨૧, ઋતુબદ્ધ એટલે શિયાળા ઉનાળાના મળી આઠમાસમાં એક માસથી અધિક રહેવામાં આવે તો તે કાલાતિકાન્ત દોષ મહિનાથી કે ચાર માસની બમણો વખત છોડ્યા સિવાય તે જ મકાનમાં આવવું તે ઉપસ્થાન દોષ બીજાઓએ વાપરેલા એવા સાધુ માટે કરેલા મકાનો તે અભિકાન્ત દોષવાળી વસતી બીજાઓએ નહિં વાપરેલા તેવા મકાનમાં પ્રવેશ કરે તે અનભિક્રાન્ત નામે દોષવાળી વસતિ ગૃહસ્થ પોતાને માટે કરેલું મકાન હોય તે સાધુને દઈને પછી પોતે નવું મકાન કરે તો તે પહેલાનું મકાન વર્ધ નામે દોષવાળું છે, તે માટે વજ્યવસતિ" કોઇપણ ધર્મવાળા પાખંડીઓ માટે નવો આરંભ કરે તે મહાવર્યા નિરૈન્ય શાક્ય વગેરે જે શ્રમણો પાંચ પ્રકારના છે, તે શ્રમણો માટે જે મકાન કરે તે સાવદ્ય અને જે નિર્ગસ્થ સાધુ માટે કરે તે મહાસાવદ્ય એ પૂર્વ કહેલા દોષોથી રહિત, ગૃહસ્થોએ પોતાને માટે કરાવેલી, તેમજ જેમાં સાધુ માટે સંસ્કાર પણ ન કરેલો હોય તે અલ્પક્રિયા વસતિ પોતાના ઉપભોગને આશ્રીને