Book Title: Siddhachakra Varsh 05 - Pakshik From 1936 to 1937
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
૧૨૩
શ્રી સિદ્ધચક્ર
તા. ૨૮-૧૨-૧૯૩૬
દોષો છે પ્રતિક્રમણ સૂત્ર કહ્યા પછી છેલ્લા બે સાધુ સિવાય બધાને ખમાવવાના છે. પણ આચરણાથી હવે પ્રતિક્રમણમાં ગુરુ અને બીજા બે સાધુ એમ ત્રણ ખાવાનું છે. ધૃતિ અને સંઘયણ વિગેરેની તથા મર્યાદાની હાનિ જાણીને ગીતાર્થો નવદીક્ષિત અને અગીતાર્થના પરિણામની રક્ષા માટે આચરણા કરે છે. અશઠ એવા આચાર્યે કોઈપણ સ્થાને, કોઇપણ કારણથી અસાવદ્ય આચર્યું હોય અને બીજા ગીતાર્થોએ તે નિવાર્યું ન હોય તો એ બહુજન સંમત એવી રીતિ તે આચરણા ગણાય વળી આલોચન પચ્ચક્માણ અને ઉદ્દેશાદિકમાં મોટા સાધુઓ પણ આચાર્યને વંદન કરે, પણ પ્રતિક્રમણના ખામણામાં મોટા વંદન ન કરે, પણ આચાર્ય જ તેઓને કરે, એવી રીતે આચાર્ય આદિને ખમાવીને સર્વસાધુઓ દુરાલોચિત અને દુષ્પતિકાંતને શોધવા માટે નિર્મળ એવા કાઉસ્સગ્ગો કરે. જીવ પ્રમાદે ભરેલો છે અને સંસારમાં પ્રમાદની ભાવનાથી પણ અનાદિથી વાસિત છે, તેથી સાધુમાં પણ તેવા અતિચારો થાય, માટે તેની શુદ્ધિનો કાઉસ્સગ્ન કરે. કોઈ શંકા કરે કે એમ અશુદ્ધિની સંભાવના કરીએ તો કાયોત્સર્ગોમાં પણ તે અશુદ્ધિ થવાથી અનવસ્થા આવે ? તે શંકાના ઉત્તરમાં કહે છે કે પ્રમાદનો જય કરવાના કામમાં પ્રમાદ જીતીને પ્રવર્તવાથી અનવસ્થા રહેતી નથી. તે કાયોત્સર્ગોમાં પણ જે સૂક્ષ્મ દૂષણ રહે તે પણ તેનાથી જ જીતાય છે. કાયોત્સર્ગ વારંવાર થતા નથી, જે માટે સર્વ પણ સાધુનો વ્યાપાર સૂક્ષ્મ પણ પ્રમાદની પ્રતિકૂળતાવાળો છે. પ્રતિક્રમણમાં બીજો કાયોત્સર્ગ ચારિત્રનો છે. ત્રીજો દર્શનશુદ્ધિ માટે હોય છે, ચોથો શ્રુતજ્ઞાનનો છે, પછી સિદ્ધાં ની સ્તુતિ, અને કૃતિકર્મ (વંદન) કરવાનું છે. હમણાં જણાવ્યો તે ચારિત્રશુદ્ધિ માટેનો કાયોત્સર્ગ ધર્મપ્રેમી અને પાપભીરુ સાધુઓ સામાયિક કથનપૂર્વક પચાસ શ્વાસોશ્વાસ (બે લોગસ્સનો) નો કરે. વિધિથી તે કાયોત્સર્ગ પારીને શુદ્ધચારિત્રવાળા સાધુ લોગસ્સ કહીને અરિહંતચેઇયાણ વિગેરે કહીને તેનો કાયોત્સર્ગ કહે. આ કાયોત્સર્ગ દર્શનશુદ્ધિ માટે છે અને પચીસ શ્વાસોશ્વાસનો છે. તેને વિધિથી પારીને પુખરવદીવડે કહે, અને પછી શ્રુતઅતિચારની શુદ્ધિ માટે પચીસ શ્વાસોશ્વાસનો શ્રુતજ્ઞાનનો કાયોત્સર્ગ કરે. પછી તેને વિધિથી પારે ચારિત્ર એજ સાર છે, અને નિશ્ચયથી દર્શન અને જ્ઞાન એ બે ચારિત્રનાં અંગો છે, માટે સારભૂત એવા ચારિત્રમાં પ્રયત્ન કરવો જ જોઈએ. અહીં શુદ્ધિ તો પશ્ચાનુપૂર્વીએ છે. સર્વ અતિચારો શોધીને પછી સિધ્ધાણં એ સૂત્ર કહે, પછી પૂર્વ કહેલી વિધિએ ગુરૂને વંદન કરે, કેમકે લોકમાં પણ સારી રીતિએ કાર્ય કરનારા મનુષ્યો હુકમ લેતાં અને તે હુકમ બજાવ્યા પછી નિવેદનમાં નમસ્કાર કરે છે, તેમ અહિં જિનેશ્વર પણ આજ્ઞાની માફક પવિત્ર કાર્ય કરીને સ્વર અને શબ્દથી વધતી ત્રણ થોયો કહે, પણ તેમાં ગુરૂમહારાજ એક થોય કહે. પછી શેષ સાધુઓ ત્રણ થોયો કહે. એજ હકીકત કહે છે કે ગુરૂએ સ્તુતિમંગલ કહ્યા પછી શેષ લોકો થોય કે સ્તુતિ કહે. પ્રતિક્રમણ કર્યા પછી ગુરૂમહારાજની પાસે થોડો કાળ બેસવું, કારણ કે વિસ્મૃત થયેલી કોઈક મર્યાદા તેઓ યાદ કરાવે, અને એમ બેસવાથી વિનય પણ નાશ ન પામે, આ ગાથાઓથી જણાવાયેલ પ્રતિક્રમણના વિધિમાં શ્રુતદેવતા આદિનો કાઉન્ગ નથી કહ્યો તેનું સમાધાન કરે છે કે શ્રુતદેવતા વિગેરેના કાઉસ્સગ્ગી આચરણાથી થાય છે. ચોમાસી અને સંવચ્છરીના દિવસે ક્ષેત્રદેવતાનો કાયોત્સર્ગ અને પાક્ષિકમાં શય્યાદેવતાનો કાયોત્સર્ગ હોય છે. કેટલાક ચોમાસામાં પણ શય્યાદેવતાનો કાયોત્સર્ગ કરે છે. કાલગ્રહણ સ્વાયાય આદિ બધો વિધિ અહીં વિશેષસૂત્રથી જાણવો. હવે પ્રભાતના પ્રતિક્રમણનો વિધિ યથાક્રમે જણાવવામાં આવશે. સામાયિકસૂત્ર બોલીને અહીં