Book Title: Siddhachakra Varsh 05 - Pakshik From 1936 to 1937
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
કુટુંબીઓની કારમી મમતા અહો બચાવેલા જ ભક્ષકો (?) મોક્ષની નીસરણી જેવા અને ચુલ્લકાદિ દશ છે. દષ્ટાન્તોએ દુર્લભ એવા મનુષ્ય ભવને પામનાર જીવ શું પાડો થાય ? A
શું મનુષ્યપણામાં આવેલો જીવ એવાં પાપો બાંધે ખરો કે જેથી પાડો થાય ? શું અનેક પ્રકારનાં એવાં પાપો છે કે જે પાપોના ઉદયે પાડાનો જન્મ લેવો પડે? |
શું જે કુટુંબની ઉપર રાગ હોય અને જે કુટુંબને માટે અનેક પ્રકારના પાપારંભ છે જ કર્યા હોય તે કુટુંબ તે પોષકને ખાનારા અને ખરા ?
શું કોઈ એવું દૃષ્ટાન્ત શાસ્ત્રોમાં છે કે કુટુંબને માટે પાપો કરીને થયેલો પાડો છે. કુટુંબીઓએ મળીને માર્યો હોય એટલું જ નહિં પણ મારી ખાઈ ગયા હોય ? આ , છે, બધાનું સમાધાન નીચેની ગાથાનો અર્થ વાંચવાથી થઈ જશે.
काउं कुटुंबकजे समुद्द वणिउव्व विविहपावाई। मारेउ महिसत्ते भुजइ तैणावि कुडुंबेण॥१॥
श्री मलधारीजी જેઓ કુટુંબજનોને માટે અનેક પ્રકારનાં પાપો આરંભપરિગ્રહ આદિ કરે છે તેઓ , છે, મનુષ્યપણાને પામ્યા છતાં પણ સમુદ્રદત્તવાણીયાની પેઠે કુટુંબજનોને માટે અનેક તે પ્રકારનાં પાપો કરીને પાડા પણે અવતરેલા પોતાના તે પાલક જનો જ મારીને ખાઈ
જાય છે. આ હકીકત શ્રીમલધારી શ્રી હેમચંદ્રસૂરિજી સ્પષ્ટ શબ્દોથી ભવભાવનામાં
જણાવે છે. A આ ઉપરથી વાંચકો સમજી શકશે કે મમત્વ અને તેને લીધે થતાં પાપોનાં ફલy ( ભોગવતી વખતે કુટુંબીજન દુઃખમાં ભાગ લેનાર નથી થતા એટલું જ નહિ, પણ છે તે દુઃખની પરાકાષ્ટાને પહોંચાડનાર તે જ પાલેળા કુટુંબીજનોનો જ થાય છે. માટે છે. કુટુંબીજનો ઉપર મમત્વ અને તેને લીધે પૂરતાં પાપોનો પરિપાક વિચારી નિગ્રંથ જ માર્ગનું જ આ સંસારમાં આલંબન છે અને તે જ આત્માને દુઃખ તથા નિર્ભયથી . બચાવનાર છે એ વસ્તુ વિવેકિઆત્માઓના હૃદયમાં ઓતપ્રોત થવી જરૂરી છે.