Book Title: Siddhachakra Varsh 05 - Pakshik From 1936 to 1937
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
૧૩૦
આવે તો પછી કાર્યની જે વિચિત્રતા જગતમાં પ્રત્યક્ષ જણાય છે તે વિચિત્રતા વગરકારણની થઇ જશે. કેમકે તેના કારણ તરીકે મનાયેલી ભવિતવ્યતા તો એકરૂપી છે. વળી જો જગતમાં કાર્યોની વિચિત્રતા પ્રત્યક્ષ સિધ્ધ છે તો પછી તેના કારણરૂપે ગણાતી ભવિતવ્યતા જરૂર વિચિત્ર રૂપવાળી હોવી જ જોઇએ, કેમકે કારણની વિચિત્રતા વિના કાર્યની વિચિત્રતા થાય નહિ અને જ્યારે ભવિતવ્યતાની વિચિત્રતા માનીયે તો પછી તે ભવિતવ્યતાની વિચિત્રતા કરનાર કોઇ બીજું સહચારી કારણ હોવું જ જોઇએ અને ઉદ્યમ વગેરેને સહચારી કારણ તરીકે માનીયે તો સ્પષ્ટ થયું કે ભવિતવ્યતાની માફક જ ઉદ્યમઆદિ પણ કારણો છે.
શ્રી સિદ્ધચક્ર
જાન્યુઆરી-૧૯૩૭
ભવિતવ્યતા એ ભવિષ્યની વસ્તુ છે અને કોઇ પણ કાર્યની સિદ્ધિ માટે જે કારણો જોઇએ તે કાર્યની કૃતિની વખત જ જોઇએ. એ વિચારથી માનવું જ પડશે કે ભવિતવ્યતા એ તો માત્ર એક ફલાદેશ જેવી વસ્તુ છે. જ્યારે શુભાશુભ ઉદ્યમ અને તેને લીધે થતાં કર્મો એ એક ગણિતાદેશ અથવા કારણભુત વસ્તુ છે. તો પછી જેમ ગણિત વિના ફલ અને કારણ સિવાય કાર્ય બનાવવાની ઇચ્છા રખાય નહિ. તેવી રીતે શુભાશુભ જાતના ઉદ્યમો અને તેનાથી ભવાંતરમાં રહીને પણ ફલ આપે એવાં શુભાશુભ કર્મો ન હોય તો ભવિતવ્યતા જેવી ચીજ જ કારણ વિના કાર્ય ન હોય તેની માફક રહે નહિ અને ફલ દેવાનું કે થવાનું રહે જ નહિં.
·
વળી ભવિતવ્યતા એકરૂપ હોવાથી પરસ્પર વિરૂધ્ધ એવાં કાર્યો કરી શકે નહિં અને જગતમાં કાર્યો તો પરસ્પરવિરૂદ્ધતાવાળાં ઘણાં છે. માટે તે પરસ્પર વિરૂદ્ધ એવાં જગતનાં કાર્યો દેખીને કોઇ પણ અક્કલવાળો મનુષ્ય ભવિતવ્યતા કરતાં તેમજ ઉદ્યમ કરતાં પણ જુદા જ સ્વરૂપવાળાં કર્મોને માન્યા સિવાય રહી શકે જ નહિ.
જગતમાં જેમ ચોમાસામાં વૃષ્ટિ ન હોય તો પણ ઉદ્યમ કરીને કૂવા કે નદીના અથવા દરીયાના શોધેલા પાણીથી ઉદ્યમ કરનારો મનુષ્ય ભૂખે મરતો નથી, તેવી જ રીતે અહિં પણ શુભ અને શુદ્ધ માર્ગે ઉદ્યમ કરનારો મનુષ્ય જરૂર ફલ મેળવે છે અને આજ કારણથી શાસ્ત્રકાર મહારાજાઓ. नाणकि रियाहिं मोक्खो । યિામ્યાંમોક્ષ:। યંમિ તિષ્ઠિત્વે अगिहियव्वंमि चेव अत्थंभि । जइयव्वमेव । સર્શનજ્ઞાનચારિત્રળિ મોક્ષમાર્ગ:। મોક્ષયાનતાન નાવાળાંતરાયશવાજી
ज्ञान
વળી ભવિતવ્યતા જે કારણ તરીકે માનવામાં આવી તે કંઇ મનુષ્યોને સ્વાધીન વસ્તુ નથી. એટલે એને માટે મનુષ્ય પ્રયત્ન ન કરી શકે. પણ તે ભવિતવ્યતાની વિચિત્રતા કરનાર એવા ઉદ્યમો અને
તે ઉદ્યમોને લીધે થતાં શુભ અને અશુભ કર્મો એવતા નર્મક્ષયો મોક્ષઃ મનુષ્યને માટે ભવિતવ્યતાને માન્યા છતાં પણ દરેક સુજ્ઞમનુષ્યને તે ભવિતયવ્યતાનું નિયમન કરનાર એવાં ઉદ્યમો અને શુભકર્મો કરવાની પ્રથમ નંબરે જરૂર રહે તે સ્વાભાવિક છે. અને તેથી જ ભગવાન મહાવીર ભવિતવ્યતાને કારણ તરીકે કચિત્ ગણવાવાળાં છતાં પણ અસ્થિ ઠ્ઠીને વા ઇત્યાદી કહીને ઉત્થાન અને કર્મો આદિના સદ્દભાવને જણાવી તેને કરવા ફરમાવે છે.
વળી એ પણ ધ્યાનમાં રાખવાનું છે કે
વગેરે ઉપદેશનાં સૂત્રો જણાવે છે. વળી ધ્યાનમાં રાખવાની જરૂર છે કે ભવિતવ્યતાનો તો શું ? પણ માત્ર શુભાશુભકર્મ કે જે દૈવના નામે ઓળખાય છે તેના ઉપર આધાર રાખનારને પણ શાસ્ત્રકારો યો. વૈવમિતિ શ્લોકને ફરમાવીને નપુંસકની લાઇનમાં મુકે છે. તો પછી તે દૈવ કરતાં પણ પાછળ રહેલી ભવિતવ્યતાનું જ આલંબન લેનાર તો કઇ સ્થિતિમાં મુકાય તે વાચકોએ આપોઆપ સમજવા જેવું છે.