Book Title: Siddhachakra Varsh 05 - Pakshik From 1936 to 1937
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
શ્રી સિદ્ધચક્ર
૯૧
જવાય તો તે પૂનમનો તપ પડવાને દિવસે કરવો આવું માનવાવાળા છે તેઓએ વિચારવું જોઈએ કે શું પૂનમને માટે તેરસે પડવો લો તેમાં પૂનમનો ઉદય કે સમાપ્તિ બંને કે તો શું પણ તેરસે કે પડવે પૂનમની તિથિનો કોઈભાગ સરખો પણ છે ? જો તેરસે કે પડવે પૂનમનો ભાગ પણ નથી તો તેરસે કે પડવે પૂનમ કેમ મનાય છે ? મહોપાધ્યાયશ્રીધર્મસાગરજી પૂનમને દિવસે ચઉદશના ક્ષયે પક્ષી કરનારને ભ્રાંતિવાળા કહે છે અને તેના કારણમાં ચૌદશના ભોગનો ગંધ પણ નથી એમ જણાવે છે કે તેથી તેરસે કે પડવાને દિવસે પૂનમનો ભોગ અંશે પણ ન હોવાથી પૂનમના ક્ષયે તેરસે કે પડવે પૂનમનો તપ માનવું તે ભ્રમિત ન કહેવાય ? શ્રીહીરસૂરિજી મહારાજે તેરસે ભૂલવાથી પડવો જણાવ્યો છે તેનું કારણ તો ચોખ્ખું છે. તેરસે ચૌદશ ન કરી એટલે ચૌદશે ચૌદશ કરી પૂનમની બીજી તપસ્યા ચૌદશે સાથે લીધેલ હોવાથી પડવે પૂરી કરે, કેમકે ચૌદશે પૂનમની તિથિનો ભોગતો છે. તત્ત્વ એટલું કે પૂનમના ક્ષયે બારસ તેરસ જ ભેળાં થાય અને પૂનમની વૃદ્ધિએ બે તેરસ થાય. વળી પૂનમે પક્ષી કરનારને એક અનુષ્ઠાનના લોપક માન્યા છે તેમ ચૌદશ પૂનમ ભેગાં કરનારને પણ થશે.
પ્રશ્ન ૮૫૪-જેઓ બીજ આદિ પર્વતિથિના ક્ષયે તેની પૂર્વની અપર્વતિથિનો ક્ષય ન કરે તેઓ તિથિ કેમ બોલે અને તે રીતે બોલવામાં અડચણ શી ? વળી જેઓ પૂનમના ક્ષયે તેરસનો ક્ષય ન માની તેરસે ચૌદશ અને ચૌદશે પૂનમ ન કરે તેઓ કેમ તિથિને કહે અને તેમાં અડચણ શી ? સમાધાન- શાસ્ત્ર અને પરંપરાને અનુસરીને જેઓ બીજ આદિ પર્વતિથિના ક્ષયે તેનાથી પહેલાની પડવા આદિ તિથિનો ક્ષય કરે તેઓ તો પૂનમ કે અમાવાસ્યા આદિના બીજે દિવસે આજ બીજ આદિ છે એમ કહે અર્થાત્ પૂનમ કે અમાવાસ્યાની
તા. ૧૩-૧૨-૧૯૩૬
તિથિની પછી બીજ આદિનો જ વ્યવહાર કરે, પણ જેઓ બીજ આદિના ક્ષયે તેનાથી પહેલાની પડવા આદિ અપર્વતિથિનો ક્ષય ન માને પણ પડવા અને બીજ આદિ ભેગાં છે એમ કહે તેઓને સવારના પ્રતિક્રમણ પહેલાં પૌષધ લેવાની વખતે જ બીજ આદિ પર્વતિથિ તો માનવી પડે. પચ્ચક્ખાણ લેતી વખતે બીજ આદિ માનવા પડે, સ્નાત્રાદિમાં બીજ આદિ માનવાં પડે, પૌષધ આદિ ન હોય તો પણ ભોજન વખતે અને આખો દિવસ લીલોતરી કે સચિત્ત છોડવામાં બીજ આદિ માનવા પડે, તિથિએ પ્રતિક્રમણ આદિની બાધા હોય તો સાંજે બીજ આદિ માનવાં પડે. બાતિથિ આદિમાં શીલનાં પચ્ચક્ખાણ હોય કે રાત્રિભોજનનાં પચ્ચક્ખાણ બાર તિથિને અંગે હોય તો રાત્રે પણ બીજ આદિ માનવાં પડે. તો પછી પડવો અને બીજ આદિ ભેગાં કહેનારે પડવો આદિ કઈ જગા પર રાખ્યાં ? સ્પષ્ટ થશે કે માત્ર વચનથી પરંપરા અને શાસ્ત્ર ઉઠાવવા આગ્રહ સેવ્યો. વળી પડવો અને બીજ આદિને ભેગાં કહેનાર કે ગણાવનાર શું સાંઠે ઘડી પડવા અને બીજ આદિને ભેગાં ગણાવશે કે ? જો સાંઠે ઘડી ગણાવે તો તે દિવસે બીજ આદિની તિથિના નિયમની વિરાધનાનું અડધું પ્રાયશ્ચિત ગણશે ? જો આખું પ્રાયશ્ચિત ગણશે તો પછી પડવા આદિ કહેવા સિવાય ક્યાં રહ્યા ? અને અડધી તિથિ અપ્રાયશ્ચિતની હતી તેને પ્રાયશ્ચિતમાં ગણી. કે ? · વળી જેઓ પૂનમના ક્ષયે તેરસને દિવસે પૂનમ કરવાનું કહે છે તેઓ શું પૂનમ કે અમાવાસ્યા પછી ચૌદશ આવી માનશે ? અને જો પૂનમ કે અમાવાસ્યા પછી ચૌદસ માને તો તે નહિં રહે લૌકિકમાં કે નહિં રહે શાસ્ત્રમાં. વળી તેરસે જ ભૂલવાથી શાસ્ત્રકારે પૂનમનો તપ પડવે કરવાનો જે જણાવ્યો તેજ શું નથી જણાવતો કે ચૌદશે પૂનમનું તપ થાય નહિં અને તેનું કારણ માત્ર તેરસે ચૌદશ ન કરી તેજ છે. વળી એથી ચૌદશ અને પૂનમ ભેગા