Book Title: Siddhachakra Varsh 05 - Pakshik From 1936 to 1937
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
શ્રી સિદ્ધચક્ર
(ગતાંક પા. ૭૮ થી ચાલુ)
ઋજુક વિગેરે ગોચરીના આઠ પ્રકારો જે આગળ જણાવાશે તે પણ ક્ષેત્રાભિગ્રહ ગણાય, તેમજ ઉમરો બે પગ વચ્ચે રાખીને દે તે લેવું. સ્વગ્રામ કે પરગ્રામમાં લેવું, એટલા ઘરોએ લેવું એવો જે અભિગ્રહ તે પણ ક્ષેત્રાભિગ્રહ કહેવાય. પૂર્વે જણાવેલી ગોચરીની આઠ ભૂમિ તે આવી રીતે છે. પહેલા ઘરથી છેલ્લા ઘર સુધી જવું તે ઋજિવકા, છેલ્લા ઘરથી પહેલાં ઘર તરફ આવવું તે પ્રત્યાગતિકા, સામસામી લાઈનમાં એક એક ઘર છોડતાં વહોરવું તે ગોમૂત્રિકા, પતંગિયાની માફક અનિયમિત વહોરવું તે પતંગવિધિ, ચારે ખુણે વોહરવું તે પેટા, અને બે લાઇને વહોરવું તે અર્ધપેટા, મધ્યભાગથી વહોરતાં વહોરતાં બહાર નીકળવું તે અત્યંતરશમ્ભુક્કા અને બહારથી વહોરતાં વહોરતાં અંદર જવું તે બાહ્યશમ્બુક્કા, એ આઠ પ્રકારોમાંથી જે કોઇપણ પ્રકારે નિયમિત કરે તે ક્ષેત્રાભિગ્રહ. ભિક્ષાનો વખત પ્રાપ્ત થયા વિના પેહલે પહોરે ગોચરી ફરવાનો નિયમ તે આદિ, બીજે ત્રીજે પહોરે ગોચરી ફરવું એવો નિયમ તે મધ્ય, અને ચોથે પહોરે ગોચરી ફરવું તે અંત્ય એવી રીતે કાલાભિગ્રહ ત્રણ રીતે છે. એ ત્રણે કાલમાં ગોચરી ફરતાં થતા ગુણ અને દોષો કહે છેઃ- દેનાર અને લેનારને સૂક્ષ્મ પણ અપ્રીતિ ન થાય તે માટે પહેલો પહોર, અને આરંભની પ્રવૃતિ ન થાય તે માટે બીજો ત્રીજો પહોર, અને ચોથો પહોર કાલથી અતીત હોવાથી ભિક્ષા યોગ્ય નહિં. હવે ભાવઅભિગ્રહ કહે છે :
૯૫
તા. ૧૩-૧૨-૧૯૩૬
ભાજનમાંથી કાઢેલું લેવાવાળા, ભાજનમાં નાંખેલું લેવાવાળા, ગાતો, રોતો કે બેઠો વિગેરે અવસ્થાવાળો દે તે જ લેવાવાળા, એવો જેઓ હોય તેઓ ભાવઅભિગ્રહવાળા કહેવાય. તેમજ ખસતો, સામો આવતો, ઉલટે મોંઢે હોય ઘરેણાંવાળો હોય, ઘરેણાં વગરનો હોય, એવી કોઇ પણ અવસ્થાએ આપે તો લેવું એવો જે અભિગ્રહ તે પણ ભાવાભિગ્રહ કહેવાય. આ કહેલા અભિગ્રહો પુરુષવિશેષને આશ્રીને જાણવા, કારણ કે જીવો વિવિધ પરિણામવાળા છે, તેથી કેટલાકો આવી રીતે જ શુદ્ધિ પામે. વાદી શંકા કરે છે કે : જેને તેને જે તે દુઃખ થાય તે તે તેને કર્મક્ષયનું કારણ માનવું જોઇએ, અને જો એમ ન હોય તો આ અભિગ્રહો સારા કહેવાય નહિં. એ કથનના ઉત્તરમાં જણાવે છે કે :- સ્વભાવે મોહાદિકને નાશ કરવામાં સમર્થ અને નિરવદ્ય હોવાથી શાસ્ત્રોમાં અભિગ્રહ કરવાનું જણાવ્યું છે, અને તીર્થંકરોએ પણ અભિગ્રહો કરેલા છે, માટે તે અભિગ્રહો સારા જ છે !!
ગોચરીથી નિવર્તવાનો વિધિ કહે છે :
सुत्त ३०८, तक्काला ३०९, सुन्न ३१०, पाय ३११, एवं ३१२, हत्थु ३१३, उवरिं ૨૨૪, નડ઼ રૂ, વોસિ ૩૬, દરિયં ૨૨૭, ૨૪ રૂ૧૮, પુવુ રૂoo, વાડ ૨૨૦, उ રૂ૨૧, તે સેવ ૨૨૨, સુહૈં ૩૨૩, વ્હાય રૂ૨૪, નફ ૩૨૫, વિન્તિ રૂર૬,
ઉપયોગપૂર્વક સૂત્રમાં કહેલી વિધિએ ભિક્ષા લઇને પછી સામાચારીને નહિં ભેદતાં સાધુઓ ઉપાશ્રયે આવે. ઉપાશ્રયની આગળ ગોચરીમાં નહિં માલમ પડેલા અથવા તો માલમ પડયા છતાં તે વખતે કોઇ કારણસર નહિં પરિઠવેલા એવાં માંખીનું ક્લેવર કે કાંટો વિગેરે જે હોય તે પરઠવે. શૂન્યઘર કે દેવકુળ