Book Title: Siddhachakra Varsh 05 - Pakshik From 1936 to 1937
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
૮૪
શ્રી સિદ્ધચક્ર
ઉદીરણાવાળુ તપ હોય તેટલા માત્રથી તેને મોક્ષનો માર્ગ કેમ ન મનાય ? વળી એ પણ ધ્યાનમાં રાખવાનું છે કે જ્ઞાનાદિક ગુણો માત્ર પોતપોતાની જાતના ધાતિનો ક્ષય કરવામાં વધારે ઉપયોગી છે, ત્યારે આ તપસ્યા તો સર્વઘાતિ અને સર્વ અઘાતિના ક્ષયને માટે કાર્ય કરે છે, માટે તે તપને મોક્ષપ્રાપ્તિનું સાધન કેમ ન મનાય ? વળી જે જે જીવો કૈવલ્ય અને મોક્ષને પામ્યા નથી તે તે બધા જીવો તે તે પાપકર્મથી ઘેરાયલા છે એ ચોક્કસ છે. માટે પૂર્વભવના બાંધેલા પાપવાળાજ સર્વસામાન્ય જીવો છે અને તેથી જેઓ પોતાને છદ્મસ્થ છતાં પાપરૂપ ન માને તેઓ તણખલાથી ઢંકાતા ચોર જેવા છે. ઉપરની હકીકતથી સમજાશે કે દરેક છદ્મસ્થજીવે પોતાના ાતિ અને અઘાતિ કર્મોના ક્ષયને માટે તપસ્યાનો આદર કરવો જ જોઈએ. તપસ્યા એ અંતરાયનો ઉદય ગણાય ?
બૌદ્ધ જેવા લોકો જ્યારે તપસ્યાને અશાતા એટલે દુઃખના ઉદયરૂપ જણાવીને નિવારે છે, ત્યારે કેટલાકો તો તપસ્યા એ અન્નપાણી રૂપ ભોગ્ય પદાર્થને ન મેળવવામાં કે મળવામાં ભોગાંતરાયનો ઉદય જણાવી તપસ્યાને ગુણપણામાંથી કાઢી નાંખે છે. પણ આ સ્થાને શાણાપુરૂષોએ સમજવાની જરૂર છે કે અંતરાય કોને કહેવો ! શબ્દની વ્યુત્પત્તિને તથા શાસ્ત્રને સમજનારા તો સમજી શકશે કે દાતાર કે લેનારની મરજી દાન કે લાભ માટે હોય અને વચમાં નડે તેનું નામ જ અંતરાયનો ઉદય કહેવાય. એવી રીતે જ જેને ભોગ અને ઉપભોગની ઈચ્છા હોય અને તે ઈચ્છા છતાં જ્યારે તે વસ્તુઓ ન મળે ત્યારે એને અંતરાયનો ઉદય કહી શકાય, પણ તપસ્યા કરનારા મનુષ્યો અન્નપાણીની ઈચ્છાવાળા છે અને તે મેળવવા જાય છે અને એને નથી મળતા તેથી ભૂખ્યા રહે છે એમ નથી. તપસ્યા કરવાવાળા જીવો તો ભોગ અને ઉપભોગના સાધનો મળે કે ન મળે તો પણ ભોગ અને ઉપભોગની ગવેષણા
તા. ૧૩-૧૨-૧૯૩૬
કર્યા સિવાય જ ત્યાગ કરે છે. અર્થાત્ મળેલ અને નહિં મળેલા તમામ ભોગ અને ઉપભોગના પદાર્થોના ત્યાગ કરે છે અને એટલા માટે જ શાસ્ત્રકારોએ સવ્વાઓ મેહુળાઓ વેરમાં અને સબ્બાઓ પરિયાદાઓ વેરમાં એવાં વ્રતો રાખ્યાં છે. જો અપ્રાપ્ત કે પ્રાપ્ત એવા ભાગોનો જ ત્યાગ કરવાનો હોત તો પત્તાઓ મેદુળાઓ વેરમાં અને પત્તાનો परिग्गहाओ वेरमणं अथवा अप-त्ताओ मेहुणाओ • વેરમાં અને અપત્તાઓ પરિાદાઓ વેરમાં એવાં વ્રતો રાખત. અર્થાત્ મહાવ્રતવાળાને જેમ પ્રાપ્ત કે અપ્રાપ્ત બંને પ્રકારનાં મૈથુનો અને પરિગ્રહો છોડવાના છે, તેવી રીતે તપસ્યાના પરિણામવાળાને પ્રાપ્ત અને અપ્રાપ્ત બંને પ્રકારના ભોગો છોડવા છે, માટે તે તપસ્યાને અંતરાયના ઉદયરૂપ છે એમ કહી શકાય જ નહિં. ધ્યાન રાખવાની જરૂર છે કે જો તપસ્યાને અંતરાયના ઉદયરૂપ માનવામાં આવશે તો બ્રહ્મચર્ય અને સંયમને મહાઅંતરાયરૂપ માનવા પડશે. બીજી બાજુથી વિચાર કરીએ તો કદાચિત્ સ્વપ્નદશામાં જેમ સંકલ્પદશાની બલવત્તરતા હોય છે તેમ કોઈ સંસ્કાર કે સંકલ્પ દશાની બલવત્તરતાને લીધે કદાચ તપસ્યામાં અન્નપાણીની ઈચ્છા થઈ પણ જાય તો પણ તે ઈચ્છાને રોકવા પ્રયત્ન કરવાની જરૂર ધર્મિષ્ટોની છે. પણ તેની પ્રવૃત્તિ કરી દેવા જેવું નથી. જો કે આહારપાણી આદિની થયેલી ઈચ્છા તેના ભોગથી નિવૃત્ત થઈ જાય છે એમ લાગે છે, પણ શાસ્ત્રકારો તે ભોગ દ્વારાએ થતી ઈચ્છાની તૃપ્તિથી થતી ઈચ્છાની નિવૃત્તિને શાસ્ત્રકારો એક ખભાનો ભાર બીજા ખભે લઈ જવા જેવું જ ગણે છે. અર્થાત્ તે પ્રવૃત્તિથી થયેલા સંસ્કારો તીવ્રકર્મો બંધાવવા દ્વારા રખડાવી મારનાર થાય છે. માટે કર્મબંધનથી ડરીને કર્મોના ક્ષય માટે તપસ્યામાં તત્પર રહેવું એ જ મોક્ષપ્રાપ્તિનો મુખ્ય રસ્તો છે અને તેથી જ ભગવાન જિનેશ્વર મહારાજાને પણ એવી ઉંચી અવસ્થામાં પણ મોક્ષને માટે તે તપસ્યાનો આધાર કરવો જરૂરી જણાયો છે.