Book Title: Siddhachakra Varsh 05 - Pakshik From 1936 to 1937
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
શ્રી સિદ્ધચક્ર
૬૬
આજ ઉદાહરણ અહીં પણ લાગુ પાડશો તો તીર્થંકર ભગવાનોની દિવ્યવાણી એ દેવતાઓની પ્રાતિહાર્ય હતી કે ભગવાન શ્રી તીર્થંકરદેવોના આત્મલક્ષણરૂપી હતી તે સંબંધમાં તમને ઉપજેલી શંકા અવશ્ય નષ્ટ થઈ જશે.
હારમોનિયમ વગાડનારની ચાલાકી અર્થ વિનાની હોતી નથી, તે જ પ્રમાણે તીર્થંકર ભગવાનોની વાણી મનોહર હોવાથી સ્વરોની કિંમત પણ ચાલી જતી નથી. આથી સ્પષ્ટ થાય છે કે ભગવાનના સંબંધીના આઠે પ્રાતિહાર્યો તીર્થંકરના ગુણરૂપ નથી. અહીં એક વાત ખૂબ ધ્યાનમાં રાખવાની છે કે એકે આપણે મુખ્યતાએ લક્ષણના બે વિભાગ પાડયા છે. ટોપી અને ચહેરો એ માણસને ઓળખાવનારા આપણે બે ભાગ પાડીએ તો ચહેરો એ દેહને ઓળખાવનારૂં સ્વાભાવિક લક્ષણ બને છે, જ્યારે ટોપી એ દેહને ઓળખાવનારૂં સંયોગિક લક્ષણ બને છે. એજ પ્રમાણે ભગવાનને ઓળખવા માટે પણ અહીં બે ભાગ પાડવામાં આવ્યા છે. એક ભાગ તે આત્મરૂપ, બીજો ભાગ તે અનાત્મરૂપ આ ઉપરથી સ્પષ્ટ થાય છે કે આપણે ભગવાનને માટે દેવતાએ કરેલા આઠે પ્રાતિહાર્યો
કાઢી નાંખ્યા નથી ! પરંતુ તે કાયમ જ રાખ્યા છે. શરીરને ઓળખાવનારો ચહેરો તે હંમેશનું સ્વાભાવિક લક્ષણ છે, તે જ પ્રમાણે આઠ પ્રાતિહાર્યો એ ભગવંતને ઓળખાવનારાં બાહ્ય લક્ષણો છે.
ન્યાયશાસ્ત્રકારોએ આ સંબંધમાં જે સાફ સાફ વાતો કરી છે તે બહુ જ સ્પષ્ટ છે અને મિથ્યાવાદીઓની આંખ ઉઘાડવાને માટે પુરતી છે. ન્યાયશાસ્ત્રકારોએ ચોખ્ખું કહ્યું છે કે દેવતાનું આવવું, સુવર્ણમાં ચાલવું, છત્ર ધરાવવા આટલા માત્રથી ભગવંત એ અમારા મોટા નથી, ત્યારે હવે સ્વાભાવિક પ્રશ્ન થશે કે ભગવંત્ મોટા શાથી છે? અપાયાપગમાતિશયે, જ્ઞાનાતિશય, પૂજાતિશય અને
તા. ૨૮-૧૧-૧૯૩૬
વચનાતિશય આ ચાર અતિશયોથી જ તીર્થંકરદેવો મહાન છે. તેઓ મોટા છે અને તેથી જ આપણે તેમને પૂંજી રહ્યા છીએ. દેવતાઓનું આગમન, સુવર્ણ કમળમાં ચાલવું, છત્ર ધરાવવા, આ સઘળી વસ્તુઓ વૈક્રિય લબ્ધિવાળાઓમાં તથા ઇન્દ્રજાળીયા, માયાવીઓમાં પણ બહુ જ સ્વાભાવિક છે, પરંતુ ઉપરના ચાર અતિશયો માયાવીઓમાં, ઇન્દ્રજાળીયાઓમાં કે વૈક્રિય લબ્ધિવાળાઓમાં પણ સંભવી શકતા જ નથી.
તીર્થંકર ભગવાનોના આત્મલક્ષણ જોઇએ તો તે ચાર છેઃ (૧) મોહનો સર્વથા વિનાશ થવો, (૨) કેવળજ્ઞાન ઉત્પન્ન થવું (૩) સર્વ ભાષામાં પરિણામ પામનારી એવી યોજનગામિની ભાષા બોલવી અને (૪) અને જ્યાં જ્યાં બોલવાનું હોય ત્યાં સમોસરણ આદિની રચના કરવી. આ ચાર અતિશય બીજા કોઇનામાં પણ સંભવી શકતા નથી અને તે આપનામાં જ સંભવે છે માટે જ આપ અમારા મુરબ્બી અને મોટા છો. ભાવઅરિહંતપણાનું કારણ જુઓ તો તે આ ચાર અતિશય છે, હવે મોહ વગેરે અપાયોને દૂર કરવાનો માર્ગ શોધીને તેના મૂળમાં જઈએ તો કર્મનો નાશ એ ધ્યેય તરીકે જ લેવો પડે છે. આ ઉપરથી આપણે શી વસ્તુ ધ્યાનમાં લેવાની છે તે તપાસો. આપણે એ વાત ધ્યાનમાં લેવાની છે કે શાસ્ત્રકારોએ મોટાંમોટાં શાસ્ત્રો ભર્યાં છે. એ ભવ્યશાસ્ત્રોમાં વિસ્તારપૂર્વકના પાંડિત્યપ્રચુર એવાં વિવેચનો કર્યાં છે, દલીલો દર્શાવી છે, અને પાખંડના ખંડખંડ કરવાનો પ્રબલ પરિશ્રમ ઉઠાવ્યો છે, તેનું કારણ એક જ છે, શત્રુના ઘરની સળી સરખી નિર્જીવ વસ્તુમાં પણ ક્ષોભ થાય તે પરત્વે લક્ષ આપવું. એવું જનતાને દર્શાવવાનો જ તેમાં આશય છે.
જો તમે શત્રુના ઘરની સળી સંચરે તે પણ ધ્યાનપૂર્વક જોઇ લેશો નહિ તો પરિણામ એ આવશે