Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 3
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
સકલ-તીર્થ-વંદના ૨૯
હશે, તેમ પોથી નં. ૨૪ના અવલોકન પરથી જણાય છે. તેમાં જણાવ્યું છે કે :
‘પછે છઠ્ઠા આવશ્યકની મુહપત્તી પડિલેહવી. પછે વાંદણાં દેઈને ‘સકલ તીર્થ’ કહેવાં.
શ્રીશત્રુંજય, ગિરનાર, આબુ, અષ્ટાપદ, સમેતશિખર ઈમ જે કોઈ તીર્થ તથા ઊર્ધ્વ, અધો, ત્રિલોકમાં જિનેશ્વર ભગવાનનાં બિંબ અંગૂઠાથી માંડીને પાંચસે ધનુષ્ય-માનેં જે કોઈ હોય તેહને મારી ત્રિકાલ વંદના હોજ્યો. તથા જલમેં, થલમેં, માણિક્યૂમેં, મોતીમેં, હીરામે, પાષાણમેં, પાનામેં, પુસ્તકમેં, ધાતુમેં, કાષ્ઠમેં, ચિતરામણમેં, પ્રવાલમેં, જિહાંઈ જિન-બિંબ હોય તેહને માહરો કોડ કોડ વાર નમસ્કાર હોજ્યો. તથા મહાવિદેહ-ક્ષેત્રાદિકને વિશે, ભાવતીર્થંકરને વિશે તથા છવીસે ક્રોડ ઝાઝેરા મુનિરાજને તથા ચતુર્વિધ સંઘને અમારો કોડ કોડ વા૨ નમસ્કાર હોજ્યો.' ઇત્યાદિક સકલ તીર્થ વાંદીને પચ્ચક્ખાણ કરવું.'
બીજી પોથીઓમાં પણ થોડા ફેરફાર સાથે આવા પાઠો જોવામાં આવે છે.
(૭) પ્રકીર્ણક
આ વંદનાની રચના પ્રાચીન ગાથાઓના આધારે મુનિ શ્રીજીવવિજયજીએ કરી જણાય છે કે જેમણે પ્રજ્ઞાપનાસૂત્ર, જંબૂઠ્ઠીપ-પ્રજ્ઞપ્તિ તથા જીવવિચારના બાલાવબોધ અને છ કર્મગ્રંથો પર ગુજરાતીમાં ટબ્બાઓ રચેલા છે. “આપસ્વભાવમેં અવધુ સદા મગનમેં રહેના” એ સજ્ઝાય પણ તેમની બનાવેલી છે. તેમનો સમય વિક્રમની અઢારમી સદીનો પાછલો ભાગ અને ઓગણીસમી સદીનો આગલો ભાગ હતો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org