________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કહી નિકળ્યાના સમાચાર આપ્યા. સમરસિંહે તેને સુવર્ણના દાંત સહિત જીભ અને બે પટ્ટવડ્યો આપ્યાં. તેણે આચાર્ય, સાધુ, સાધ્વી શ્રાવક અને શ્રાવિકાને એકઠા કરીને કહ્યું કે નિર્દોષ ફલહી પ્રાપ્ત થયાના સમાચાર આવ્યા છે તે હવે આ ફલહી વડે કે મન્દી વસ્તુપાલની ફલોહી વડે બિંબ કરાવું ? સંઘે પૂર્વે કથા પ્રમાણે નવીન રહી વડે જિનબિંબ કરાવવાનો આદેશ આપ્યો. સંઘના અગ્રણી પુરૂષાએ સમરસિંહને કહ્યું કે, આખા મુખ્ય
પ્રાસાદને પ્લેચ્છાએ નાશ કર્યો છે, અને ઉદ્ધારના કાર્યને વિભાગ. તેની આસપાસની દેવકુલિકાઓ પણ પાડી
નાંખી છે. તેથી તે બધાં તૈયાર કરાવી તેની પ્રતિષ્ઠા કરાવાની છે. તે બધાના પુણ્યને માટે યથાયોગ્ય વહેંચીને તે કરવા સંઘે સૂચના આપવી જોઈએ. તેમાંથી કેાઇ શ્રાવકે એમ કહ્યું કે, સંઘની આશા હોય તે મુખ્ય પ્રાસાદને હું ઉદ્ધાર કરાવું. સંઘે ઉત્તર આખ્યો કે જે જિનબિંબ કરાવે છે તેજ પ્રાસાદનો ઉદ્ધાર કરાવે એ ઉચિત છે, કેમકે જેનું ભજન હોય તેને જ તાંબૂલ હોય. એવો નિર્ણય કર્યો પછી સંઘે હર્ષ સાથે જુદા જુદા માણસોને વહેંચીને જુદા જુદા ધર્મકાર્યો કરવા માટે સેપ્યા. સંઘે સેપેલા કાર્ય કરવાને ઉત્સુક થયેલા બધા શ્રાવકે પોતપોતાને ઘેર ગયા. દેશલશાહ સંઘનો આદેશ મેળવી ખુશ થયા અને પાતાક મિસ્ત્રીને પુષ્કળ ધન મોકલી આગળ કામ કરવાની સૂચના મોકલી.
પાતાક મસ્ત્રીએ પણ બિંબને યોગ્ય શિલા નીકળી તેથી સ્વના કંકણ અને વરના દાનથી સત્રધારોને સંતુષ્ટ કર્યા. અહીપાલ દેવ પણ દોષરહિત અને અખંડ દલહી નીકળેલી જાણ હર્ષ વડે પિતાના પુરથી ખાણ પાસે આવ્યા, અને સાક્ષાત્ જિન હોય તેમ તેણે તેની ચંદન પુષ્પાદિવડે પૂજા કરી.
હવે રાણાએ પર્વતથી તે ફલહિકાને સૂત્રધાર પાસે ઉતરાવી આરાસણમાં તેને પ્રવેશમહત્સવ કર્યો. આરાસણની નજીકના
For Private and Personal Use Only