________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એમ કહી મહિપાલદેવ પાતાક મંત્રી સહિત સમરસિંહના પુરૂષોની સાથે આરસની ખાણ પાસે ગયો, અને આરસની શિલા કાઢનારા બધા સૂત્રધારોને બોલાવી તેની સાથે સન્માનપૂર્વક બિંબ માટે ફલહી-મોટી શિલા કાઢવાનું મૂલ્ય ઠરાવ્યું. સૂત્રધારોએ જે માણ્યું તેથી અધિક આપવાનું કબૂલ કર્યું. શુભ નક્ષત્ર, શુભ વાર અને શુભ લગ્ન ખાણની પૂજા કરી કાર્યને પ્રારંભ કર્યો. તે વખતે સમરસિંહના માણસોએ સુવર્ણના અલંકાર, વસ્ત્રો, તાંબૂલ અને ભેજનવડે સર્વ સૂત્રધારેનું સન્માન કર્યું, યાચને ઇચ્છિત દાન આપ્યું અને બધાને ભોજન માટે સત્રાકાર ખુલ્લું મૂક્યું.
કાર્યનો પ્રારંભ કરાવી અને મન્ચીને ત્યાં મૂકી મહિપાલદેવ ત્રિસંગમપુરે ગયા. ત્યાંથી તે રાજા હંમેશા માણસો મોકલીને ખબર કઢાવતો હતો અને કામ કરવાની સૂચના આપતો હતો. સુત્રધારોએ ખાણ ખોદવાનો પ્રારંભ કરી દીધું અને થોડા દિવસમાં કલહી બહાર કાઢી. ત્યાર પછી તેને પાણી વડે જોઈને સાફ કરી ત્યારે મધ્ય ભાગમાં એક મોટી તડ જોઈ તેઓએ સમરસિંહને તરત જ માણસો મોકલી ખબર આપ્યા. તેણે માણસ પાસેથી વચ્ચે તડ પડેલી ફલહીને નીકળેલ જાણે બીજી નવીન ફલોહી કાઢવાની સૂચના મેકલી. તેની સૂચના પ્રમાણે બીજી ફલહી કાઢી. તેને પણ તેવીજ રીતે તડ પડેલી હતી. હવે રાણે, મસ્ત્રી અને સમરસિહના મનુષ્યો અત્યંત ખિન્ન થયા અને તે બધા દેવનું આરાધન કરવા અષ્ટમ તપ કરી ડાભના સંતારક ઉપર સુતા. ત્રીજા દિવસે શાસન દેવતાએ આવીને ખાણના અમુક ભાગમાંથી ફલહી કાઢવાની સૂચના કરી અને તે પ્રમાણે કરવાથી સ્વચ્છ અને સ્ફટિકના જેવી નિર્મલ અને નિર્દોષ લહી નીકળી.
મન્સીએ સમરસિંહને ફલહી પ્રાપ્ત થયાના સમાચાર આપવા માટે માણસે મોકલ્યા અને તેઓએ પાટણ જઈ દેશલસહિત સમરસિંહને
For Private and Personal Use Only