________________
૪. ઉપાધ્યાયનું સ્વરૂપ રત્નત્રય થી સંયુક્ત, જિનકથિત પદાર્થોના શૂરવીર ઉપદેશક અને નિઃકાક્ષભાવ સહિત - આવા ઉપાધ્ય ય હોય છે.
તેઓ ૧૧ અંગ અને ૧૪ પૂર્વને પોતે ભણે છે તથા પાસે રહેનાર ભવ્ય જીવોને ભણાવે છે. તેથી તેઓને પચીસ ગુણો હોવાનું સમજવું. ૫. શ્રી સાધુનું સ્વરૂપ
સર્વ પ્રકારના વ્યાપારથી વિમુક્ત, ચતુર્વિધ(ચાર પ્રકારની) આરાધનામાં સદા રક્ત નિર્ગથ અને નિર્મોહ આવા સાધુઓ હોય છે. સાધુને ૨૮મૂળ ગુણ હોય છે. ૧) પાંચ મહાવ્રત - હિંસા, અસત્ય, ચોરી, અબ્રહ્મચર્ય અને પરિગ્રહની વિરતિરૂપ પાંચ પ્રકાર ૨) પાંચ સમિતિ - ઇર્ષા, ભાષા, એષણા, આદાન નિક્ષેપણ અને પ્રતિષ્ઠાપાન. ૩) પાંચ ઇન્દ્રિય નિરોધ - પાંચ ઇન્દ્રિયોના વિષયમાં ઇષ્ટ-અનિષ્ટપણું ન માનવું. ૪) છ આવશ્યક - વંદના, સ્તુતિ, સામાયિક, પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન (સ્વાધ્યાય) અને કાયોત્સર્ગ. બીજા રાત ગુણ આ પ્રમાણે હોય છે. ૧) કે લોચ
૫) દાતણ ન કરવું ૨) અચલપણું(વસ્ત્ર રહિત-દિગંબરપણું) ૬) ઊભા ઊભા ભોજન કરવું ૩) અસ્નાનતા
૭) એક વખત જ આહાર. ૪) ભૂમિશયન આચાર્ય, ઉપાધ્યાય અને સર્વ સાધુઓનું સ્વરૂપ જે નિશ્ચય સમ્યગ્દર્શન સહિત છે, વિરાગી છે, સમસ્ત પરિગ્રહના ત્યાગી છે, જેમણે શુદ્ધોપયોગરૂપ મુનિધર્મ અંગીકાર કર્યો છે અને જે અંતરંગમાં શુદ્ધોપયોગ દ્વારા આત્માનો અનુભવ કરે છે, પર દ્રવ્યોમાં અહં બુદ્ધિ કરતાં નથી; પોતાના જ્ઞાનાદિ સ્વભાવને જ પોતાનો માને છે, પરભાવોમાં મમત્વ કરતા નથી, કોઇને ઇષ્ટ-અનિષ્ટ માની તેમાં રાગ-દ્વેષ કરતા નથી. હિંસાદિ અશુભ ઉપયોગનું તો જેમણે અસ્તિત્વ જ મિટાવી દીધું છે, જે અનેક વાર સાતમા ગુણસ્થાનના નિર્વિકલ્પ આનંદમાં લીન હોય છે, જ્યારે છઠ્ઠા ગુણસ્થાનમાં તેઓ આવે છે ત્યારે તેમને ૨૮મૂળગુણોનું અખંડ પાલન કરવા માટે શુભ વિકલ્પ આવે છે - આવા જ જૈન મુનિ (ગુરુ) હોય છે.
તેમની પાસે દયાનું ઉપકરણ પીંછી, શૌચનું ઉપકરણ કમંડળ અને જ્ઞાનનું ઉપકરણ સુશાસ્ત્ર હોય છે. તેઓ શાસ્ત્ર કથિત ૪૬ દોષ( ૩૨ અંતરાય અને ૧૪ આહાર સંબંધી દોષ)થી બચાવીને આહાર લે છે. તે જ મોક્ષમાર્ગના સાધક - સાધુ છે અને તે ગુરુ કહેવાય છે.