________________
૨૧૮ યથાર્થ સેયની યથાર્થતાની પ્રતીતિ ન હોવી એવી આડ નીકળી જાય એટલા માટે નિજ જ્ઞાયકના લક્ષે
આ વિષયનો સ્વાધ્યાય કરવો અત્યંત અનિવાર્ય છે. ૧૩ સ્વણેય ભગવાન આત્માને જાણ!: ૧. સ્વ-પગને જાણવાની યોગ્યતા પર્યાયની પોતાની છે તેથી તેને જાણે ત્યારે શેય તેમાં જણાયા એમ
નિકટપણાને લીધે કહેવામાં આવે છે. જ્ઞાનની એક સમયની પર્યાય અનંતા દ્રવ્યોને જાણે છે ને પર્યાયમાં અનંતા દ્રવ્યો જણાવા લાયક છે એમ કહેવું તે પણ વ્યવહાર છે. ખરેખર તો જ્ઞાનની એક સમયની પર્યાય સ્વજોયને ભગવાન આત્માને જાણે ત્યાં અનંત પરશેયો તેમાં જણાય એવીતે પર્યાયની
શક્તિ છે. ૨. આત્માનું જ્ઞાન સ્વ-પરપ્રકાશક હોવાથી તેના અનુભવના કાળમાં પણ તે જ્ઞાનસ્વરૂપ, જ્ઞાનને પ્રકાશે
છે અને અખંડને પણ પ્રકાશે છે. તેથી તેને નિશ્ચયથી સ્વ-પરપ્રકાશક કહેવાય છે. ૩. એક આત્માને જાણતાં સર્વ જાણી શકાય છે, કેમ કે આત્માનો સર્વને જાણવાનો સ્વભાવ છે. આત્માનો
સ્વ-પપ્રકાશક સ્વભાવ હોવાથી સ્વને જાણતા પર જણાઈ આવે છે. ૪. આત્માની નિર્મળ શક્તિના ભાવમાં સ્વ અને અનંત પદાર્થો, જેમ જળની સ્વચ્છતામાં અનેક તારાઓ
જળની સ્વચ્છતાને જોતાં દેખાય છે તેમ દેખાય છે. ૫. સ્વ સ્વભાવ સન્મુખનું જ્ઞાન તે સમ્યકજ્ઞાન છે, એકલા પરસનુખનું જ્ઞાન તે અજ્ઞાન છે. કારણ કે
સ્વ સ્વભાવની સંપૂર્ણતાના ભાન વિના એક સમયની પર્યાયની અપૂર્ણતામાં પૂર્ણતા માની છે. તેથી
પૂર્ણ સ્વભાવને લક્ષમાં લઈ પૂર્ણ સાધ્યને સાધવું. ૬. દર્શન = દેખવું - અવલોકન - પ્રતિભાસ - અનુભવ.
જ્ઞાન = જાણવું - સ્વસંવેદન - નિર્વિકલ્પવેદન - અનુભવ. ચારિત્ર = લીનતા - ઝુકાવ - સ્થિરતા - અનુભવ. અનુભવ તે અનંત ગુણોની પર્યાય છે. તારું સ્વ-પરપ્રકાશપણું તને પ્રકાશે છે આ ઝીણી પડે એવી વાત છે. પણ મારગ તો આ છે. પ્રભુ એકવાર સાંભળ! તું એક ચૈતન્ય છો ને! તારો સ્વભાવ જાણવા દેખવાનો છે ને ! તો એ સ્વને જ જાણે કે પરને પણ જાણે? સ્વ-પર બન્નેને જાણે એવો તારો સ્વભાવ છે તો એ પર્યાયમાં પોતાના સ્વ-પરપ્રકાશક સ્વભાવને પ્રકાશે છે. તારું સ્વ-પરપ્રકાશકપણું તને પોતાને પ્રકાશે છે. રાગાદિ શેયને આત્મા જાણે છે એમ કહ્યું હતું કે રાગાદિ જાણવામાં આવે છે. પણ ખરેખર તો એ પોતાના જ્ઞાનને જ પ્રકાશે છે. પોતાની સ્વ-પરપ્રકાશક શક્તિ છે તેને જ પોતે વિસ્તારે છે, પ્રકાશે છે. રાગાદિ શેયને વિસ્તારતો નથી – પ્રકાશતો નથી. પર સંબંધી પોતાના જ્ઞાનને પ્રકાશે છે.
જ્ઞાનસ્વરૂપી આત્માનું જ્ઞાન શેયમાં તન્મય થતું નથી. ક્ષેય સંબંધી પોતાના જ્ઞાનમાં તન્મય છે,