Book Title: Samyag Darshan
Author(s): Ramniklal Savla
Publisher: Ramniklal Savla

View full book text
Previous | Next

Page 609
________________ ૫૮૭ શકે નહિ, સુખ-દુઃખ આપી શકે નહિ એવી દરેકદ્રવ્ય-ગુણ-પર્યાયની સ્વતંત્રતા અનંત જ્ઞાનીઓએ પોકારી પોકારીને કહી છે. (૭) જગતના છ દ્રવ્યો એક જ ક્ષેત્રે રહેલા હોવા છતાં કોઈ દ્રવ્ય બીજા દ્રવ્યના સ્વભાવને સ્પર્શતું નથી. પોતાના ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યરૂપ સ્વભાવમાં જ દરેક દ્રવ્ય વર્તે છે, એટલે પોતાના સ્વભાવને જ સ્પર્શે છે. જડ અને ચેતન પદાર્થો પોતાની ક્રિયાવતી શક્તિથી સ્વતંત્રપણે ગમન કરે છે અને ભાવવતી શક્તિથી સ્વતંત્ર રીતે પરિણમન કરે છે અને તે પરિણમન પણ સ્વતંત્ર રીતે કમબદ્ધ થાય છે, એટલે ફેરફાર કરવાનો કોઈ પ્રશ્ન નથી. ૫) કમબદ્ધ પર્યાયઃ (૧) જે દ્રવ્યનું, જે ક્ષેત્રે, જે કાળે, જે ભાવે, જે નિમિત્તથી સર્વજ્ઞ પ્રભુએ એમના જ્ઞાનમાં જે પ્રમાણે જાણ્યું છે તે દ્રવ્યનું, તે ક્ષેત્રે, તે કાળે, તે ભાવે, તે જ નિમિત્તથી, તે જ પ્રમાણે પરિણમન થાય, તેમાં નરેન્દ્ર, દેવેન્દ્રકે જિનેન્દ્ર કોઈ પણ કાંઈ કરી શકે નહિ. (૨) આ સિદ્ધાંતનો આશય એ છે કે આ પરિણમનશીલ જગતની પરિણમન વ્યવસ્થા કમ નિયમિત છે. જગતમાં જે કાંઈ પરિણમન નિરંતર થઈ રહ્યું છે તે સર્વએમ નિશ્ચિત કમમાં વ્યવસ્થિતરૂપે થઈ રહ્યું છે. સંપૂર્ણ વ્યવસ્થા વ્યવસ્થિત છે. (૩) પ્રત્યેક દ્રવ્યની પરિણમન વ્યવસ્થા માત્ર વ્યવસ્થિત જ નહિ, સ્વાધીન પણ છે; અન્ય દ્રવ્યને આધીન નથી. સંપૂર્ણ ક્રમબદ્ધ છે. (૪)આ નિર્ણયમાં એકાંતવાદઅથવા નિયતવાદનથી, પરંતુ સર્વજ્ઞની પ્રતીતિપૂર્વકસાવ્યું અનેકાંતવાદ અને જ્ઞાનસ્વભાવની ભાવના તથા જ્ઞાનનો અનંત પુરુષાર્થ સમાયેલો છે. (૫) નિશ્ચયથી જે સમસ્તદ્રવ્યોને અને તેમની સર્વ પર્યાયોની શ્રદ્ધા કરે છે તે સમ્યગ્દષ્ટિ છે અને તેમાં શંકા કરે છે તે મિથ્યાદષ્ટિ છે. (૬) કમબદ્ધ પર્યાયનો મુખ્ય હેતુ જીવની કર્તુત્વબુદ્ધિ કઢાવી નાખી જ્ઞાતાપણું સ્થાપીત કરવાનો છે. (૭) આ જીવને સમ્યગ્દર્શન પ્રગટ કરવા બે જ કાર્ય કરવાના છે. ૧) ક્રમબદ્ધ પર્યાયની સાચી સમજણ અને શ્રદ્ધા. ૨) ત્રિકાળી જ્ઞાયક ભગવાન આત્મા અને તેના સ્વરૂપની સમજણ, શ્રદ્ધા અને તેમાં એકાગ્રતા. આની અંદર સર્વજ્ઞતાની, પરમાત્માની, નિજ આત્માની નિર્મળ શ્રદ્ધા આવી જાય છે અને એ જ સમ્યગ્દર્શન છે. ૬) ઉપાદાન - નિમિત્તની સ્વતંત્રતાઃ (૧) કોઈ પણ કાર્ય કારણપૂર્વક જ થાય છે. કાર્યની ઉત્પાદક સામગ્રીને જ કારણ કહેવામાં આવે છે. એ કાર્યની ઉત્પાદક સામગ્રી ઉપાદાન અને નિમિત્તના રૂપમાં જ હોય છે.

Loading...

Page Navigation
1 ... 607 608 609 610 611 612 613 614 615 616 617 618 619 620 621 622 623 624 625 626