Book Title: Samyag Darshan
Author(s): Ramniklal Savla
Publisher: Ramniklal Savla

View full book text
Previous | Next

Page 619
________________ ૫૯૭ (૨) આ વાતની સમજમાં આત્માના મોક્ષનો ઉપાય નિહિત છે. અહો ! આ સમ્યગ્દષ્ટિ જીવની ભાવના તો જુઓ ! આ સ્વભાવના આશ્રયથી જ સાધકદશાનો પ્રારંભ કરે છે અને સ્વભાવમાં જ લાવીને પૂર્ણ કરે છે. આત્માનો માર્ગ આત્મામાંથી જ નીકળી આત્મામાં જ સમાવિષ્ટ થઈ જાય છે. (૩) હે જીવ ! તારી વસ્તુમાં ભગવાન જેટલી પરિપૂર્ણ શક્તિ છે. પરમેશ્વરતા આપણી વસ્તુમાં જ પ્રગટ છે. જો આવા અવસર પર યથાર્થ વસ્તુને દૃષ્ટિમાં ન લે, તો વસ્તુસ્વરૂપને જાણ્યા વગર જન્મમરણનો અંત નથી થઈ શકતો. (૪) વસ્તુમાં સંસાર નથી, વસ્તુની યથાર્થ પ્રતીતિ થવાથી મોક્ષપર્યાયની તૈયારીની પ્રતિધ્વનિ થવા લાગે છે. (૫) ભગવાન ! આ તારા સ્વભાવની વાત છે, એક વાર હા તો કહે ! તારા સ્વભાવની સ્વીકૃતિમાંથી સ્વભાવદશાની અસ્તિ આવશે. સ્વભાવ સામર્થ્યનો ઇન્કાર ન કર ! સર્વ પ્રકારથી અવસર આવી ગયો છે, પોતાના દ્રવ્યમાં દષ્ટિ કરીને જો. જે દ્રવ્યમાંથી આદિ-અનંત મોક્ષદશા પ્રગટ થાય છે, એવા દ્રવ્યના પ્રતીતિના બળથી મોક્ષમાર્ગ પ્રારંભ થઈ જાય છે. (૬) પરાધીન દૃષ્ટિ છોડી, નિજ દ્રવ્યમાં દષ્ટિ રાખવાથી રાગની ઉત્પત્તિ નથી હોતી, અકર્તા થઈને સ્વયં જ્ઞાતા-દૃષ્ટા થઈ જાય છે. નિજના જ્ઞાતા-દૃષ્ટાના બળથી અસ્થિરતાને તોડી સંપૂર્ણ સ્થિર થઈ અલ્પકાળમાં મુક્તિ પ્રાપ્ત કરી લે છે. આમાં અનંત પુરુષાર્થ આવી જાય છે. પ્રારંભથી પૂર્ણતા સુધી સર્વત્ર સમ્યક્ પુરુષાર્થ ને જ્ઞાનનો જ પ્રભાવ છે. ૯) એકત્વ, કર્તૃત્વ અને શાતૃત્વ ઃ (૧) દરેક દ્રવ્ય સ્વતંત્ર છે અને પોતાના દ્રવ્ય-ક્ષેત્ર-કાળ અને ભાવમાંથી બહાર નીકળ્યા વગર પોતાનું કાર્ય નિરંતર કરી જ રહ્યા છે અને એક દ્રવ્ય બીજા દ્રવ્યને સ્પર્શતું નથી એ સિદ્ધાંતથી પર સાથેનું એકત્વ તૂટે છે અને જે મમત્વની ભાવના છે એ પણ તૂટે છે. (૨) જે કાળમાં જે વસ્તુની જે અવસ્થા સર્વજ્ઞદેવના જ્ઞાનમાં જ્ઞાત થઈ તે પ્રમાણે ક્રમબદ્ધ અવસ્થા થશે. ભગવાન તીર્થંકર પણ તે બદલવા સમર્થ નથી, માત્ર તે પણ તેના જ્ઞાતા જ છે. આ પ્રકારે તેમને પોતાના જ્ઞાનની પૂર્ણતાની ભાવનાનું બળ છે. એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ કરી શકે નહિ એ સિદ્ધાંતથી પરની કર્તૃત્વબુદ્ધિ છૂટી જાય છે અને પોતાની જ્ઞાતૃત્વબુદ્ધિની શ્રદ્ધા દૃઢ થઈ જાય છે. (૩) પર સાથેની એકત્વબુદ્ધિ અને કર્તૃત્વ-ભોકતૃત્વબુદ્ધિ તૂટી જતાં હવે તે જ્ઞાતા-દષ્ટા થઈ ગયો. (૪) હું જ્ઞાતા છું, માત્ર જાણનાર છું, કર્તા નથી એ નિર્ણયમાં જીવનો અનંત પુરુષાર્થ સમાવિષ્ટ છે. (૫) જ્ઞાની પ્રતિક્ષણ જ્ઞાતા થઈ સ્વભાવની પૂર્ણતાના પુરુષાર્થની ભાવના કરે છે, સ્વયં સન્મુખ દૃષ્ટિથી જ્ઞાન ભાવરૂપ પરિણમન કરવા લાગે છે. (૬) ‘સર્વજ્ઞ ભગવાને પોતાના કેવળજ્ઞાનમાં જેવું જોયું છે તેવું જ થાય છે’ એવી સર્વજ્ઞની યથાર્થ

Loading...

Page Navigation
1 ... 617 618 619 620 621 622 623 624 625 626