Book Title: Samyag Darshan
Author(s): Ramniklal Savla
Publisher: Ramniklal Savla

View full book text
Previous | Next

Page 622
________________ ૬૦૦ કરે ને પછી આત્મસ્વભાવ તરફ વળીને પ્રતીત કરે ત્યારે સમ્યગ્દર્શન પ્રગટે ને ભવભ્રમણ ટળે. જેને સમ્યક્ત્વની ને આત્મહિતની ખરી પિપાસા જાગી છે એવા જીવને સંસાર સંબંધી વિષય કષાયોનો તીવ્ર રસ તો પહેલે ધડાકે જ છૂટી ગયો છે, તે ઉપરાંત સમ્યક્ત્વ માટેના પ્રયત્નમાં અંતરના વ્યવહાર તરીકે તેને સર્વજ્ઞના કહેલાં નવ તત્ત્વની વિચારણા હોય છે. નવ તત્ત્વો છે તે પર્યાયદષ્ટિથી છે, નવ તત્ત્વોમાં અનેકતા છે, તે અનેકતાના આશ્રયે એક સ્વભાવની પ્રતીત થતી નથી; તેમ જ પર્યાયષ્ટિમાં અનેકતા છે તેને જાણ્યા વગર પણ એકરૂપ સ્વભાવની વસ્તુ દૃષ્ટિ થાય નહિ. એક અભેદ આત્મસ્વભાવના શ્રદ્ધા-જ્ઞાન કરતાં તેમાં નવ તત્ત્વોનું રાગ રહિત સમ્યજ્ઞાન આવી જાય છે. ૪. ભૂતાર્થ સ્વભાવના આશ્રયે સમ્યગ્દર્શન ઃ આત્મહિતના પિપાસુને આત્માનું ખરું સ્વરૂપ શોધવા માટે નવ તત્ત્વોને બરાબર જાણવા જોઈએ, તેમાં પોતાના હિત-અહિતના કારણોનું પૃથ્થકરણ કરીને, જેના આશ્રયે પોતાનું હિત પ્રગટે છે એવા શુદ્ધાત્મ સ્વભાવ તરફ અંતરમાં ઝુકવું - તે સમ્યગ્દર્શનની અક્રુર રીત છે. નવ તત્ત્વની ઓળખાણ કરવી તે જૈન દર્શનની શ્રદ્ધાનો વ્યવહાર છે. નવ તત્ત્વની ઓળખાણ ન થાય ત્યાં સુધી એકરૂપ આત્માની શ્રદ્ધા થાય નહિ, અને જો નવ તત્ત્વની પૃથક પૃથક શ્રદ્ધાના રાગની રુચિમાં અટકે તો પણ આત્માની શ્રદ્ધા -સમ્યગ્દર્શન- થાય નહિ. નવ તત્ત્વને ક્યારે જાણ્યા કહેવાય ? ૧) જીવને જીવ જાણે, તેમાં બીજાને ભેળવે નહિ, જીવ શરીરની ક્રિયા કરે એમ ન માને. ૨) અજીવને અજીવ જાણે, શરીરાદિ અજીવ છે. જીવને લીધે તે અજીવની હયાતી ન માને; ને તે અજીવની ક્રિયાને જીવની ન માને. ૩) પુણ્યને પુણ્ય તરીકે જાણે, પુણ્યથી ધર્મ થાય એમ ન માને તેમ જ જડની ક્રિયાથી પુણ્ય ન માને. ૪) પાપને પાપરૂપ જાણે, ને પાપ બાહ્ય ક્રિયાથી થાય છે એમ ન માને. ન ૫) પુણ્ય અને પાપ એ બન્ને આસ્રવ છે; આસવને આસવરૂપ જાણે, એને સંવરનું કારણ ન માને, તેમ જ પાપ અઠીક અને પુણ્ય ઠીક એવો ભેદ પરમાર્થે ન માને. ૬) વળી સંવર તત્ત્વને સંવરરૂપ જાણે; સંવર તે ધર્મ છે, પુણ્યથી કે શરીરની ક્રિયાથી તે સંવર થતો નથી પણ આત્મસ્વભાવની શ્રદ્ધા-જ્ઞાન, સ્થિરતાથી જ સંવર થાય છે. ૭) નિર્જરા એટલે શુદ્ધતાની વૃદ્ધિ ને અશુદ્ધતાનો નાશ. તેને નિર્જરા સમજે; તે નિર્જરા બાહ્ય ક્રિયાકાંડથી ન થાય પણ આત્મામાં એકાગ્રતાથી થાય. ૮) બંધ તત્ત્વને બંધ તત્ત્વ તરીકે જાણે, વિકારમાં આત્માની પર્યાય અટકે તે ભાવબંધન છે, ‘ખરેખર

Loading...

Page Navigation
1 ... 620 621 622 623 624 625 626