Book Title: Samyag Darshan
Author(s): Ramniklal Savla
Publisher: Ramniklal Savla

View full book text
Previous | Next

Page 624
________________ ૬૦૨ અવસ્થામાં જીવની યોગ્યતા અને અજીવનું નિમિત્તપણું - એવો નિમિત્ત-નૈમિત્તિક સંબંધ જો ન હોય તો સાત તત્ત્વ જ સિદ્ધ થતાં નથી. જીવ અને અજીવની અવસ્થામાં નિમિત્ત-નૈમિત્તિક સંબંધ છે એ દૃષ્ટિથી જોતાં નવ તત્ત્વોના ભેદ વિદ્યમાન છે. અને જો એકલા ચૈતન્યમૂર્તિ અખંડ જીવ તત્ત્વને લક્ષમાં લ્યે તો, દ્રવ્યદૃષ્ટિમાં નિમિત્ત-નૈમિત્તિક સંબંધ પણ નહિ હોવાથી, નવ તત્ત્વના ભેદ પડતા નથી; માટે શુદ્ધ ચૈતન્ય સ્વભાવની દૃષ્ટિથી જોતાં નવ તત્ત્વો અભૂતાર્થ છે ને એક ચેતન્ય પરમ તત્ત્વ જ પ્રકાશમાન છે. જો કે વર્તમાન નિર્મળ પર્યાય છે ખરી પણ તે અભેદમાં ભળી જાય છે, અર્થાત્ દ્રવ્ય અને પર્યાયના ભેદનો વિકલ્પ તે જીવને નથી. આવો અનુભવ તે જ સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યક્ચારિત્ર છે. તે જ મોક્ષનો માર્ગ છે. ૬. જ્ઞાયક સ્વભાવી શુધ્ધ જીવનો અનુભવ તે જ નવ તત્ત્વના જ્ઞાનનું પ્રયોજન છે અને તે જ સમ્યગ્દર્શન છે. જે જીવ નિવૃત્તિ લઈને જિજ્ઞાસુભાવે સત્તમાગમે યથાર્થ વાતનું શ્રવણ પણ ન કરે તે જીવ અંતરમાં ધારણા કરીને તત્ત્વનો નિર્ણય ક્યાંથી કરે ? અને તત્ત્વનિર્ણય વિના નિઃસંદેહ થઈને આત્મવીર્ય અંતર અનુભવમાં ક્યાંથી વળે ? માટે મુમુક્ષુએ જિજ્ઞાસુ ભાવે સત્સમાગમે વૈરાગ્યપરિણતિપૂર્વક તત્ત્વનિર્ણય કરીને અનુભવનો પ્રયત્ન કરવો જોઈએ. - આત્મસ્વભાવના નિર્ણયમાં સર્વજ્ઞનો નિર્ણય, ને સર્વજ્ઞના નિર્ણયમાં આત્મસ્વભાવનો નિર્ણય - એમાં વચ્ચે વિકાર ક્યાંય ન આવ્યો. આવા નિર્ણયના જોરે નિઃશંક થઈને અંતર અનુભવ કરતાં ભગવાન આત્મા પ્રસિદ્ધ થાય છે, સમ્યગ્દર્શન થાય છે, ને મોક્ષના દરવાજા ખુલી જાય છે. અને છેલ્લે ભેદજ્ઞાનના પ્રયોગો : આત્મા અને બંધના - જ્ઞાન અને રાગના નિયત સ્વલક્ષણોની સૂક્ષ્મ અંતરંગ સંધિમાં પ્રજ્ઞાછીણીને સાવધાન થઈને પટકવાથી તેમને છેદી શકાય છે. એ રીતે બંધથી-રાગથી જુદો આત્મા અનુભવી શકાય છે. પ્રજ્ઞા એટલે વિશેષ જ્ઞાન, તીક્ષ્ણ જ્ઞાન, તીખું-ઉગ્ર-સૂક્ષ્મ જ્ઞાન. તેના વડે આત્મા અને બંધ બન્નેના ભિન્ન ભિન્ન લક્ષણો જાણીને તેમને જુદા પાડી શકાય છે. જ્ઞાનમાં ભિન્ન શેયપણે રાગાદિક જણાય છે તે તો જ્ઞાનનું ચેતકપણું જાહેર કરે છે, તે કાંઈ જ્ઞાનને રાગપણે જાહેર નથી કરતું. જ્ઞાન એમ જાણે છે કે આ જે જાણનાર છે તે હું છું. રાગ અને જ્ઞાનને જુદા જાણતા અપૂર્વ ભેદજ્ઞાન થઈને આવું રાગથી જુદું પરિણમતું જ્ઞાન તે જ મોક્ષનું સાધન છે. ‘સાચો માર્ગ લે ..... તો ફળ આવે !' જાગો.....જાગો.....ચૈતન્ય પ્રભુ ! ઝટ જાગો ! વારંવાર આવા હિતની શિખામણ દેનારા દુર્લભ છે. અવસર પામ્યા છો તો તેનો લાભ લઈ લ્યો. આવું મનુષ્ય જીવના પામ્યા છો, આવો જૈન ઉપદેશ મળ્યો છે, આવી આત્મહિતની ભાવના જાગી છે ને ભેદજ્ઞાનના તત્ત્વ વિચાર કરો છો તો હવે સ્વાનુભૂતિ કરતાં શી વાર ? બધા સાધન તૈયાર છે, હવે વાર

Loading...

Page Navigation
1 ... 622 623 624 625 626