Book Title: Samyag Darshan
Author(s): Ramniklal Savla
Publisher: Ramniklal Savla

View full book text
Previous | Next

Page 625
________________ ૬૦૩ ન લગાડો. નિમિત્ત તરીકે જ્ઞાની ગુરુનો અપૂર્વ ઉપદેશ મળ્યો છે. આજે જ સ્વાનુભૂતિથી આત્માને પ્રકાશિત કરો. હે ભવ્ય ! તને નકામો કોલાહલ કરવાથી શું લાભ છે ? એનાથી તું વિરામ પામ. એક ચૈતન્યમાત્ર વસ્તુને પોતે નિશ્ચલ થઈ અંતરમાં દેખ. આવો, અમે કહીએ છીએ તે રીતે, છ મહિના આત્માને દેખવાનો અભ્યાસ કર-એમ કરવાથી તારા પોતાના હ્રદય સરોવરમાં દેહાદિથી ભિન્ન તારા શુદ્ધાત્માની ઉપલબ્ધિઅનુભૂતિ તને થશે જ. માટે હે ભવ્ય આત્માર્થી ! તું ભય, છોડ. અત્યાર સુધી જે કાંઈ કર્યું તે નિષ્ફળ ગયું તેનો આગ્રહ છોડી દે; ને જ્ઞાનીના માર્ગદર્શન અનુસાર પ્રસન્નતાથી, સાચા ભાવથી નિઃશંકપણે અને દુનિયાથી નિર્ભયપણે તું આત્માની અનુભૂતિના પ્રયત્નમાં તારા જ્ઞાનને જોડ, જરૂર મહાન આનંદ સહિત તને આત્માનુભૂતિ થશે ને સમ્યગ્દર્શન વડે તારા કલ્યાણના કોડ પૂરા થશે !

Loading...

Page Navigation
1 ... 623 624 625 626