Book Title: Samyag Darshan
Author(s): Ramniklal Savla
Publisher: Ramniklal Savla

View full book text
Previous | Next

Page 620
________________ ૫૯૮ શ્રદ્ધામાં આપણી ભવરહિતતાનો નિર્ણય સમાવિષ્ટ થઈ જાય છે. એમાં મોક્ષનો પુરુષાર્થ આવી જાય છે. સર્વજ્ઞના યથાર્થ નિર્ણયના બળથી મોક્ષમાર્ગ પ્રારંભ થઈ જાય છે. (૭) જે જ્ઞાને જ્ઞાનમાં સ્થિર થઈને ભવરહિત કેવળજ્ઞાનની પ્રતીતિ કરી છે તે જ્ઞાન સ્વયં ભવરહિત છે, એટલા માટે એ જ્ઞાનમાં ભવાની શંકા નથી. આ જ્ઞાનમાં અનંત પુરુષાર્થ નિહિત છે. ૧૦) સ્વાનુભૂતિઃ (૧) વસ્તુ વિવાત ધ્યાવે, મન | ત્રિામાં रस स्वादत सुख उपजै, अनुभौ याकौ नाम ॥ અહા! વસ્તુ આત્મા જે અતીન્દ્રિય આનંદનો નાથ છે તેનો વિચાર કરી ધ્યાવતાં મન અનેક વિકલ્પોના કોલાહલથી વિશ્રામ પામે, શાંત થઈ જાય અને ત્યારે અતીન્દ્રિય આનંદના રસનો સ્વાદ આવે તેને આત્મઅનુભવ કહે છે. એ જ સ્વાનુભૂતિ, સુખાનુભૂતિ કે સમ્યગ્દર્શન છે. (૨) મનુમા ચિંતામનિ રતન, ગગુમ હૈ રજૂષા _____ अनुभव मारग मोखको, अनुभव मोख सरुप ॥ અનુભવ એ ચિંતામણી રત્ન સમાન છે, મનવાંછિત સુખ પ્રાપ્ત થાય છે. અનુભવમાં ચૈતન્ય રસનો સીધો સ્વાદ આવે છે. ત્યાં કોઈ કલ્પના કે વિકલ્પ રહેતા નથી એ નિર્વિકલ્પ સ્થિતિ છે. સમરસ સ્વરૂપ અતીન્દ્રિય આનંદનાવેદન સહિત આત્મા જણાય -અનુભવાય તે સ્વાનુભૂતિ છે. એક સમયના અનુભવથી મોક્ષમાર્ગની શરૂઆત થાય છે અને બે ઘડી સતત ધારા તૂટ્યા વગરના નિર્વિકલ્પ અનુભવમાં મોક્ષદશા પ્રાપ્ત થાય છે. આ અનુભૂતિ એ જ મોક્ષ છે, મોક્ષ સ્વરૂપ છે. (૩) આત્માને પરમાત્મા થવામાં પોતાથી ભિન્ન બીજું સાધન નથી. પોતે પોતામાં જ નિર્વિકલ્પ લીનતા વડે પોતાના ધ્યાનથી જ પરમાત્મા થઈ જાય છે. નિજ સ્વરૂપને ધ્યાવી ધ્યાવીને જ અનંત જીવો સિદ્ધ થયા છે. (૪) આત્માનો દ્રવ્યસ્વભાવ ત્રિકાળ મોક્ષરૂપ જ છે, પર્યાયમાં મોક્ષ નવો પ્રગટે છે. દ્રવ્યમોક્ષ' જે ત્રિકાળ છે તેના આશ્રયે ભાવમોક્ષ પર્યાયમાં પ્રગટી જાય છે. શક્તિના ધ્યાન વડે મુક્તિ થાય છે. ધ્યાતા, ધ્યાન અને ધ્યેય એક થઈ જાય છે. આત્મા પોતે જ ધ્યેય, પોતામાં એકાગ્રરૂપ ધ્યાન અને જ્ઞાનની પર્યાય ધ્યાતા. આવી અભિન્ન આરાધનાનું ફળ મોક્ષ છે. (૫) ધ્રુવ ધામના ધ્યેયના ધ્યાનની ધખતી ધૂણી ધગશ અને ધીરજથી ધખાવવી તે ધર્મનો ધારક ધર્મી ધન્ય છે. વિભાગ ૩: સમ્યગ્દર્શન સારભૂત : ૧. ભવભ્રમણના મૂળને છેદનારું એ મોક્ષસુખ આપનારું નિશ્ચય સમ્યગ્દર્શન કેમ પ્રગટે ?, આત્મામાં શરીરાદિ પરવસ્તુઓ તો નથી; ને અવસ્થામાં એક સમય પૂરતો વિકાર - સંસાર છે તે પણ

Loading...

Page Navigation
1 ... 618 619 620 621 622 623 624 625 626