Book Title: Samyag Darshan
Author(s): Ramniklal Savla
Publisher: Ramniklal Savla

View full book text
Previous | Next

Page 618
________________ ૫૯૬ (૭) વીતરાગતા અર્થાત્ નિરાકુલરૂપ સુખની અનુભૂતિ પ્રગટ થવી” આ આત્માની પોતાની જ પર્યાય છે. અને એ દશા સ્વભાવના લક્ષે જ થાય છે. આ નિર્ણય એ જ સ્વભાવનું લક્ષ છે. (૮) “વસ્તુનો સ્વભાવ જ એનો ધર્મ છે.” સ્વરૂપનો યથાર્થ નિર્ણય એ જ એનો ધર્મ છે. એ નિર્ણયની પ્રતીતિ, લક્ષ, અનુભવ એ જ સમ્યગ્દર્શન છે. અને એ જ સુખનો ઉપાય છે. (૯) દુઃખની ઉત્પત્તિના કારણો ૧) અજ્ઞાનતા ૨) મિથ્યાત્વ અને ૩) અસંયમ છે - એના છેદક કારણો એ જ સુખનો ઉપાય છે. સમ્યજ્ઞાન, સમ્યગ્દર્શન અને સમ્યગ્યારિત્રરૂપી રત્નત્રયની એકતા એ જ નિશ્ચય મોક્ષમાર્ગ છે. ૭) ભેદશાનઃ (૧) હું સર્વથા સર્વથી ભિન્ન છું એ નિર્ણય એ જ ભેદજ્ઞાનની કળા છે. વસ્તુનું સ્વરૂપ જ બધાથી ભિન્ન છે એનું પ્રત્યેક ક્ષણ જ્ઞાન થવું, શ્રદ્ધા થવી એ ભેદજ્ઞાન છે. (૨) “જીવ - આત્મા” નોકર્મ, દ્રવ્યકર્મ અને ભાવકર્મથી ભિન્ન છે. આ અભ્યાસપૂર્વક ભેદજ્ઞાન પ્રથમ કરવું આવશ્યક છે. (૩) આત્મા ઉપયોગ સ્વરૂપ છે, રાગાદિ પરભાવોથી તે ભિન્ન છે. એમ ઉપયોગને અને રાગાદિને સર્વ પ્રકારે અત્યંત જુદા જાણીને રાગથી ભિન્નપણે અને ઉપયોગમાં એકતાપણે જ્ઞાન પરિણમે તે ભેદવિજ્ઞાન છે. (૪) સ્વસમ્મુખ થતી પોતાની જ નિર્મળ પર્યાયથી પણ આ જ્ઞાનસ્વરૂપ ભગવાન આત્મા ભિન્ન છે. આ આત્મા પોતાના સ્વભાવ સામર્થ્યથી પૂર્ણ અને પરથી અત્યંત જુદો છે એમ સ્વ-પરની ભિન્નતાને જાણીને સ્વદ્રવ્યમાં એકાગ્ર થતાં સ્વદ્રવ્યના અનુભવથી આત્મા પૂર્ણ દશાને પ્રાપ્ત થાય છે એ ધર્મનો મર્મ છે. (૫) અવિચ્છત્રધારાથી ભેદજ્ઞાન ત્યાં સુધી ભાવવું કે જ્યાં સુધી જ્ઞાન જ્ઞાનમાં જ ઠરી જાય. પહેલાં પરથી ભિન્ન શુદ્ધાત્માની ભાવના કરતાં કરતાં જ્ઞાન જ્ઞાનમાં જ સ્થિર થતાં રાગાદિથી ભિન્ન થઈને સમ્યજ્ઞાન થાય છે. (૬) આ ભેદજ્ઞાનની ભાવના તે રાગરૂપ નથી પણ શુદ્ધ અનુભવરૂપ છે. (૭) “સર્વ પદ્રવ્યો સાથે વ્યતિરેક વડે અને જ્ઞાન-દશનાદિ જીવ સ્વભાવ સાથે આવ્યતિરેક (અભિન્નતા) વડે પરમાર્થરૂપ શુદ્ધ જ્ઞાન એક અવસ્થિત દેખવું અર્થાત પ્રત્યક્ષ સ્વસંવેદનથી અનુભવવું” આ જ ભેદજ્ઞાન છે. ૮) મુકિતની નિઃસંદેહ પ્રતિધ્વનિ : (૧) છ યે દ્રવ્ય પરિણામ સ્વભાવી છે. પ્રત્યેક પોતપોતાની ક્રમબદ્ધ પર્યાયમાં બીજાની સહાયતા વગર પરિણમિત થાય છે. આ શ્રદ્ધા કરવામાં જ અકર્તૃત્વનો અનંત પુરુષાર્થ છે.

Loading...

Page Navigation
1 ... 616 617 618 619 620 621 622 623 624 625 626