Book Title: Samyag Darshan
Author(s): Ramniklal Savla
Publisher: Ramniklal Savla

View full book text
Previous | Next

Page 617
________________ ૫૯૫ (૩) જીવ, અજીવ, આસવ, બંધ, સંવર, નિર્જરા અને મોક્ષ એ સાત તત્ત્વોના નામ છે (૪) નિશ્ચયથી શુદ્ધ આત્માનો પ્રતિભાસ તે સમ્યગ્દર્શનનું લક્ષણ છે. અભેદ દષ્ટિમાં આત્મા તે જ સમ્યગ્દર્શન છે. (૫) તત્ત્વ' શબ્દનો અર્થ તપણું - તેપણું થાય છે. દરેક વસ્તુને - તત્ત્વને સ્વરૂપથી તપણું છે અને પરરૂપથી અતપણું છે. જીવ વસ્તુ હોવાથી તેને પોતાના સ્વરૂપથી તપણું છે અને પરના સ્વરૂપથી અતપણું છે. (૬) જીવ ચૈતન્ય સ્વરૂપ હોવાથી તે જ્ઞાતા છે અને અન્ય સર્વ વસ્તુઓ શેય છે તેથી જીવ બીજા સર્વ પદાર્થોથી ભિન્ન છે. (૭) જીવ પોતાથી તત્ હોવાથી તેનું જ્ઞાન તેને પોતાથી થાય છે; જીવ પરથી અત હોવાથી તેને પરથી જ્ઞાન થઈ શકે નહિ. (૮) જ્ઞાન જીવનું સ્વરૂપ હોવાથી તે જ્ઞાન પોતાથી તત્ છે અને પરથી અતત્ છે. જીવને દરેક સમયે પોતાની લાયકાત અનુસાર જ્ઞાનની અવસ્થા થાય છે; પરણેય સંબંધી પોતાનું જ્ઞાન થતી વખતે પરણેય હાજર હોય છે, પણ તે પરવસ્તુથી જીવને જ્ઞાન થાય છે એમ માનનારે જીવને તત્ત્વ” માન્યું નથી. (૯) માટે ખરું સુખ પ્રાપ્ત કરવા જીવોએ તત્ત્વનું સ્વરૂપ યથાર્થ સમજી સમ્યગ્દર્શન પ્રગટ કરવું. તત્ત્વનું સ્વરૂપ યથાર્થપણે સમજે તેને સમ્યગ્દર્શન થાય છે. ૬) સ્વરૂપને યથાર્થ નિર્ણયઃ (૧) મોક્ષાર્થી જીવને મોક્ષ પ્રાપ્ત કરવાનો ઉપાય સમ્યગ્દર્શન-જ્ઞાનચારિત્ર રત્નત્રયી જ કહ્યો છે. સમ્યગ્દર્શન-જ્ઞાન માટે માત્ર એક તત્ત્વનિર્ણય સ્વરૂપ અભ્યાસ’ જ મુખ્ય છે. (૨) હું જ્ઞાન-આનંદ સ્વભાવી ભગવાન આત્મા છું અને સર્વથા સર્વથી ભિન્ન છું આ છે યથાર્થ તત્ત્વનિર્ણય. (૩) પુરુષાર્થથી તસ્વનિર્ણયમાં ઉપયોગ લગાવવાથી સ્વયમય જ મોહનો અભાવ થવાથી સમ્યકત્વાદિરૂપ મોક્ષ ઉપાયનો પુરુષાર્થ બને છે, એટલા માટે મુખ્યતાથી તસ્વનિર્ણયમાં ઉપયોગ લગાવવાનો પુરુષાર્થ કરવો અને ઉપદેશ પણ આ પુરુષાર્થને અર્થે થાય છે. (૪) તત્ત્વનિર્ણય કરવાની રુચિ માટે જિજ્ઞાસા અને પાત્રતા જરૂરી છે. (૫) આગમમાં જે પદ્ધતિ બતાડવામાં આવી છે એ પદ્ધતિનો સારી રીતે સમજણપૂર્વક અંગીકાર કરી એ જ પદ્ધતિથી અધ્યયન કરવાથી યથાર્થ મોક્ષમાર્ગની પ્રાપ્તિ થાય છે. (૬) શાસ્ત્રોનો અધ્યયન કરવાનો ઉદ્દેશ-તાત્પર્ય એક માત્ર “વીતરાગતા” છે. તત્ત્વનો યથાર્થ નિર્ણય એ વીતરાગભાવ” છે.

Loading...

Page Navigation
1 ... 615 616 617 618 619 620 621 622 623 624 625 626