Book Title: Samyag Darshan
Author(s): Ramniklal Savla
Publisher: Ramniklal Savla

View full book text
Previous | Next

Page 615
________________ પ૯૩ ૧) જુગાર ૩) મદિરાપાન ૫) શિકાર ૭) ચારી ૨) માંસ ભક્ષણ ૪) વેશ્યાગમન ૬) પરનારીનો સંગ આ સાત મોટા વ્યસનો છે. (૭) તે સિવાય ધર્મની પ્રવૃત્તિમાં દાખલ થયેલ જીવોને રાત્રિ ભોજન અને કંદમૂળ આદિ અભક્ષ્ય ખોરાકની મનાઈ ભગવંતોએ કરી છે. (૮) મહાવીરના બોધને પાત્ર કોણ? ૧) સન્દુરુષનો ચરણનો ઇચ્છુક - ૨) સદૈવ સૂક્ષ્મબોધનો અભિલાષી ૩) બ્રહ્મચર્યમાં પ્રીતિ રાખનાર (૪) આહાર-વિહાર-નિહારનો નિયમી ૫) એકાંતવાસને વખાણનાર ૬) પોતાની ગુરુતાને દબાવનાર ૭) ગુણ પર પ્રશસ્ત ભાવ રાખનાર પાત્ર જીવ છે. ૩) પ્રત્યક્ષ સન્દુરુષનો યોગનું મહત્વ: (૧) આ જીવના મુક્તિ નથી થઈ એનું કારણ શું? કાં તો સત્પાત્રતા થઈ નથી અને કાં તો પુરુષનો યોગ થયો નથી. (૨) અનંતકાળનો આ અજાણ્યો, અગમ્ય માર્ગ છે. તેથી તેની સાચી સૂઝ માટે પ્રત્યક્ષ સન્દુરુષની અત્યંત આવશ્યકતા છે. (૩) શાસ્ત્રોમાં કહેલી આશાઓ પરોક્ષ છે અને તે જીવને અધિકારી થવા માટે કહી છે. મોક્ષ થવા માટે જ્ઞાનીની પ્રત્યક્ષ” આજ્ઞા આરાધવી જોઈએ. (૪) સપુરુષનો યોગ થયા પછી આત્મજ્ઞાન કાંઈ દુર્લભ નથી. તથાપિ પુરુષને વિષે, તેના વચનને વિષે, તે વચનના આશયને વિષે પ્રીતિ-ભક્તિ થાય નહિ ત્યાં સુધી આત્મવિચાર પણ જીવમાં ઉદય આવવા યોગ્ય નથી. (૫) અનંતકાળ નિજ-છંદ(કલ્પનાએ)ચાલી પરિશ્રમ કરે, તો પોતે પોતાથી જ્ઞાન પામે નહિ, પણ પ્રત્યક્ષ જ્ઞાનીની આજ્ઞાનો આરાધક સહજ માત્રમાં જ્ઞાન પામે, મહાત્માઓનો આ અનુભવ છે. (૬) દેશનાલબ્ધિનો આ અનાદિ સિદ્ધાંત છે કે જ્ઞાનની પ્રાપ્તિ જ્ઞાનીના નિમિત્તે થાય છે, અજ્ઞાનીના નિમિત્ત નહિ. સાક્ષાત્કાર પ્રાપ્ત પ્રત્યક્ષ સત્પરુષનો સમાગમ અને સુયોગ્ય પાત્રતા થયે જસત્ સમજાય

Loading...

Page Navigation
1 ... 613 614 615 616 617 618 619 620 621 622 623 624 625 626