Book Title: Samyag Darshan
Author(s): Ramniklal Savla
Publisher: Ramniklal Savla

View full book text
Previous | Next

Page 613
________________ પ૯૧ - આ પ્રમાણે આત્મામાં પાંચ સમવાયનું પરિણમન થઈ રહ્યું છે. અર્થાત્ સ્વસમ્મુખ પુરુષાર્થમાં પાંચ સમવાય પોતાની પર્યાયમાં સમાવિષ્ટ થઈ જાય છે. (૬) વસ્તુ સ્વપણે છે એમ અસ્તિથી કહેવામાં આવે છે અને પરપણે નથી એમનાસ્તિથી કહેવામાં આવે છે એ અનેકાંત છે. (૭) અનેકાન્તને રજુ કરતી વાણીને સ્યાદ્વાદ કહેવામાં આવે છે. સંપૂર્ણ જિનાગમમાં આ રીતે પ્રરૂપણા કરવામાં આવી છે. ૬. ધર્મ એ પરિભાષા નથી, પ્રયોગ છે. તેથી આત્માએ ધર્મ જીવનમાં ઉતારવો જોઈએ. સંપૂર્ણ જીવન ધર્મમય બનવું જોઈએ તેનો કમ આ પ્રમાણે પ્રયોગમાં મૂકી શકાય. ૧) જીવની ભૂલનું નિદાન - ભૂલ ટાળવાનો ઉપાય. ૨) પાત્રતા. ૩) પ્રત્યક્ષ સપુરુષના યોગનું મહત્વ. ૪) જીવે કરવું શું? સત્સંગ અને સ્વાધ્યાય. ૫) તત્ત્વનો અભ્યાસ - સાત તત્ત્વોનું યથાર્થ શ્રદ્ધાન. ૬) સ્વરૂપનો યથાર્થ નિર્ણય. ૭) ભેદજ્ઞાન. ૮) મુક્તિની નિઃસંદેહ પ્રતિધ્વનિ. ૯) એકત્વ, કર્તૃત્વ અને જ્ઞાતૃત્વની સમજણ. ૧૦) સ્વાનુભૂતિ. ૧) જીવની ભૂલ- ભૂલ ટાળવાનો ઉપાયઃ (૧) “જે સ્વરૂપ સમજયા વિના પાપો દુખ અનંત'. (૨) અનાદિથી આ જીવે પોતાનું સ્વરૂપ જાણ્યું નથી, માન્યું નથી અને તેમાં રમણતા કરી નથી. આ જ તેની સ્વરૂપ સંબંધી ભૂલ છે. (૩) આત્મબ્રાંતિ સમરોગ નહિ જીવને પોતાના સ્વરૂપ સંબંધી અનાદિથી ભ્રમણા ચાલી આવી રહી છે. (૪) જીવ પોતે ભૂલી ગયો છે કે પોતે ભગવાન સ્વરૂપ શુદ્ધ આત્મા છે. આ તેની મોટામાં મોટી ભૂલ છે. (૫) પોતાના સ્વરૂપની ભ્રમણાથી જીવ એમ માને છે કે “પરનું હું કરી શકું, પર મારું કરી શકે, પરથી

Loading...

Page Navigation
1 ... 611 612 613 614 615 616 617 618 619 620 621 622 623 624 625 626