________________
મને લાભ થાય, પરથી મને નુકસાન થાય’-એવી મિથ્યા માન્યતાનું નિત્ય અપરિમિત મહાપાપ દરેક ક્ષણે જીવ સેવ્યા કરે છે, તેના ફળ તરીકે ક્રોધ, માન, માયા, લોભ જે પરિમિત પાપ છે તેને તીવ્ર કે મંદપણે સેવે છે. (૬) સાત તત્ત્વો સંબંધી જીવ અનાદિથી વિપરીત માની રહ્યો છે. (૭) ધર્મ પામવાનો મુખ્ય કાળ મનુષ્યપણું છે; પરંતુ મનુષ્યભવમાં પણ કાંતો ધર્મનો યથાર્થ વિચાર કરતો નથી, અગર તો ધર્મને નામે ચાલતી અનેક મિથ્યા માન્યતાઓમાંથી કોઈને કોઈ ખોટી માન્યતાને ગ્રહણ કરે છે. અને કુદેવ, કુગુરુ તથા કુશાસ્ત્રમાં તે ફસાઈ જાય છે. (૮) “બધા ધર્મો એકસરખા છે' એમ ઉપલક દષ્ટિએ માની લઈને બધાનો સમન્વય કરવા લાગે છે અને પોતાની એ ભ્રમણા બુદ્ધિને વિશાળ બુદ્ધિ માનીને અભિમાન સેવે છે. (૯) કદી તે સુદેવ, સુગુરુ અને સુશાસ્ત્રનું બાહ્ય સ્વરૂપ સમજે તો પણ પોતાનું ખરું સ્વરૂપ સમજવા જીવ યથાર્થ પુરુષાર્થ કરતો નથી. (૧૦) આ બધી ભૂલ ટાળવાનો એક જ ઉપાય છે “સ્વરૂપની સમજણ”. વીતરાગ પ્રભુએ દશર્વિલો વીતરાગમાર્ગ સમજવાની જરૂર છે. ૨) પાત્રતાઃ (૧) સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની એકતારૂપ મોક્ષમાર્ગમાં દાખલ થતાં પહેલાં અમુક જાતની પાત્રતા જોઈએ, યોગ્યતા જોઈએ. (૨) જેણે આત્માની વાર્તા પ્રીતિપૂર્વક પ્રસન્ન ચિત્તે સાંભળી છે એ નિશ્ચયરૂપથી ભવ્ય છે અને ભાવિ નિર્વાણનું પાત્ર છે. (૩) પાત્રતામાં નીચેના પંદર ગુણો પ્રથમ ભૂમિકામાં બતાવેલા છે. ૧) કષાયની ઉપશાંતતા ૬) સરળતા. ૧૧) સમતા ૨) માત્ર મોક્ષ અભિલાષ ૭) મધ્યસ્થતા. ૧૨) ક્ષમા ૩) ભવે ખેદ ૮) જિતેન્દ્રિયપણું. ૧૩) સત્ય
13) સત્ય ૪) પ્રાણી દયા. ૯) દયા
૧૪) ત્યાગ ૫) વિશાળ બુદ્ધિ. ૧૦) શાંતિ.
૧૫) વૈરાગ્ય. (૪) મંદવિષયને સરળતા સહ આજ્ઞા સુવિચાર, કરૂણા કોમળતા આદિગુણ - પ્રથમ ભૂમિકા ધાર. (૫) મુમુક્ષતા એ છે કે સર્વ પ્રકારની મોહાસક્તિથી મૂંઝાઈ એક મોક્ષ' વિષે જયત્ન કરવો અને ‘તીવ્ર મુમુક્ષતા એ છે કે અનન્ય પ્રેમે મોક્ષના માર્ગમાં ક્ષણે ક્ષણે પ્રવર્તવું. (૬) અરિહંત ભગવંતોના કુળમાં જન્મેલા જીવોને તો જન્મથી સાત વ્યસનોની બાધા હોય છે.