Book Title: Samyag Darshan
Author(s): Ramniklal Savla
Publisher: Ramniklal Savla

View full book text
Previous | Next

Page 611
________________ ૫૮૯ ભૂતાર્થ – સત્યાર્થ - નિશ્ચયનો આશ્રય કરનાર નિશ્ચયથી સમ્યગ્દષ્ટિ હોય છે. (૭) અધ્યાત્મમાં શુદ્ધ દ્રવ્યને નિશ્ચય કહે છે અને શુદ્ધ પરિણતિને વ્યવહાર કહે છે. આગમમાં શુદ્ધ પરિણતિને નિશ્ચય કહે છે અને તેની સાથે વર્તતા શુભ પરિણામને વ્યવહાર કહે છે. આ રીતે નિશ્ચયવ્યવહારનું યથાર્થ સ્વરૂપ સમજવાથી સમ્યગ્દર્શન પ્રગટે છે. ૮) કર્મનો સિદ્ધાંત : (૧) કર્મનું પ્રત્યેક પરમાણુ પણ દ્રવ્ય છે. એ દ્રવ્ય પોતાની ત્રણ કાળની પર્યાયરૂપથી સ્વતંત્ર પરિણમન કરે છે. (૨) જેવી રીતે જીવ દ્રવ્યમાં એના ગુણોની પર્યાયો કમબદ્ધ થાય છે એ રીતે જડ કર્મની પણ પોતપોતાની કમબદ્ધ પર્યાયો થાય છે. (૩) કર્મના પરમાણુઓમાં બંધ, ઉદય, ઉદીરણા, ઉપશમ, અપકર્ષણ, ઉત્કર્ષણ, સંક્રમણ, સત્તા, નિદ્ધત, નિકાચીત એ દશા અવસ્થાઓ (કરણ) છે તે પણ પરમાણુની કમબદ્ધ દશા છે. (૪) આત્માના શુભ કે અશુભ પરિણામોના કારણથી કર્મના પરમાણુઓની દશા બદલી નથી ગઈ, પરંતુ એ પરમાણુઓમાં એ સમયે એ દશા થવાની યોગ્યતા હતી. એટલે એ દશા થઈ છે. બન્ને દ્રવ્ય ભિન્ન ભિન્ન છે, બન્નેનું પરિણમન સ્વતંત્ર છે. કોઈ એકબીજા પર આધાર રાખતું નથી. (૫) બધા જ કર્મ સિદ્ધાંતના શાસ્ત્રો આત્માના પરિણામો જ બતાવે છે. કર્મનું જેટલું શાસ્ત્રોમાં વર્ણન છે એનું આત્માના પરિણામની સાથે નિમિત્ત-નૈમિત્તિક સંબંધ બતાવવા ઉપચારથી કર્મના ભેદ કરીને સમજાવવામાં આવ્યું છે. જડ કર્મ સાથે આત્માનું કર્તા-કર્મ સંબંધ નથી. (૬) કર્મોના જે દસ પ્રકાર બતાવ્યા છે તે આત્માના પરિણામોના પ્રકાર બતાવવા માટે જ છે. આત્માનો પુરુષાર્થ આવાસ પ્રકારથી થઈ શકે છે, આ બતાવવા કર્મોમાં ભેદ કરીને જ બતાવ્યા છે. (૭) જીવ અજ્ઞાનદશામાં પુરુષાર્થની નબળાઈને લીધે વિભાવમાં જાય તો કર્મોનું આસવાણ અને બંધ થાય છે, જો પુરુષાર્થપૂર્વક સ્વભાવદશામાં રહે તો સંવર અને નિર્જરા થાય છે અને તીવ્ર પુરુષાર્થપૂર્વક સ્વભાવમાં નિરંતર રહે તો સર્વ કર્મોનો ક્ષય થઈમોક્ષ થાય છે. જીવના વિશેષ પુરુષાર્થનું જ્ઞાન કરાવવા ઉપચારથી આવું કહેવાય છે. ખાસ વાત આત્મા અને જડ કર્મોને કર્તા-કર્મ સંબંધ નથી, નિમિત્તિનૈમિત્તિક સંબંધ છે એ ધ્યાન રાખવું. (૯) નિશ્ચય મોક્ષમાર્ગ ઃ (૧) સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમારિત્ર એ ત્રણે મળીને મોક્ષનો માર્ગ છે અર્થાત મોક્ષની પ્રાપ્તિનો ઉપાય છે. (૨) સમ્યગ્દર્શન - એટલે સમ્યક શ્રદ્ધાઃ “આમ જ છે અન્યથા નથી' એવો પ્રતીતિભાવ. સઓજ્ઞાન - એટલે સંશય, વિપર્યય અને અધ્યવસાય રહિત પોતાના આત્માનું તથા પરનું યથાર્થ (જ્ઞાન.

Loading...

Page Navigation
1 ... 609 610 611 612 613 614 615 616 617 618 619 620 621 622 623 624 625 626