________________
૫૮૮ (૨) જે સ્વયં કાર્યરૂપમાં પરિણમિત થાય તેને ઉપાદાનકારણ કહે છે અને જે સ્વયં કાર્યરૂપમાં પરિણમિત ન થાય, પરંતુ કાર્યની ઉત્પત્તિમાં અનુકૂળ થવાનો આરોપ જેનામાં આવી શકે તેને નિમિત્તકારણ કહે છે. (૩) ઉપાદાન એટલે વસ્તુની સહજ શક્તિ. કાર્ય થવા માટેની પદાર્થની તે વખતની યોગ્યતાને (લાયકાતને) ઉપાદાન કહે છે. કાર્ય થતી વખતે સંયોગી પરપદાર્થોને નિમિત્ત કહેવાય છે. નિમિત્ત એટલે અનુકૂળ સંયોગી બીજી ચીજ. (૪) ઉપાદાન-નિમિત્તનું યથાર્થ જ્ઞાન તે સ્વ-પરના ભેદજ્ઞાનનું કારણ છે. ઉપાદાન સ્વદ્રવ્ય છે અને નિમિત્ત પરદ્રવ્ય છે. બન્ને સ્વતંત્ર છે, એમ જાણીને પરથી ઉપેક્ષિત થઈને સ્વભાવ આશ્રિત પરિણમવું તે ધર્મ છે. (૫) કાર્ય થવાની યોગ્યતા ત્રિકાળરૂપ નથી, પણ વર્તમાનરૂપ છે. ક્ષણિક ઉપાદાન જ કાર્ય થવાનું નિયામક કારણ છે. (૬) જીવ કાં તો નિમિત્તથી કાર્ય થાય એમ માનીને પુરુષાર્થહીન થાય છે અને કાં તો નિમિત્તનો અને સ્વપર્યાયનો વિવેક ચૂકીને સ્વચ્છંદી થાય છે. આ બન્ને ઊંધા ભાવ છે. આ ઊંધો ભાવ જ જીવને ઉપાદાનની સ્વતંત્રતા સમજવા દેતો નથી. (૭) દરેક કાર્ય વખતે નિમિત્તની હાજરી હોય છે પણ નિમિત્ત કાંઇ કરતું નથી. આવી ઉપાદાનનિમિત્તની સ્વતંત્રતા છે, સંધિ પણ છે. ૭) નિશ્ચય અને વ્યવહાર: (૧) નિશ્ચય એટલે કે વસ્તુ સત્યાર્થપણે જેમ હોય તેમ જ કહેવું. વ્યવહાર એટલે ‘વસ્તુ સત્યાર્થપણે તેમ ન હોય પણ પર વસ્તુ સાથેનો સંબંધ બતાવવા માટે કથન હોય'. (૨) નિશ્ચય એટલે યથાર્થ - એક જ દ્રવ્યના ભાવને તે જ સ્વરૂપે નિરુપણ કરવો તે નિશ્ચયનય છે. વ્યવહાર એટલે ઉપચાર, વ્યવહાર સત્ય સ્વરૂપને નિરુપતો નથી પણ કોઈ અપેક્ષાએ ઉપચારથી અન્યથા નિરુપે છે. (૩) નિશ્ચય સત્યભૂત માની ‘વસ્તુ આમ જ છે' એવું શ્રદ્ધાન કરવું. વ્યવહાર નયના વ્યાખ્યાનને અસત્યાર્થ માની તેનું શ્રદ્ધાન છોડવું. (૪) જેઓ સર્વશે કહેલા વ્યવહારને માનતા નથી એ પણ મિથાદષ્ટિ છે અને જેઓ વ્યવહારથી ધર્મ થશે એમ માને છે તે પણ ભૂલ્યા છે - મિથ્યાદષ્ટિ છે. (૫) નિશ્ચય અને વ્યવહાર બન્ને એક જ દ્રવ્યમાં સાથે હોય છે. નિશ્ચય-વ્યવહારની સંધિ સમજવા જેવી છે. નિશ્ચય અને વ્યવહાર નયને છે તો વિરોધ પણ સાથે રહે છે તે અપેક્ષાએ મૈત્રી પણ કહેવાય
(૬) “વ્યવહારનય અભૂતાર્થદર્શિત, શુદ્ધનય ભૂતાર્થરે! ભૂતાર્થને આશ્રિત જીવ સુદટિનિશ્ચય હોય છે.”