Book Title: Samyag Darshan
Author(s): Ramniklal Savla
Publisher: Ramniklal Savla

View full book text
Previous | Next

Page 608
________________ ૫૮૬ (૫) આત્મામાં જેસર્વજ્ઞશક્તિ ત્રિકાળ શક્તિરૂપ પડી છે, તે શક્તિનો વિકાસ થતાં પોતામાં સર્વજ્ઞપણું પ્રગટ એવો સર્વજ્ઞનો ઉપદેશ છે. (૬) વર્તમાનમાં સાધકને પર્યાયમાં સર્વજ્ઞતા પ્રગટી ન હોવા છતાં તે પોતાની સર્વજ્ઞશક્તિની પ્રતીત કરે છે, તે પ્રતીત પર્યાયની સામે જોઈને કરી નથી પણ સ્વભાવ સામે જોઈને કરી છે. ત્રિકાળી સ્વભાવના આશ્રયે જ સર્વજ્ઞતા પ્રતીત થાય છે. (૭) અલ્પજ્ઞ પર્યાય વખતે પણ પોતામાં સર્વજ્ઞશક્તિ હોવાનો જેણે નિર્ણય કર્યો તેની રુચિનું જોર અલ્પજ્ઞ પર્યાય ઉપરથી ખસીને અખંડ સ્વભાવમાં વળી ગયું છે, એટલે તે જીવ “સર્વજ્ઞ ભગવાનનો નંદન” થયો છે. (૮) પ્રતીત કરનાર તો પર્યાય છે, પણ તેને આશ્રય દ્રવ્યનો છે. (૯) જેણે સ્વસમ્મુખ થઈનક્કી કર્યું કે હું સર્વજ્ઞ સ્વભાવી છું, તે જીવ અલ્પજ્ઞતાને, રાગને કે પરને પોતાનું સ્વરૂપ ન માને; પોતાના પૂર્ણ જ્ઞાનસ્વરૂપ ઉપર જ તેની દષ્ટિ હોય. (૧૦) આવી જ્ઞાનસ્વભાવની દષ્ટિમાં વીતરાગતા જ છે અને તે મુક્તિનું કારણ છે. જેણે આત્માને જાણ્યો તેણે સર્વ જાણ્યું. જે આત્મજ્ઞ તે સર્વજ્ઞ અંતરશક્તિના અવલંબને જ સર્વશતા પ્રગટે છે. ૪) દ્રવ્યની સ્વતંત્રતા (૧) વિશ્વમાં દરેક દ્રવ્ય સ્વતંત્ર છે, સ્વાધીન છે, પોતાનું કાર્ય પૂર્ણ કરવા સંપૂર્ણ સામર્થ્યવાન છે. (૨) દરેક દ્રવ્ય સ્વયં પરિપૂર્ણ છે, અન્ય દ્રવ્યોથી તદ્ન ભિન્ન છે, સ્વતંત્ર છે. (૩) દરેક દ્રવ્યમાં અનંત ગુણો છે, તેમાં પ્રત્યેક ગુણ સ્વતંત્ર છે અને એકેક ગુણની અનંત પર્યાયો છે, તે પર્યાય સ્વતંત્ર છે. આ રીતે દ્રવ્ય સ્વતંત્ર, ગુણ સ્વતંત્ર અને પ્રત્યેક પર્યાય પણ સ્વતંત્ર. આવી સ્વતંત્રતાનો ઢંઢેરો અરિહંત ભગવંતોએ પોકાર્યો છે. (૪) આવી સ્વતંત્રતાને લીધે એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ કરી ન શકે એવો સિદ્ધાંત નીકળે છે. એક જીવ બીજા જીવને સુખી-દુઃખી ન કરી શકે એવી તારવણી નીકળે છે. સુખ-દુઃખનો અનુભવ સ્વતંત્ર છે. (૫) આ સિદ્ધાંતના સ્વીકારથી જીવની અનાદિકાળની પરદ્રવ્યોને ફેરવવાની મિથ્યા માન્યતાનો અભાવ થાય છે, કર્તુત્વબુદ્ધિનો બોજો હળવો થાય છે. જીવ નિર્ભર અને નિર્ભય થઈ જાય છે, નિઃશંક થઈ જાય છે. (૬) દરેક વસ્તુ દ્રવ્ય-ગુણ-પર્યાયથી સ્વતંત્ર છે, એક વસ્તુ બીજી વસ્તુનું કાંઈ કરી શકે નહિ, પ્રેરણા કરી શકે નહિ, અસર, મદદ કે ઉપકાર કરી શકે નહિ, લાભ-નુકસાન કરી શકે નહિ, મારી -જીવાડી

Loading...

Page Navigation
1 ... 606 607 608 609 610 611 612 613 614 615 616 617 618 619 620 621 622 623 624 625 626