Book Title: Samyag Darshan
Author(s): Ramniklal Savla
Publisher: Ramniklal Savla

View full book text
Previous | Next

Page 606
________________ ૫૮૪ ૩) સર્વજ્ઞતા અને સર્વજ્ઞ સ્વભાવ ૪) દ્રવ્યની સ્વતંત્રતા ૫) કમબદ્ધ પર્યાય. ૬) ઉપાદાન-નિમિત્તની સ્વતંત્રતા ૭) નિશ્ચય અને વ્યવહાર. ૮) કર્મનો સિદ્ધાંત ૯) નિશ્ચય મોક્ષમાર્ગ. ૧૦) પાંચ સમવાય ૧) વિશ્વ વ્યવસ્થાઃ (૧) વિશ્વ એટલે અનાદિ અનંત સ્વયંસિદ્ધ સત્ એવી અનંતાનંત વસ્તુઓનો સમુદાય. (૨) છદ્રવ્યસમૂહઆ વિશ્વ છે. જેને લોક પણ કહે છે. જીવ, પુદ્ગલ, ધર્માસ્તિકાય, અધમસ્તિકાય, આકાશ અને કાળ આ છ દ્રવ્ય છે. તેમાં જીવ દ્રવ્ય ચેતન છે બાકી બધા અજીવ છે. (૩) તેમાંની પ્રત્યેક વસ્તુ અનુત્પન્ન અને અવિનાશી છે. (૪) પ્રત્યેક વસ્તુમાં અનંત શક્તિઓ અથવા ગુણો છે, જે ત્રિકાળિક નિત્ય છે. (૫) પ્રત્યેક વસ્તુ પ્રતિ ક્ષણ પોતાના દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવમાં રહે છે. પોતામાં પોતાનું કાર્ય કરતા હોવા છતાં અર્થાત્ નવીન દશાઓ - અવસ્થાઓ - પર્યાયો ધરતી હોવા છતાં તે પર્યાયો એવી મર્યાદામાં રહીને થાય છે કે વસ્તુ પોતાની જાતને છોડતી નથી અર્થાત તેની શક્તિઓમાંથી એક પણ ઘટતી - વધતી નથી. (૬) જિનેન્દ્રના જ્ઞાનદર્પણમાં ઝળકતાં આ સર્વ દ્રવ્યો તેમાં અનંત જીવ દ્રવ્યો, અનંતાનંત પુદ્ગલ દ્રવ્યો, એક ધર્મ દ્રવ્ય, એક અધર્મ દ્રવ્ય, એક આકાશ દ્રવ્ય અને અસંખ્ય કાળ દ્રવ્યો સ્વયં પરિપૂર્ણ છે, સ્વાધીન છે, અન્ય દ્રવ્યોથી તદ્દન સ્વતંત્ર છે, અને પોતપોતાનું કાર્ય કરવા સંપૂર્ણ સામર્થ્યવાન છે. તેઓ એક બીજા સાથે પરમાર્થે કદી મળતા નથી, ભિન્ન જ રહે છે. (૭) આ લોકમાં સર્વત્ર જે કાંઈ જેટલા પદાર્થો છે એ બધા નિશ્ચયથી એકત્વ નિશ્ચયને પ્રાપ્ત હોવાથી સુંદરતા પામે છે. કોઈ પણ દ્રવ્ય પરના પરિણમનમાં કાંઈ કરતું નથી અને કાંઈ કરવાની અપેક્ષા પણ રાખતું નથી. આ એક સહજરીતે અનાદિ અનંત સર્વજ્ઞના જ્ઞાનમાં જાણવામાં આવેલી સ્વયં સંચાલિત વિશ્વ વ્યવસ્થા બહુ જ વ્યવસ્થિત અને અત્યંત સુંદર છે. ૨) વસ્તુ વ્યવસ્થાઃ (૧) આ વિશ્વની પ્રત્યેક વસ્તુ એટલે દ્રવ્ય પ્રત્યેક સમય સ્વતંત્રતાથી પોતપોતાના

Loading...

Page Navigation
1 ... 604 605 606 607 608 609 610 611 612 613 614 615 616 617 618 619 620 621 622 623 624 625 626