Book Title: Samyag Darshan
Author(s): Ramniklal Savla
Publisher: Ramniklal Savla

View full book text
Previous | Next

Page 605
________________ ૫૮૩ ૨. પૂર્વે ઘણાં શાસ્ત્રોનો વિચાર કરવાથી તે વિચારના ફળમાં સત્પુરુષને વિષે જેના વચનથી ભક્તિ ઉત્પન્ન થઈ છે તે તીર્થકરના વચનને નમસ્કાર કરીએ છીએ. ૩. ઘણા પ્રકારે જીવનો વિચાર કરવાથી, તે જીવ આત્મારૂપ પુરુષ વિના જાણ્યો જાય એવો નથી, એવી નિશ્ચલ શ્રદ્ધા ઉત્પન્ન થઈ તે તીર્થકરના માર્ગબોધને નમસ્કાર કરીએ છીએ. ૪. ભિન્ન ભિન્ન પ્રકારે તે જીવનો વિચાર થવાને અર્થે, તે જીવ પ્રાપ્ત થવા અર્થે યોગાદિક અનેક સાધનોનો બળવાન પરિશ્રમ કર્યો છતે, પ્રાપ્તિ ન થઈ, તે જીવ જે વડે સહજ પ્રાપ્ત થાય છે, તે જ કહેવા વિષે જેનો ઉદ્દેશ છે, તે તીર્થકરના ઉદ્દેશ વચનને નમસ્કાર કરીએ છીએ. ૫. અનંત અવ્યાબાધ સુખમય પરમપદતેની પ્રાપ્તિને અર્થે ભગવાન સર્વશે નિરૂપણ કરેલો “મોક્ષ સિદ્ધાંત તે ભગવાનને પરમ ભક્તિથી નમસ્કાર! ૬. જે દેહધારી સર્વઅજ્ઞાન અને સર્વ કષાય રહિત થયા છે, તે દેહધારી મહાત્માને ત્રિકાળ પરમ ભક્તિથી નમસ્કાર હો! નમસ્કાર હો!તે મહાત્મા વર્તે છે તે દેહને, તે ભૂમિને, તે ઘરને, તે માર્ગને, આસનાદિ સર્વને નમસ્કાર હો! નમસ્કાર હો! ૭. દેહ છતાં જેની દશા, વતે દેહાતીત; તે જ્ઞાનીના ચરણમાં, હો વંદન અગણિત. ૮. પરમ પુરુષ પ્રભુ સરુ, પરમ શાન સુખધામ; જેણે આખું ભાન નિજ, તેને સદા પ્રણામ ! વિભાગ ૨ : ઉપસંહારઃ વસ્તુવિજ્ઞાન - સાર: ૧. વસ્તુનો સ્વભાવ ધર્મ છે, તે સમ્યકત્વપૂર્વક જ થાય છે. ૨. જૈન દર્શન વસ્તુના સ્વભાવનું યથાર્થ પ્રતિપાદન કરે છે. ૩. વસ્તુ સ્થિતિ એવી છે કે જરાય વિપર્યાસની વિદ્યમાનતામાં સમત્વની પ્રાપ્તિ નિતાંત અસંભવ છે. વિપર્યાસના અસંખ્ય પ્રકાર છે જેને બે ભાગમાં સમાહિત કરી શકાય. ૧) સમજણ સંબંધીત ૨) અનુભવ સંબંધીત. સમજણ સંબંધીત વિપર્યાસ યથાર્થ સમજણથી અને અનુભવ વિપર્યાસ અનુભવથી દૂર થાય છે. માટે સર્વ પ્રથમ આત્માર્થી મુમુક્ષુને પોતાની સર્વ શક્તિ બધા જ પ્રકારના વિપર્યાસોને ટાળવામાં લગાવવી શ્રેયકર છે. ૪. આ માટે નીચેના વિષયોનું વિજ્ઞાન વીતરાગ પ્રભુએ જે પ્રમાણે બતાવ્યું છે એ સમજવું જરૂરી છે. ૫. વિષયો: ૧) વિશ્વ વ્યવસ્થા ૨) વસ્તુ વ્યવસ્થા

Loading...

Page Navigation
1 ... 603 604 605 606 607 608 609 610 611 612 613 614 615 616 617 618 619 620 621 622 623 624 625 626