Book Title: Samyag Darshan
Author(s): Ramniklal Savla
Publisher: Ramniklal Savla

View full book text
Previous | Next

Page 603
________________ ૫૮૧ ૩. જાગી રે જાગી, સ્વાનુભૂતિ મુજ આત્મામાં (ભાવના) : ૧. “અહો મારું તત્વ મળ્યું મુજ અંતરે, હું જ સ્વયં છું, નિજનંદપદધામ જો. સ્વયં સુખી ને તૃતપણે હું વર્તતો, દીસે નહીં કો અવર મુજ આરામ જો... જાગીરે જગી સ્વાનુભૂતિ મુજ આત્મામાં.” ૨. “અહો મારું તત્વ મુજને મળ્યું. આ તત્વ પ્રાપ્ત થતાં અતીન્દ્રિય આનંદના વાજા વાગ્યા. અહીં ! આવો આનંદ જે પૂર્વે કદી અનુભૂતિમાં નહિ આવેલો એવો આનંદ સ્વરૂપે મારો પોતાનો આત્મા જ પરિણમનરૂપ થઈ ગયો. ૩. હું પોતે જ મારા નિજાનંદ પદનું ધામ છું એમ - પોતે પોતાને સ્વયં અનુભવવા લાગ્યો. ૪. હું પોતે સ્વયં સુખી, સુખ એટલે જ હું જ. આત્માથી કોઈ જુદું સુખ નથી. આમ સ્વયં પોતે પોતાને સુખી દેખી-અનુભવીને પોતામાં તૃત થયો કે અહો ! જે કાંઈ છું તે હું મારામાં જ છું, જે કાંઈ જોઈએ, જેમને ઈઝ, સુખ-શાંતિ એ બધું હું જ છું એટલે પરમ તૃમિ થઈ ૫. કોઈ અસંતોષ ન રહ્યો કે હવે મારે કાંઈ પ્રાપ્ત કરવાનું બાકી રહ્યું; મારું આટલું મજાનું ચૈતન્યતત્ત્વ એ જ એક પોતાનો આરામ, એ જ આનંદથી ખીલેલો બગીચો, એ જ અનંત સુણોના રીતન્યભાવોથી ભરેલું વિશ્રામનું સ્થાન. પોતામાં જ પોતે સ્થિર થઈને રહી ગયો કે વાહ ! બા મારું ઘર ! આ મારું રહેવાનું સ્થાન ! ૬. ગમે ત્યાં હોઉં- જગતના બાહ્ય ક્ષેત્રમાં, પણ મારું રહેવાનું સ્થાન તો મારો ચૈતન્ય બાત્મા જ છે; એમાં જ હું સદાકાળ રહીશ. એનાથી બહાર જગતમાં ક્યાંય બીજા કોઈ ક્ષેત્ર, કોઈ સ્થાન, કોઈ ભાવ - એ મારા આત્મા માટે આરામનું સ્થાન છે નહિ- એમ સ્વયં પોતે પોતામાં આરામ લઉં એવું મારું સ્વતન્ત કોઈ પરમ અદ્ભુત, અનુભૂતિમાં પ્રાપ્ત થયું. ૭. જે સર્વજ્ઞ ભગવાનના વીતરાગી શાસનમાં એના પ્રતાપે આત્મપ્રાપ્ત થઈ તેને ત્રિકાળ વંદન! ૮. અહો ! અહો! શ્રી સદગુરુ! કરુણા સિધુ અપાર; આ પામર પર પ્રભુ કર્યો અહો ! અહો ઉપકાર! શું પ્રભુ ચરણ કને ધરું, આત્માથી સૌ હીન; તે તો પ્રભુએ આપિઓ, વતું ચરણાધીન. આ દેહાદિ આજથી, વર્તે પ્રભુ આધીન; દાસ, દાસ હું દાસ છું, તેહ પ્રભુનો દીન. દેહ છતાં જેની દશા વર્તે દેહાતીત, તે જ્ઞાનીના ચરણમાં હો વંદન અગણિત. ૪. સ્વાનુભવ : ૧. અહા ! આ ચૈતન્યપ્રભુની સાથે મારી મિત્રતા દૃઢ થતાં હવે મારા જીવનમાં વૈરાગ્ય અને જ્ઞાનનો અભ્યાસ ઘણો જ વધતો જાય છે. ૨. હવે વિશ્વાસપૂર્વક હું ખાન-પાન, હરવું-ફરવું વગેરે સર્વ પ્રકારના રાગનો રસ તોડતો જાઉં છું.

Loading...

Page Navigation
1 ... 601 602 603 604 605 606 607 608 609 610 611 612 613 614 615 616 617 618 619 620 621 622 623 624 625 626