________________
૨૯૯ ૧૨. અનાદિથી સત્ વસ્તુ આવી જ છે. ભગવાન! માનવું કઠણ પડે પણ માનવું પડશે. વસ્તુની સ્થિતિ
જ આવી છે. દ્રવ્ય અહેતુક, ગુણ અહેતુક, પર્યાય અહેતુક, પર્યાય જે સત્ સ્વભાવ છે તે સ્વતંત્ર અને નિરપેક્ષ છે. અપેક્ષાથી કથન કરવામાં આવે છે કે પર્યાયને દ્રવ્ય ઉપાદેય છે. ફક્ત પર્યાય દ્રવ્ય બાજુ ઢળી એટલે આશ્રય લીધો, અભેદ થઈ એમ કહેવામાં આવે છે. આવું સ્વતંત્ર સ્વરૂપ છે,
ભગવાન ! એને ઓછું, અધિક કે વિપરીત કરવા જશે તો મિથ્યાત્વનું શલ્ય થશે. ૧૩. અનુભૂતિની પર્યાયમાં ત્રિકાળી આત્મા જણાય છે. અનિત્ય એવી અનુભૂતિની પર્યાય નિત્યને જાણે
છે. જાણનાર જ્ઞાનની પર્યાય છે, પણ જાણે છે દ્રવ્યને. અનુભૂતિની પર્યાયને આશ્રય દ્રવ્યનો છે. (અનુભૂતિની પર્યાયનું વલણ દ્રવ્ય તરફ છે.) પર્યાયને પર્યાયનો આશ્રય નથી. કાર્ય પર્યાયમાં થાય છે, પણ તે કાર્યમાં કારણ ત્રિકાળી વસ્તુ છે. કાર્યમાં કારણનું જ્ઞાન થાય છે. ભાઈ ! આ તો બધા
મંત્રો છે. ૧૪. ખરેખર ધ્રુવ તો અક્રિય છે. ધ્રુવને પર્યાય જાણે છે. પર્યાય દ્રવ્યનો આશ્રય લે છે. એટલે કે પર્યાય દ્રવ્યને
જાણે છે તેથી પોતે પોતાને જાણે છે - સ્વાનુભૂતિથી પ્રકાશે છે. ૧૫. આત્મામાં અનંત શક્તિઓ છે, તેમાં મુખ્ય ૪૭ બતાવી છે. ત્યાં આત્મામાં એક પ્રકાશ” નામની
શક્તિ કહી છે. તે વડે તે સ્વસંવેદન પ્રત્યક્ષ થઈ શકે છે, પોતે પોતાથી પ્રત્યક્ષ વેદાય એવો છે. સ્વરૂપ
પ્રત્યક્ષ જ વસ્તુ છે તેથી જ તે પર્યાયમાં પ્રત્યક્ષ થાય છે. ૧૬. જ્ઞાન જ્ઞાનથી જ જાણે છે અને જ્ઞાન જ્ઞાનથી જ જણાય છે. ખરેખર તો જ્ઞાનની પર્યાય તરફ ઢળી
એટલે જ્ઞાન પ્રત્યક્ષ થયું. પ્રત્યક્ષ સ્વાનુભૂતિની દશા પ્રગટ થઈ ગઈ. તે સ્વાનુભૂતિની દશામાં જે જ્ઞાન થયું તે જ્ઞાન જ્ઞાનને (જ્ઞાયકને) જાણે, સાથે અન્યને પણ જાણે. દ્રવ્યમાં સ્વ-પરને જાણવાની શક્તિ
છે, તે જાણવાનું કાર્ય તો પ્રગટ પર્યાયમાં જ થાય છે. ૧૭. ચૈતન્ય જેનો સ્વભાવ છે એવી સ્વભાવવાન ભાવસ્વરૂપ વસ્તુ - આત્મા તે સ્વાનુભૂતિથી જણાય
છે. આત્મા પ્રાપ્ત કરવાનું સાધન એટલે કે અનુભૂતિ તે એક જ ઉપાય -સાધન છે. સુખની માત્ર
અનુભૂતિ જ થઈ શકે છે. ૧૮. અહાહા..! આત્માની જ્ઞાન પર્યાયની એક સમયમાં જાણવાની તાકાત કેટલી ! પોતાના બધા ભાવ
અને પરના બધા ભાવને એકસમયમાં જાણે તેવી તેની યોગ્યતા છે. આને મોક્ષ તત્વ અથવા કેવળજ્ઞાન તત્ત્વ કહીએ. એ પર્યાયનું સામર્થ્ય પણ અભૂત છે, તો પછી દ્રવ્યના સામર્થનું તો શું કહેવું? આવી
મહાન સર્વજ્ઞ સત્તા છે. ૧૯. અરેરે ! અનાદિથી જન્મ-મરણ કરીને ભાઈ તું દુઃખી છે. સંસારમાં ગરીબ થઈને ભટકતો - રાંકો
થઈને રખડે છે. પોતાની બાદશાહી શક્તિની ખબર નથી. પોતે બાદશાહ ? હા ભાઈ ! ભગવાન પૂર્ણાનંદનો નાથ બાદશાહ છે. તે બાદશાહનો જે સ્વીકાર કરે તેને સ્વતંત્ર અતીન્દ્રિય સુખસ્વરૂપ