________________
૪૪૪
૧૦. ૧) કારણ વિપરીતતા ઃ મૂળ કારણને ન ઓળખે અને અન્યથા કારણ માને તે કારણ વિપરીતતા. ૨) સ્વરૂપ વિપરીતતા : જેને જાણે છે તેના મૂળભૂત સ્વરૂપને ન ઓળખે અને અન્યથા સ્વરૂપને માને છે.
૩) ભેદાભેદ વિપરીતતા : જેને તે જાણે છે તેને ‘એ આનાથી ભિન્ન છે’ અને ‘એ આનાથી અભિન્ન છે’ એમ યથાર્થ ન ઓળખતાં અન્યથા ભિન્ન-અભિન્નપણું માને તે ભેદાભેદ વિપરીતતા છે.
ન
૧૧. એ
ત્રણ વિપરીતતા ટાળવાનો ઉપાય ઃ સાચા ધર્મની તો એવી પરિપાટી છે કે પહેલાં જીવ સમ્યક્ત્વ પ્રગટ કરે પછી વ્રતરૂપ શુભભાવ હોય. હવે સમ્યક્ત્વ તો સ્વ અને પરનું શ્રદ્ધાન થતાં થાય છે; તથા તે શ્રઘ્ધાન દ્રવ્યાનુયોગ (અધ્યાત્મશાસ્ત્રો)નો અભ્યાસ કરવાથી થાય છે, માટે પહેલાં જીવે દ્રવ્યાનુયોગ અનુસાર શ્રદ્ધા કરી સમ્યગ્દષ્ટિ થવું અને ત્યાર પછી પોતે ચરણાનુયોગ અનુસાર સાચા વ્રતાદિક ધારણ કરી વ્રતી થવું. આ પ્રમાણે મુખ્યપણે તો નીચલી દશામાં જ દ્રવ્યાનુયોગ કાર્યકારી છે. ૧૧ યથાર્થ અભ્યાસને પરિણામે વિપરીતતા ટળતાં નીચે પ્રમાણે યથાર્થપણે માને છે ઃ
૧. એક દ્રવ્ય, તેના ગુણ કે પર્યાય બીજા દ્રવ્ય, તેના ગુણ કે પર્યાયમાં કાંઈ પણ કરી શકતા નથી. દરેક દ્રવ્ય પોતપોતાના કારણે પોતાનો પર્યાય ધારણ કરે છે. વિકારી અવસ્થા વખતે પરદ્રવ્ય નિમિત્તરૂપ એટલે કે હાજર હોય ખરું પણ તે કોઈ બીજા દ્રવ્યમાં વિક્રિયા(કાંઈ પણ) કરી શકતું નથી. દરેક દ્રવ્યમાં અગુરુલઘુત્વ નામનો સામાન્ય ગુણ છે તેથી તે દ્રવ્ય બીજારૂપ થતું નથી, એક ગુણ બીજારૂપ થતો નથી અને એક પર્યાય બીજારૂપ થતો નથી. એક દ્રવ્યના ગુણ કે પર્યાય તે તે દ્રવ્યથી છૂટા પડી શકતા કે નથી; હવે તે પ્રમાણે પોતાના ક્ષેત્રથી છૂટા પડે નહિ અને પરદ્રવ્યમાં જાય નહિ તો પછી તેને શું કરી શકે ? કાંઈ જ ન કરી શકે. એક દ્રવ્ય, ગુણ કે પર્યાય બીજા દ્રવ્યના પર્યાયમાં કારણ થાય નહિ, તેમ તે બીજાનું કાર્ય થાય નહિ એવી અકારણકાર્યત્વ શક્તિ દરેક દ્રવ્યમાં રહેલી છે; આ રીતે કારણ વિપરીતતા ટળે છે.
૨. દરેક દ્રવ્ય સ્વતંત્ર છે. જીવદ્રવ્ય ચેતના ગુણસ્વરૂપ છે; પુદ્ગલ દ્રવ્ય સ્પર્શ, રસ, ગંધ અને વર્ણસ્વરૂપ છે. જીવ પોતે, ‘હું પરનું કરી શકું, પર મારું કરી શકે અને શુભ વિકલ્પથી લાભ થાય’ એવી ઊંધી પકડ કરે ત્યાં સુધી તેનો અજ્ઞાનરૂપ પર્યાય થાય છે. જીવ યથાર્થ સમજે એટલે કે સત્ સમજે ત્યારે સાચી માન્યતાપૂર્વક તેને સાચું જ્ઞાન થાય છે, તેના પરિણામે ક્રમે ક્રમે શુદ્ધતા વધી સંપૂર્ણ વીતરાગતા પ્રગટે છે. બીજાં ચાર દ્રવ્યો (ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશ અને કાળ) અરૂપી છે. તેને કદી અશુઘ્ધ અવસ્થા હોતી નથી. આ પ્રમાણે સમજતાં સ્વરૂપ વિપરીતતા ટળે છે.
૩. પરદ્રવ્યો, જડકર્મ અને શરીરથી જીવ ત્રણે કાળે ભિન્ન છે; એક ક્ષેત્રાવગાહ સંબંધે રહે ત્યારે પણ જીવ સાથે એક થઈ શકતા નથી. એક દ્રવ્યના દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ બીજા દ્રવ્યમાં નાસ્તિરૂપે છે, કેમ કે બીજા દ્રવ્યથી તે દ્રવ્ય ચારે પ્રકારે ભિન્ન છે. દરેક દ્રવ્ય પોતે પોતાના ગુણથી અભિન્ન છે, કેમ કે તેનાથી કદી તે દ્રવ્ય જુદું થઈ શકતું નથી; આ પ્રમાણે સમજતાં ભેદાભેદ વિપરીતતા ટળે છે.