________________
પS
પ્ર. ૫ : એ બધો અભ્યાસ તો વિકલ્પરૂપ શુભ ભાવ છે તો પછી અનુભવ માટે તો અકિંચિત્કર છે ને? ઉ. ૫: ભલે અનુભવ અને સમ્યગ્દર્શન એક જ્ઞાયક ભગવાન આત્માના લક્ષે જ થાય છે એ વાત તો સ ચી જ, તો પણ સ્વાધ્યાય, શ્રવણ, સત્સમાગમ આદિનો વિકલ્પ આવે જ, તેમાં પરલક્ષી જ્ઞાન નિર્મળ થાય છે. શાસ્ત્રમાં અનેક ઠેકાણે એવો ઉપદેશ છે કે ગુરુગમે આગમનો અભ્યાસ કરવો, સ્વના લસે આગમનો અભ્યાસ કરવો. જેને આત્મા જોઈતો હોય તેને આત્મા બતાવનાર એવા સાચા દેવગુરુ-શાસ્ત્રના સમાગમનો વિકલ્પ આવે જ. આ આત્માનુભૂતિ જેમણે કરી છે એવા અનુભવીઓએ જેવો આત્માને જાણ્યો છે, અનુભવ્યો છે અને બતાવ્યો છે - એના સ્વરૂપની સમજણ તો પહેલાં મેળવવી જ પડશે. આત્માનો યથાર્થ નિર્ણય કરવા માટે પણ આ સ્વરૂપની સમજણ તો કરવી જ પડશે. આત્મપ્રસિદ્ધિ શાસ્ત્રની પહેલી ગાથામાં શ્રીમદ્દે કહ્યું છે :
“જે સ્વરૂપ સમજ્યા વિના પામો દુઃખ અનંત; સમજાવ્યું તે પદનમું, શ્રી સદ્ગુરુ ભગવંત.” તત્વાર્થસૂત્રમાં અનુભવ પહેલાં આભ્યાસનો ક્રમ આ પ્રમાણે છે. ૯) સાચા દેવ-ગુરૂ-શાસ્ત્રનનું યથાર્થ શ્રદ્ધાન. ૬) સાત તત્ત્વોનું યથાર્થ શ્રદ્ધાન. 3) સ્વ-પરનું ભેદજ્ઞાન. ૪) સ્વનું યથાર્થ શ્રદ્ધાન. પ્ર. ૬ : અંતર્દષ્ટિ કરવાનો ઉપાય શું? 3. ૬ : અંતર્દષ્ટિ કરવાનો ઉપાય સ્વસમ્મુખ થઈને અંતરમાં દષ્ટિ કરવી એ જ છે. સીધો અંતર્મુખ થઈને વસ્તુને પકડે એ ઉપાય છે. પ્ર. ૭ઃ ગુરુ વાણીથી આત્મવસ્તુનો સ્વીકાર કરીએ છીએ છતાં અનુભવ થવામાં શું બાકી રહી જાય છે? ઉ. ૭ઃ ગુરુ વાણીથી કે શાસ્ત્રથી સ્વીકાર એ તો વિકલ્પથી સ્વીકાર કરવો તે ખરો સ્વીકાર નથી. પોતાના ભાવથી - પોતાના જ્ઞાનથી - પોતાના આત્માથી સ્વીકાર થવો જોઈએ. આચાર્યોએ એમ કહ્યું છે કે અમે જે કહીએ છીએ તે તું તારા સ્વાનુભવથી પ્રમાણ કરજે. પોતાના અંતરથી સાચો નિર્ણય કરે તેને અનુભવ થાય જ. પ્ર. ૮: આત્માની કેવી લગની લાગે તો અનુભવ થાય? ઉ. ૮ : જ્ઞાયક..જ્ઞાયક...શાયકની લગની લાગવી જોઈએ. જ્ઞાયકની ધૂન લાગે તો છ માસમાં કાર્ય થઈ જાય અને ઉત્કૃષ્ટ લગની લાગે તો અંતર્મુહૂર્તમાં (બે ઘડીમાં) થઈ જાય. ધ્રુવ ધામના ધ્યેયના