Book Title: Samyag Darshan
Author(s): Ramniklal Savla
Publisher: Ramniklal Savla

View full book text
Previous | Next

Page 582
________________ ૫૬૦ આ કાર્ય પણ પર્યાયગત યોગ્યતાના સદ્ભાવમાં સહજ ભાવથી સંપન્ન થાય છે; એના માટે આકુળીત થવાથી કોઈ કાર્ય થતું નથી. પ્રત્યેક કાર્ય સ્વસમયમાં સ્વયંની યોગ્યતારૂપ ઉપાદાનકારણથી જ સંપન્ન થાય છે અને જ્યારે કાર્ય થાય છે તો તેને અનુકૂળ નિમિત્ત પણ હોય છે, એને શોધવા જવા પડતા નથી. આ પ્રમાણે નિમિત્ત-ઉપાદાનની સંધિનું સમ્યજ્ઞાન થવાથી દષ્ટિ પરપદાર્થો પરથી હટીને દ્રવ્યસ્વભાવ પર દૃષ્ટિ કરતાં આત્માનુભૂતિ થાય છે. આ સમ્યગ્દર્શન પ્રગટ થવામાં હંમેશા ગુરુની દેશના પ્રેરક નિમિત્ત છે અને તે નિમિત્ત માટે આકુળ થવાની જરૂર નથી કારણ કે કાર્ય થવાનું હોય તો ત્યારે નિમિત્ત હાજર જ હોય છે પણ નિમિત્ત કાંઈ કરતું નથી. પ્ર. ૬ : તો પછી જે આત્મકલ્યાણના કાર્યમાં નિમિત્ત છે એવા સત્પુરુષ, ગુરુ, સત્સંગ શોધવાની જરૂર નથી ? ઉ. ૬ : સત્પુરુષ અને સત્સમાગમની વાત બરાબર છે પરંતુ બધું જ એનાથી કાંઈ થઈ જવાનું નથી. સત્પુરુષ, ગુરુ, સત્યમાગમ, દેશના નિમિત્તમાત્ર છે. જ્યાં સુધી આપણી અંદર તૈયારી થઈ નથી, ઉપાદાનગત યોગ્યતા પાકી નથી, દષ્ટિ સ્વભાવ સમક્ષ ગઈ નથી, ત્યાં સુધી આત્મકલ્યાણનો માર્ગ પ્રગટ થવાનો નથી. જીવનભર સત્સમાગમ અને ગુરુની સેવા કરી પણ આત્મલાભની પ્રાપ્તિ ન થઈ એનું એકમાત્ર કારણ એ છે કે એમની દૃષ્ટિ એમના પર જ રહી, સ્વભાવ સન્મુખ ન થઈ. પોતાના આત્માનો, પોતાના સર્વજ્ઞ સ્વભાવનો મહિમા ન આવ્યો, પોતાના આત્માનો આશ્રય ન કર્યો. જેનું જેટલું મહત્ત્વ છે એ અવશ્ય સ્વીકારવું જોઈએ પણ એ પણ ધ્યાન રાખવાની જરૂર છે કે જે પ્રમાણે સત્સમાગમ અને સત્પુરુષનો અસ્વીકાર કરવામાં હાની છે તેનાથી વધુ હાની એની આવશ્યતાથી અધિક મહત્ત્વ આપવામાં છે. વાસ્તવિક સત્ તો આપણો ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મા જ છે, તેના સમાગમમાં જ સત્નો લાભ થવાનો છે. એની સંગતિ જ વાસ્તવિક સત્સંગતિ છે. આપણી શ્રદ્ધાનો શ્રદ્ધેય (દૃષ્ટિનો વિષય), જ્ઞાનનો શેય, ધ્યાનનો ધ્યેય તો ત્રિકાળી સત્ નિજ ભગવાન આત્મા જ બનવો જોઈએ. ‘સહજ આત્મસ્વરૂપ પરમ ગુરુ.’ નિશ્ચય સત્સંગ તો ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્માના જ્ઞાન, શ્રદ્ધાન અને ધ્યાનનું નામ છે. આત્માનું સ્વરૂપ બતાવનાર, આત્મઅનુભવની પ્રેરણા આપનાર, આત્માનુભવી પુરુષોનો સમાગમ, એમની પાસેથી ત્રિકાળી ભગવાન આત્માનું સ્વરૂપ સાંભળવાથી એને વ્યવહારથી સત્સંગ કહે છે જ્યારે નિશ્ચયથી તો સ્વયં ત્રિકાળી ભગવાન આત્મા જ ઉપાદેય છે. મુક્તિના માર્ગ પર ચાલવાની ક્રિયા સ્વાધીન ક્રિયા છે, એટલે તે ઉપાદાનના આશ્રયથી જ સંપન્ન થાય છે, નિમિત્તના આશ્રયથી નહિ. સાચા દેવ-ગુરુ-શાસ્ત્ર આ કાર્યમાં નિમિત્તમાત્ર છે. એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ કરતું નથી. અનુભૂતિ સ્વયં પોતે જ પોતાના કારકોથી કરવાની છે. ભગવાન આત્માને ધ્યેય બનાવવાવાળી ધ્યાનપર્યાય, એને શેય બનાવવાવાળી જ્ઞાન પર્યાય, એમાં અહંપણુ સ્થપિત કરવાવાળી શ્રદ્ધાનપર્યાય-ક્ષણિક ઉપાદાન છે અને ત્રિકાળી ઉપાદાન તો પ્રત્યેક વ્યક્તિનું સ્વયંનું ત્રિકાળી નિજ

Loading...

Page Navigation
1 ... 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598 599 600 601 602 603 604 605 606 607 608 609 610 611 612 613 614 615 616 617 618 619 620 621 622 623 624 625 626