________________
પ૬૭ ૬) ગતિમાનાદિ નિમિત્તોને (વ્યવહાર નય) નિમિત્તકર્તા-હેતુકર્તા કહેવામાં આવે છે. બીજા નિમિત્તોથી તેનો પ્રકાર જુદો બતાવવા માટે તેમ કહેવામાં આવે છે. પણ તે નિમિત્ત ઉપાદાનનું કાંઈ પણ કામ ખરેખર કરે છે એવું જ્ઞાન કરાવવા માટે નથી. સર્વ પ્રકારના નિમિત્તો ઉપાદાન પ્રત્યે ધર્માસ્તિકાયવત્ ઉદાસીન કારણો છે. ૭) જીવ-પુદ્ગલ ગતિ કરે ત્યારે ધર્માસ્તિકાયની ઉપસ્થિતિ ન હોય એમ બને નહિ; તેમ જ્યારે ક્ષણિક ઉપાદાન કાર્ય માટે તૈયાર હોય ત્યારે અનુકૂળ નિમિત્ત ઉપસ્થિત ન હોય એમ બને નહિ. ૮) નિમિત્તકારણ ઉપાદાનકારણ પ્રત્યે નિશ્ચયે (ખરેખર) અકિંચિત્કર (કાંઈ નહિ કરનારું) છે તેથી જ તેને નિમિત્તમાત્ર, બલાધાનમાત્ર, સહાયમાત્ર, અહેસુવતું એવા શબ્દોથી સંબોધવામાં આવે છે. ૯) નિમિત્ત એમ જાહેર કરે છે કે ઉપાદાનનું કાંઈ કાર્ય મેં કર્યું નથી; મારામાં તેનું કાર્ય કરવાની શક્તિ નથી; પણ તે કાર્ય ઉપાદાને એકલાએ કર્યું છે. ૧૦) નિમિત્ત-વ્યવહાર અને પરદ્રવ્ય છે ખરા; પણ તે આશ્રય કરવા યોગ્ય નથી તેથી તે હેય છે. ૧૧) જેટલા કાર્યો છે તેટલા નિમિત્તોના સ્વભાવભેદ છે, પણ એકેય સ્વભાવભેદ એવો નથી કે જે પરનુંઉપાદાનનું કાંઈ કાર્ય ખરેખર કરે. ૧૨) કોઈ વખતે ઉપાદાનકારણ નિમિત્તમાં અતિશય ધરી દે છે અને કોઈ વખત નિમિત્તકારણ ઉપાદાનમાં બલાત્કારથી નાના ચમત્કાર ઘુસાડી દે છે - એવી માન્યતા જુઠી છે. તે બે દ્રવ્યોની એકતા બુદ્ધિ બતાવે છે. નિમિત્તકારણ માટે પાંચમી વિભક્તિ વાપરવામાં આવે છે તેથી તે આરોપિતકારણ મટી નિશ્ચય કારણ થઈ જતું નથી. નિમિત્તકારણ થવા માટે પરિશ્રમ, તીવ્રયાતનાકે ઘોર તપસ્યા કરવી પડે છે - એ માન્યતા જૂઠી
૧૩) કાર્યની ઉત્પત્તિ વખતે ઉપાદાન અને નિમિત્ત બન્ને અવિકલ કારણ હોય છે; એવી વસ્તુસ્વભાવની સ્થિતિ છે. ૧૪) પૃથ્વી, જલ, તેજ અને વાયુ - એ નિમિત્તોથી ચૈતન્ય ઉત્પન્ન થાય છે - એમ માનનારને શ્રી આચાર્ય કહે છે કે ઉપાદાન વિના કોઈ કાર્ય ઉપજતું નથી. ૧૫) છ યે દ્રવ્યોમાં અનાદિ-અનંત પ્રત્યેક સમયે કાર્ય થયા જ કરે છે; કોઈ પણ સમય કોઈપણ દ્રવ્યમાં કાર્ય વિનાનો હોતો નથી, અને તે પ્રત્યેક કાર્ય વખતે ઉપાદાનકારણ અને નિમિત્તકારણ બન્ને સુનિશ્ચિતપણે હોય છે. ન હોય તેમ કદી બનતું નથી ૧૬) ઉપાદાનકારણ હોય અને ગમે તેવું નિમિત્તકારણ હોય - એમ માને તે પણ મિથ્થામતિ છે, કેમ કે ઉપાદાનને અનુકૂળ જ ઉચિત નિમિત્તકારણ હોય છે. ૧૭) નિમિત્તકારણ આવે તો જ ઉપાદાનમાં કાર્ય થાય એવી માન્યતા પણ જૂઠી છે, કેમ કે દરેક ક્ષણિક ઉપાદાનકારણ વખતે નિમિત્તકારણ હોય જ છે.