________________
૫૭૭ માનતો ન હોવાથી તે પરદ્રવ્યો ધમને બંધનું કારણ થતાં નથી અને એક રાણીવાળો રાજા હોય કે રાણીઓ ત્યાગીને દ્રવ્યલિંગી મુનિ થયો હોય પણ પરદ્રવ્યોમાં સ્વામીપણું માનનારને મિથ્યાત્વના પાપનો મહાન બંધ થાય છે. અંદરમાં રાગમાં એકત્વબુદ્ધિ પડી છે તે જ બંધનું કારણ છે. સંયોગ વધારે ઓછા આવે તો તે તેના કારણે આવે છે આત્મા તેનો કર્તા નથી. પૂર્વ પુણ્યના કારણે સંયોગો ઘણા આવે પણ તે બંધનું કારણ નથી. પરદ્રવ્યોનો સંયોગ ઘણો હોવા છતાં તેનાથી બંધ નથી, તેમ કહીને પરદ્રવ્યથી બંધ થવાની શંકા છોડાવી છે, પણ સ્વચ્છંદી થવા માટે કહ્યું નથી. અહીં તો દષ્ટિ અને દષ્ટિના વિષયની વિશેષતા બતાવી છે. ઘણો સંયોગ હોય તેથી નુકસાન છે અને સંયોગ છૂટી ગયો માટે ધર્મનો લાભ થાય છે એમ નથી. પ્ર. ૧૩: ધર્મી સાધક જીવ રાગનો વેદક છે કે જ્ઞાતા છે? ઉ. ૧૩ સાધક જીવનું જ્ઞાન રાગમાં જાય છે તે દુઃખને વેદે છે, જ્ઞાન જ્ઞાનમાં રહે છે તે સુખને વેદે છે. પ્ર. ૧૪જ્ઞાનીને દુઃખ જણાય છે કે વેદાય છે? ઉ. ૧૪: જ્ઞાનીને દુઃખ જણાય છે અને વેદાય પણ છે. જેમ આનંદનું વેદન છે તેમ જેટલું દુઃખ છે એટલું દુઃખનું વેદન પણ છે. પ્ર. ૧૫ઃ સમ્યગ્દષ્ટિને ત્રણ કષાય વિદ્યમાન છે તેને સ્વર્ગમાં દુ ખ વિશેષ છે કે નરકમાં દુઃખ વિશેષ છે? ઉ. ૧૫: ખરેખર તો સ્વર્ગ-નરકના સંયોગનું દુઃખ નથી પણ પોતાના પરિણામ કષાયમાં જોડાય છે તેનું દુઃખ છે. નરક વધુ દુઃખનું કારણ છે એમ નથી પણ પ્રતિકૂળતામાં તીવ્ર જોડાણ થાય છે તેનું વિશેષ દુઃખ છે. જેટલું પરમાં લક્ષ જાય એટલું દુઃખ છે. તે દુઃખના પરિણામ સંયોગને લઈને થયા નથી પણ પોતાથી જ થયા છે. પ્ર. ૧૬ઃ તત્ત્વાર્થ શ્રદ્ધાનને સમ્યક કહ્યું છે ચારિત્રને કહ્યું નથી? ઉ. ૧૬ : ચારિત્રની પર્યાય પાંચમા-છઠ્ઠા ગુણસ્થાનેથી મુખ પણ ગણાય છે, ચોથાવાળાને સ્વરૂપ આચરણ પ્રગટ થયું છે. પ્ર. ૧૭ : ચોથા ગુણસ્થાને અનુભવ હોય કે એકલી શ્રવા હોય? ઉ. ૧૭ઃ ચોથા ગુણસ્થાને આનંદના અનુભવ સહિત શ્રદ્ધાન હોય છે. પ્ર. ૧૮ઃ તત્વ ચર્ચા-સ્વાધ્યાયમાં રહેનાર સર્વાર્થસિદ્ધિના દેવો કરતા પાંચમાં ગુણસ્થાનવાળા પશુને શાંતિ વિશેષ હોય ? ઉ. ૧૮: પાંચમા ગુણસ્થાનવાળા પશુને બે કષાયનો અભાવ હોવાથી ચોથાવાળા દેવો કરતાં શાંતિ વિશેષ હોય છે. ચોથાવાળા દેવ શુભમાં હોય છતાં શાંતિ હોય છે અને પાંચમાવાળા પશુ કે મનુષ્ય અશુભમાં હોય છતાં તેને શાંતિ વિશેષ છે.