Book Title: Samyag Darshan
Author(s): Ramniklal Savla
Publisher: Ramniklal Savla

View full book text
Previous | Next

Page 597
________________ ૫૭૫ પ્ર. ૫ઃ ઉપશમ સમ્યકત્વથઈને છૂટી જાય ને મિથ્યાત્વમાં આવી જાય તેને ખ્યાલમાં આવે કે મને સમ્યકત્વ થયું હતું? ઉ. ૫? હા, સમ્યકત્વ છૂટી જાય પછી થોડો વખત ખ્યાલમાં રહે. પછી લાંબો વખત થાય તો ભૂલી જાય. પ્ર. ૬ઃ ઉપયોગ પર વડે હણાતો નથી - એનો અર્થ શું? ઉ.: પ્રવચનસાર ગાથા ૧૭રમાં અલિંગગ્રહણના ૯માં બોલમાં ઉપયોગ પર વડે હણાતો નથી એમ વાત આવી. તેમાં પર વડે તો ઉપયોગનું હરણ અર્થાત્ નાશ થતો નથી, પણ મુનિને ચારિત્રદશા હોય ને પછી તે સ્વર્ગમાં જાય છે ત્યાં ચારિત્રદશા નાશ પામે છે તો પણ સ્વના લક્ષે જે ઉપયોગ થયો છે તે નાશ પામતો નથી, હણાતો નથી. સ્વના લક્ષે ઉપયોગ થયો છે તે તો અપ્રતિહત થયો છે. નાશ પામતો નથી. પ્ર. ૭: ધર્મ શું છે? અર્થાત્ સાક્ષાત્ મોક્ષમાર્ગ શું છે? ' ઉ. ૭ઃ “જરિતં હજુ પો અથતું ચારિત્ર તે ખરેખર ધર્મ છે, તે જ સાક્ષાત મોક્ષમાર્ગ છે. સ્વભાવમાં એકાગ્રતા-સ્થિરતાને ચારિત્ર કહેવામાં આવે છે. પ્ર. ૮: મુનિરાજ તો પંચ મહાવ્રત પાળે છે, તેને આગ્નવભાવ કેમ કહ્યો છે? તે તો ચારિત્ર છે ને? ઉ. ૮ઃ ધવલામાં આવે છે કે મુનિઓ પંચ મહાવ્રતને ભોગવે છે. પંચ મહાવ્રતને કરે છે કે પાળે છે તેમ નહિ, પણ ભોગવે છે. જેમ જગતના જીવો અશુભ રાગને ભોગવે છે તેમ મુનિઓ શુભ રાગને ભોગવે છે. સમયસાર આદિ અધ્યાત્મ શાસ્ત્રોમાં તો એમ આવે પણ વ્યવહારના ગ્રંથ ધવલામાં પણ મુનિઓ પંચ મહાવ્રતના શુભ રાગને ભોગવે છે એમ કહ્યું છે. શુભ રાગને કરે કે પાળે તેમ નહિ. કામળા-ગાલિચા આદિમાં છાપેલો સિંહ કોઈને મારી શકતો નથી, કહેવા માત્ર સિંહ છે, તેમ અંતર્જલ્પ-બાહ્ય ક્રિયારૂપચારિત્રછે તે કહેવામાત્રચારિત્ર છે, સાચું ચારિત્રનથી, કારણ કે તે આત્મદ્રવ્યના સ્વભાવરૂપ નથી; પુદ્ગલ દ્રવ્યના સ્વભાવરૂપ હોવાથી કર્મના ઉદયનું કારણ છે. ભલે અશુભથી બચવા શુભ હોય છે પરંતુ તે બંધનું જ કારણ છે, મોક્ષનું કારણ નથી. પ્ર.૯ઃ સામાયિક કેટલા પ્રકારની છે? તેમાંથી ચોથે ગુણસ્થાને કઈ કઈ છે? ઉ.૯: ચાર પ્રકારની સામાયિક છે. ૧) જ્ઞાન સામાયિક ૨) દર્શન સામાયિક ૩) દેશવિરતી સામાયિક ૪) સર્વવિરતી સામાયિક. પોતાના પૂર્ણ જ્ઞાનસ્વભાવનો આદરને વિકારનો આદર નહિ તે જ્ઞાનદર્શનરૂપ સામાયિક છે. પહેલાં મિથ્યાત્વને લીધે એમ માનતો કે પુણ્ય સારા અને પાપ ખરાબ, અમુક મને લાભ કરે અને અમુક મને નુકસાન કરે; તેથી શ્રદ્ધા અને જ્ઞાનમાં વિષમભાવ હતો. હવે કોઈ પર મને લાભ-નુકસાન કરનાર નથી, ને પુણ્ય-પાપ બન્ને મારું સ્વરૂપ નથી. એવી સ્વભાવના આશ્રયે સમ્યક શ્રદ્ધા થતાં જ્ઞાનદર્શનમાં સમભાવ પ્રગટ્યો. દયાભાવ હો કે હિંસાભાવ હો, તે મારું સ્વરૂપ નથી, ત્રિકાળ ચૈતન્યભાવ તે હું છું - એમ સ્વભાવની શ્રદ્ધા અને જ્ઞાન કરવા તે શ્રદ્ધા-જ્ઞાનરૂપ સામાયિક છે. આરંભ-પરિગ્રહમાં રહેલા સમ્યગ્દષ્ટિને

Loading...

Page Navigation
1 ... 595 596 597 598 599 600 601 602 603 604 605 606 607 608 609 610 611 612 613 614 615 616 617 618 619 620 621 622 623 624 625 626