Book Title: Samyag Darshan
Author(s): Ramniklal Savla
Publisher: Ramniklal Savla

View full book text
Previous | Next

Page 595
________________ ૫૭૩ તેમનો પરસ્પર અત્યંત અભાવ છે; તેથી કોઈ કોઈના ઉપર જોર ચલાવતું નથી. જીવ જ્યારે વિપરીત પુરુષાર્થ કરે ત્યારે તે પોતાનું વિપરીત વલણ કર્મ તરફ જોડાવાનું કરે છે; તે અપેક્ષાએ કર્મનું જોર આરોપથી કહેવાય છે; અને જ્યારે જીવ પોતાના જ્ઞાયક સ્વભાવમાં સાવધાન થઈ સવળો પુરુષાર્થ કરે છે ત્યારે તે પોતાનું બળ પોતાનામાં વધારતો થઈ, કર્મ તરફનું વલણ ક્રમશઃ છોડતો જાય છે, તેથી જીવ બળવાન થયો એમ કહેવાય છે. દરેક દ્રવ્યનું જોર અને શક્તિ તેના સ્વદ્રવ્યમાં છે. કર્મની શક્તિ જીવમાં જઈ શકે નહિ, તેથી કર્મો જીવને કદી પણ આધીન કરી શકે નહિ. નિમિત્તના બળથી કે પ્રેરણાથી કાર્ય થાય એ વાત બરાબર નથી. જેમ કોઈ પણ કાર્ય અન્યને આધીન નથી, તેમ જ તે કાર્ય અન્યની બુદ્ધિ અથવા પ્રયત્નને પણ આધીન નથી; કારણ કે કાર્ય તો પોતાની પરિણમન શક્તિથી થાય છે. તાત્ત્વવિક દૃષ્ટિએ જોઈએ તો પ્રત્યેક કાર્ય પોતપોતાની યોગ્યતાથી જ થાય છે, કેમ કે અન્વય અને વ્યતિરેક પણ તેમાં તેની સાથે હોય છે; માટે નિમિત્તને કોઈ પણ હાલતમાં પ્રેરક કારણ માનવું ઉચિત નથી. પ્ર. ૧૪ : વ્યાપ્ય-વ્યાપક ભાવ એટલે શું અને તેના વિના કર્તા-કર્મની સ્થિતિ હોઈ શકે ? ઉ. ૧૪ : જે સર્વ અવસ્થાઓમાં વ્યાપે તે વ્યાપક છે અને કોઈ એક અવસ્થાવિશેષ તે (તે વ્યાપકનું) વ્યાપ્ય છે. આમ હોવાથી દ્રવ્ય તો વ્યાપક છે અને પર્યાય વ્યાપ્ય છે, દ્રવ્ય-પર્યાય અભેદરૂપ જ છે. આમ હોઈને દ્રવ્ય પર્યાયમાં વ્યાપે છે અને પર્યાય દ્રવ્ય વડે વ્યાપ્ય થઈ જાય છે. આવું વ્યાપ્ય-વ્યાપકપણું તત્ત્વરૂપમાં જ(અર્થાત્ અભિન્ન સત્તાવાળા પદાર્થમાં જ)હોય. અતસ્વરૂપમાં (અર્થાત્ જેમની સત્તા-સત્ત્વ ભિન્ન ભિન્ન છે એવા પદાર્થોમાં) ન જ હોય. જ્યાં વ્યાપ્ય-વ્યાપક ભાવ હોય ત્યાં જ કર્તા-કર્મભાવ હોય. વ્યાપ્ય-વ્યાપકભાવ વિના ફર્તા-કર્મભાવ ન હોય. આવું જે જાણે તે પુદ્ગલને અને આત્માને કર્તા-કર્મભાવ નથી એમ જાણે છે. આમ જાણતાં તે જ્ઞાની થાય છે અને જ્ઞાતા-દૃષ્ટા જગતનો સાક્ષીભૂત થાય છે. எ વ્યાપ્ય-વ્યાપક ભાવ કે કર્તા-કર્મ ભાવ એક જ પદાર્થમાં લાગુ પડે છે; ભિન્ન ભિન્ન પદાર્થોમાં લાગુ પડતો નથી. ખરેખર કોઈ બીજાનું ભલુ-બુરું કરી શકે, કર્મ જીવને સંસારમાં રખડાવે વગેરે માનવું તે અજ્ઞાનતા છે. નિમિત્ત વિના કાર્ય થાય નહિ, નિમિત્તને પામીને કાર્ય થાય એ કથનો વ્યવહાર નયના કથનો છે માટે અસત્યાર્થ છે, અભૂતાર્થ છે. તેને નિશ્ચય નયનું કથન માનવું તે પણ અજ્ઞાનતા છે. પુદ્ગલ કર્મને અને જીવને વ્યાપ્ય-વ્યાપક ભાવના અભાવને લીધે કર્તા-કર્મપણાની અસિદ્ધિ હોવાથી, જીવ જ પોતે જ અંતર્વ્યાપક થઈને સંસાર અથવા નિઃસંસાર એવા પોતાને કરતો થકો પોતાને એક જ કરતો પ્રતિભાસો પરંતુ અન્યને કરતો ન પ્રતિભાસે.

Loading...

Page Navigation
1 ... 593 594 595 596 597 598 599 600 601 602 603 604 605 606 607 608 609 610 611 612 613 614 615 616 617 618 619 620 621 622 623 624 625 626