________________
પ૭૨ જડ કર્મ સાથે જીવને અનાદિનો સંબંધ છે અને જીવ તેને વશ થાય છે, તેથી વિકાર થાય છે, પણ કર્મના કારણે વિકારભાવ થતો નથી. પ્ર. ૧૦ઃ વિકાર ભાવ અહેતુક છે કે સહેતુક છે? ઉ. ૧૦ઃ નિશ્ચયથી વિકાર ભાવ અહેતુક છે, કેમ કે દરેક દ્રવ્ય પોતાનું પરિણમન સ્વતંત્ર કરે છે, પણ વિકારી પર્યાય વખતે નિમિત્તનો આશ્રય હોય છે તેથી વ્યવહાર નયે સહેતુક છે.
આત્મા સ્વતંત્રપણે વિકાર કરતો હોવાથી તે પોતાનો હેતુ છે તેથી તે અપેક્ષાએ સહેતુક છે અને પર તેનો ખરો હેતુ નથી તેથી તે અપેક્ષાએ અહેતુક છે. પ્ર. ૧૧ઃ વસ્તુનું પ્રત્યેક પરિણમન પોતાની યોગ્યતાનુસાર જ હોય છે એ વાત બરાબર ? ઉ. ૧૧ઃ હા, વાસ્તવમાં કોઈ પણ કાર્ય થવામાં કે બગડવામાં તેની યોગ્યતા જ સાક્ષાત્ સાધક થાય છે.
અહીં એવી શંકા થાય છે કે એ રીતે બાહ્ય નિમિત્તોનું નિરાકરણ જ થઈ જશે. તેનો જવાબ એ છે કે અન્ય જે ગુરુ, શત્રુ વગેરે છે તે પ્રકૃતિ કાર્યના ઉત્પાદનમાં કે વિધ્વંસમાં ફક્ત નિમિત્તમાત્ર છે. ત્યાં યોગ્યતા જ સાક્ષાત્ સાધકપણું છે.
તે વસ્તુમાં રહેલી પરિણમનરૂપ જે યોગ્યતા તે અંતરંગ નિમિત્ત (ઉપાદાનકારણ) છે અને તે પરિણામનો નિશ્ચયકાળ બાહ્ય નિમિત્ત છે.
કોઈ પણ સ્થળે (સર્વત્ર) અંતરંગ કારણથી જ કાર્યની ઉત્પત્તિ થાય છે એવો નિશ્ચય કરવો જોઈએ. પ્ર. ૧૨ આત્મા પોતાની યોગ્યતાથી જ રાગ (વિકાર) કરે છે, એમ માનવાથી તો તે વિકાર આત્માનો સ્વભાવ થઈ જશે, માટે રાગાદિક વિકારને કર્મકૃત માનવા જોઈએ. એ બરાબર છે? ઉ. ૧૨ : વિકાર તે આત્મદ્રવ્યનો ત્રિકાળી સ્વભાવ નથી, પણ ક્ષણિક યોગ્યતારૂપ પર્યાયસ્વભાવ છે. પર્યાયમાં તે પ્રકારનો વિકાર થવાની યોગ્યતા છે માટે પર્યાયમાં એક સમય માટે તે ક્ષણિક વિકાર થાય છે. - વર્તમાન પર્યાયમાં સ્વને ચૂકીને પરદ્રવ્યનું અવલંબન કરવામાં આવે તો પર્યાયમાં નવો નવો વિકાર થાય છે; પણ જો સ્વસમ્મુખતા કરવામાં આવે તો ટળી શકે છે.
જીવ રાગ-દ્વેષરૂપવિકાર, પર્યાયમાં પોતે કરે છે, માટે અશુદ્ધ નિશ્ચયનયથી તે જીવનો છે. સ્વભાવમાં વિકાર નથી. સ્વભાવમાં લીન થતાં તે વિકાર ટળી જાય છે. - વિકારી પર્યાય પોતાની છે માટે નિશ્ચય કહ્યો, પણ વિકાર પોતાનો કાયમી નથી, માટે તે અશુદ્ધ છે. તેથી અશુદ્ધ નિશ્ચય નયથી તે જીવકૃત વિકાર છે એમ કહ્યું. પ્ર. ૧૩: કોઈ વાર જીવની ઉપર જડકર્મનું જોર વધી જાય છે અને કોઈ વાર જડકર્મ ઉપર જીવનું જોર વધી જાય છે - એ બરાબર છે? ઉ. ૧૩: ના, એ માન્યતા યથાર્થ નથી કારણ કે જીવ અને જડ કર્મ એ બે પદાર્થો ત્રિકાળ ભિન્ન ભિન્ન છે,