Book Title: Samyag Darshan
Author(s): Ramniklal Savla
Publisher: Ramniklal Savla

View full book text
Previous | Next

Page 583
________________ ૫૬૧ ભગવાન આત્મા જ છે. ત્યારે યોગ્ય નિમિત્ત અવશ્ય હોય જ છે. મોક્ષમાર્ગની પ્રથમ સીડીજે સમ્યગ્દર્શનરૂપ કાર્ય છે, તેનું ઉપાદાન તો ભગવાન આત્મા અથવા શ્રદ્ધાળુણ જ છે અને નિમિત્ત તરીકે પુરુષનો ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્માનો સ્વરૂપ બતાવનાર ઉપદેશ છે, દેશનાલબ્ધિ છે. દેશનાલબ્ધિને બહિરંગ નિમિત્તના રૂપમાં સ્વીકાર કરવામાં આવ્યો છે. કારણ કે અંતરંગ નિમિત્ત તો દર્શનમોહનો ક્ષય, ક્ષયોપશમ કે ઉપશમ જ છે. વસ્તુતઃ વાત એમ છે કે ઉપાદાન-નિમિત્તનો એક સુમેળ છે. જ્યારે ઉપાદાનની તૈયારી હોય છે અર્થાત્ પર્યાયની યોગ્યતા પાકી ગઈ છે ત્યારે પુરુષનો સમાગમ પણ સહજ પ્રાપ્ત થાય છે, સપુરુષની ખોજ પણ સહજ પ્રાપ્ત થાય છે, કાંઇ પણ કૃત્રિમ નથી હોતું - બધું સહજ છે. સંપૂર્ણ પ્રક્રિયા સહજ છે. ત્રિકાળી સન્ની રુચિમાં પુરુષની ખોજની પ્રક્રિયા સહજ સંપન્ન થાય છે, વ્યગ્રતાથી કાંઈ નથી થતું. આત્મહિતનો માર્ગ તો સહજ જ છે. પુરુષની શોધ પણ સહજ અને ત્રિકાળ ધ્રુવના પ્રતીતિલક્ષ-અનુભૂતિ પણ સહજ, બધું સહજ જ સહજ હોય છે. આજ દિવસ સુધી એક પ્રસંગ એવો નથી બન્યો કે જીવની યોગ્યતા પાકી ગઈ હોય અને પુરુષ ન મળતાં રખડી ગયો હોય. પ્ર. ૭ઃ આ સહજ પ્રક્રિયાનો ક્રમ શું છે? ઉ.૭ : જ્યારે સંસાર સાગરનો કિનારો નજીક આવી ગયો હોય ત્યારે - ૧) સહજ આત્માની રુચિ જાગૃત થઈ જાય છે. ૨) આત્મરુચિ, ભગવાન આત્મા અને આત્મજ્ઞ સપુરુષની શોધ તરફ પુરુષાર્થને પ્રેરીત કરે છે - એવી જિજ્ઞાસા સહજ પ્રાપ્ત હોય છે. ૩) સપુરુષના સમાગમથી આત્મરુચિને અભૂતપૂર્વ બળ પ્રાપ્ત થાય છે. ૪) હવે જે પ્રમાણે આત્માનું સ્વરૂપ જાણ્યું છે, પ્રત્યેક દ્રવ્યની સ્વતંત્રતા જાણી છે, ક્રમબદ્ધ પરિણમન જાયું છે, ઉપાદાનની યોગ્યતા અને નિમિત્તનું સ્વરૂપ જાણું છે, નિશ્ચય-વ્યવહારનું યથાર્થ સ્વરૂપ જાણી, સાત તત્ત્વોનું વિપરીત અભિનિવેશરહિત યથાર્થ શ્રદ્ધાન થયું છે, સ્વ-પરનો વિવેકપૂર્વક ભેદજ્ઞાન થયું છે - એ જીવ અધ્યયન, મનન, ચિંતનની પ્રક્રિયા પરથી વિમુખ થઈ સ્વસમ્મુખ થઈ જાય છે. ૫) રુચિની તીવ્રતા અને પુરુષાર્થની પ્રબળતા સહજ જ દષ્ટિને સ્વભાવ સન્મુખ કરે છે. ૬) જ્ઞાન અને ધ્યાનની પર્યાય પણ આત્મસન્મુખ થાય છે. ૭) આ નિમિત્ત-ઉપાદાનનો સહજ સુમેળ દેશનાલબ્ધિથી કરણલબ્ધિની તરફ ઢળતો થકો સમ્યગ્દર્શન પર્યાય પ્રાપ્ત કરવાની સશક્ત ભૂમિકા તૈયાર કરી દે છે. આ બધું સહજ, તનાવ વગર, સહજ ભાવથી જ ચાલે છે કારણ કે મુક્તિનો માર્ગ શાંતિનો માર્ગ છે, તનાવનો, વ્યગ્રતાનો નહિ.

Loading...

Page Navigation
1 ... 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598 599 600 601 602 603 604 605 606 607 608 609 610 611 612 613 614 615 616 617 618 619 620 621 622 623 624 625 626