________________
૫૬૨ નિમિત્ત પર છે, એના પર દષ્ટિ રાખવાથી દષ્ટિ પરાધીન થાય છે. ત્રિકાળી ઉપાદાનરૂપ નિજ ભગવાન આત્મા “સ્વ” છે એના પર દષ્ટિ રાખવાથી સ્વાધીન થવાય છે. પરાધીનતા એ દુઃખ છે, સ્વાધીનતામાં સુખ છે.
જ્યારે બધા ગુણોની પરિણતિ આત્મસન્મુખ થાય છે, તે સમયે ત્રિકાળી ભગવાન આત્મા જ ધ્યાનનો ધ્યેય હોય છે અને બધા ગુણોની પરિણતિમાં નિર્મળતા પ્રગટે છે. અને અખંડ પિંડ સંપૂર્ણ આત્મા જ સમ્યગ્દષ્ટિ થાય છે. આવી અલૌકિક વિધિની આ વાત છે. પ્ર. ૮ઃ નિમિત્ત-ઉપાદાનની સમજણથી આધ્યાત્મિક સુખ-શાંતિ જ પ્રાપ્ત થાય છે કે લૌકિક દષ્ટિથી પણ કાંઇ લાભ છે? ફક્ત સમય અને શક્તિ બગાડવાના છે? ઉ. ૮ઃ અરે ભાઈ! આધ્યાત્મિક સુખ-શાંતિ સિવાય લૌકિક લાભ પણ બહુ જ છે. લૌકિક શાંતિ પણ પ્રાપ્ત થાય છે, પરંતુ એ સમજ કે આધ્યાત્મિક સુખ-શાંતિ જ સાચી સુખ-શાંતિ છે; લૌકિક સુખ-શાંતિ તો માથા ઉપરથી બોજો ખભા ઉપર ઉતારી નાખવા સમાન છે. આ સાચી શાંતિ છે જ નહિ!
આમાં સમય અને શક્તિ બગાડવાનો પ્રશ્ન જ ક્યાં છે?
આધ્યાત્મિક લોક કાંઈ અલગ નથી હોતા, તેમના ગામ કાંઈ અલગ નથી વસેલા. જે લોકોને સાચું સુખ જોઈએ છે, પોતાના આત્માને જાણવો - ઓળખવો છે, તે આ દિશામાં પ્રયત્નશીલ છે, સક્રિય છે, સજ્જન છે ને બધા જ આધ્યાત્મિક જ છે.
તમે અને અમે સાધારણ નથી, બધા જ આત્માર્થી છીએ. સ્વયં ભગવાન છીએ - ભૂલેલા ભગવાન છીએ - આપણે ભૂલી ગયા છીએ કે આપણે ભગવાન છીએ. સ્વભાવથી તો બધા જ સિદ્ધ સમાન ભગવાન છીએ. પર્યાયમાં અલ્પકાળમાં - બેચાર ભવમાં જ ભગવાન બનવાના છીએ. હીન ભાવના રાખીને - આપણે સાધારણ માણસો છીએ, લૌકિકમાણસો છીએ, સંસારમાં બેઠા છીએ, જવાબદારીઓ છે એ પ્રકારની વાતોથી નિજ ભગવાન આત્માનું અપમાન શું કરવા કરે છે? તું તો ત્રણ લોકનો નાથ ભગવાન આત્મા! અનંત શક્તિઓનો સંગ્રહાલય, અનંત ગુણોનો ગોદામ, જ્ઞાનનો ઘનપિંડ, આનંદનો રસકંદ છે. આવી હીન વાતો તને શોભતી નથી. તું પર્યાયમાં પોતાપણું છોડી - સ્વભાવમાં આવે, ત્યારે જ તારીદીનતા સમાપ્ત થશે. ઉપાદાન પર બળ લગાવ -નિમિત્ત સામેન જો. ઉપાદાન-નિમિત્તની સમજણ પડવાથી અને સ્વમાં ઉપયોગ લગાવવાથી સમય અને શક્તિ વેડફાતા નથી પણ સના માર્ગે છો. અનુકૂળ સંયોગ એ લૌકિક લાભ છે. સ્વયંની ઉપાદાનની યોગ્યતા પ્રમાણે એ પ્રાપ્ત થાય છે. જો આ વાત સમજાશે તો પરાધીનતા દૂર થશે, સદ્ભાવ અને સત્કર્મ કરવાની પ્રેરણા મળશે, બધો જ લાભ છે. પ્ર. ૯ઃ છ કારકનું સ્વરૂપ શું છે? સમ્યગ્દર્શન સાથે એને શું સંબંધ છે? ઉ. ૯ : “આત્મસ્વભાવને પામેલો, સર્વજ્ઞ અને સર્વ (ત્રણ) લોકના અધિપતિઓથી પૂજિત સ્વયમેવ થકો હોવાથી ‘સ્વયંભૂ છે'. નિશ્ચયથી પરની સાથે આત્માને કારકપણાનો સંબંધ નથી જેથી શુદ્ધાત્મ સ્વભાવની પ્રાપ્તિને માટે બાહ્ય સામગ્રી શોધવાની વ્યગ્રતાથી જીવો નકામા પરતંત્ર થાય છે.