________________
૫૩૯
દેવ-શાસ્ત્ર-ગુરુની ભક્તિ, પૂજા, શાસ્ત્ર સ્વાધ્યાય, શાસ્ત્રનું-અગિયાર અંગનું જ્ઞાન, નવ તત્ત્વની ભેદરૂપ શ્રદ્ધા, વ્રત-તપાદિઆચરણ પૂર્વે અનંત વાર કર્યા છે! અરેરે! ખેદ છે કે જે સર્વથા એક જ્ઞાનસ્વરૂપ છે એવા પરમાત્મા તત્ત્વનો જીવે ક્યારેય નિશ્ચયથી આશ્રય લીધો નથી. તે લેવા માટે વ્યવહારનો નિષેધ કરાવે છે. ૭) દેવ-ગુરુ-શાસ્ત્રના દર્શન-પૂજા-ભક્તિ એવો વ્યવહાર - શુભ રાગ ભૂમિકા અનુસાર બધા જીવોને આવે - ભલે તે વ્યવહાર છે તો હેય, પણ તે ભાવ આવે છે, આવ્યા વિના રહેતો નથી. તે જાણેલો પ્રયોજનવાન છે, આદરેલો નહિ. તેને યથાવત્ જાણે નહિ તો મિશ્રાદષ્ટિ છે અને તે વ્યવહારથી ધર્મ થાય એમ માને તો તે પણ મિથ્યાદષ્ટિ છે. ૮) સર્વથા ભિન્નનું જોર આવ્યા પછી કથંચિત ભિન્ન-અભિન્નનું સાચું જ્ઞાન થશે. ૯) સર્વશે વ્યવહાર કહ્યો છે પણ તેમણે એમ કહ્યું છે કે એ વ્યવહારનો તું નિષેધ કરજે. ૧૦) નિશ્ચયાભાસના ભયના કારણે નિશ્ચયના સ્વરૂપ સુધી પહોંચી શકાતું નથી. ૧૧) સમકિત થશે તો નિશ્ચયનું યથાર્થ સ્વરૂપ સમજ્યા વિના થવાનું નથી. ૧૨) શાસ્ત્રના બહાનાનીચે પણ વ્યવહારના પક્ષની પુષ્ટિ કરે છે તે શાસ્ત્રીય અભિનિવેશ છે (આગ્રહ છે) ૧૩) અગીયાર અંગના પાઠીની આ ભૂલ થઈ ગઈ. “પર્યાયથી હું સહિત છું - તો પર્યાયનો હું સ્વામી થઈ ગયો.' ૧૪) શ્રદ્ધાના વિષયના જોર વિના, કથંચિત રહિતનું ગમે તેટલું જોર કરે, વિકલ્પ ન તૂટે કેમ કે “કથંચિત સહિત છું એ વાત ડીપોઝીટ પડી છે. ૧૫) નિશ્ચયના વિષયને છોડીને વ્યવહાર નયથી વ્યવહારને જાણવું અજ્ઞાન છે. ૧૬) જો જ્ઞાનમાં જ્ઞાયક જણાતો નથી તો તે નિશ્ચય નય જ નથી. ૧૭) જ્ઞાનના પક્ષવાળાને પર્યાયમાં આત્મા ગૌણ છે એમ ભાસે છે એ ભૂલ છે. પર્યાયનો આત્મામાં (દષ્ટિના વિષયમાં) અભાવ છે. ૧૧૮) વિશેષમાં રહેલું સામાન્ય - છતાં સામાન્ય જણાતાં વિશેષ જણાતું નથી. આહાહા.......! આત્માને
સાધવાની અપૂર્વ કળા આચાર્યોએ બતાવી છે. ૧૯) વર્તુળ ટુકું કરો. પોતાના દ્રવ્યમાં આવી જાઓ. અને એ પણ જાણવામાં આવી જાઓ. ૨૦) પરિણામથી સહિત માને છે, એ કર્તા માને છે, જ્ઞાતા થઈ શકતો નથી. ઝીણી વાત છે. ભિન્ન જાણે છે માટે કર્તા નથી. ૨૧) પરિણામ તે કર્તા છે - એ વ્યવહારની વાત ગૌણ છે. અહીં નિશ્ચયની પરાકાષ્ટાની વાત કહે છે, જાણનારો જણાય છે, થવા યોગ્ય થાય છે.”