________________
૫૪૦ ૨૨) સંવર-નિર્જરા-મોક્ષમાં આત્મા નિમિત્ત થાય છે એ વ્યવહાર નયની વાત છે. નિમિત્ત નથી થતો એ નિશ્ચય નયની વાત છે. ૨૩) પરને જાણું છું એ વ્યવહાર છે. એટલું રાખીશ તો પણ ઉપયોગ અંદર નહિ આવે. પણ હું જાણતો જ નથી ત્યારે નિશ્ચયમાં આવે. ૨૪) ઉપર જણાય છે' એ તો વ્યવહાર પણ નથી, ભ્રાંતિ છે. જ્ઞાન અને શેયમાં ભેદ પાડે તે પણ ભ્રાંતિ છે, કારણ કે ભેદના લક્ષથી અભેદ પકડાતો નથી-અનુભવ થતો નથી. ૨૫) પરિણામને આત્મા કહેવો તે વ્યવહાર છે. ત્રિકાળીને આત્મા કહેવો તે નિશ્ચય છે. ૨૬) અધ્યવસાન તો છોડવાનો છે પણ પરને જાણવાનો વ્યવહાર પણ છોડવા જેવો છે. ૨૭) જ્ઞાનની પર્યાયનો નિશ્ચય – જ્ઞાન તે આત્મા છે. જ્ઞાન આત્માને જાણે છે તે વ્યવહાર છે. ૨૮) આખું સમયસાર પહેલેથી છેલ્લી ગાથા વ્યવહાર નયના નિષેધ માટે છે, નાશ માટે છે, વ્યવહારની સિદ્ધિ માટે નથી. ર૯) દ્રવ્યના નિશ્ચયના જોરે પર્યાયનો નિશ્ચય થાય. ૩૦) મૂળ વાતમાં અપેક્ષા લગાવે તે મને ખટકે છે. ૩૧) પરને જાણવાના નિષેધથી આત્મા જણાય છે. ૩૨) જેને સવિકલ્પ દશામાં પણ વ્યવહારનો નિષેધ આવશે તેનો અલ્પકાળમાં મોક્ષ થશે. ૩૩) નિશ્ચયાભાસના ભય અને પ્રમાણના લોભના કારણે સાચો માર્ગ દેખાતો નથી. ૩૪) પર્યાય સર્વથા ભિન્ન છે એવું જોર દીધા વિના પર્યાયદષ્ટિ છૂટશે નહિ. ૩૫) અહીં “સર્વથા'ની જ વાત છે, કથંચિતની વાત નથી. દષ્ટિના વિષયમાં તો આમ જ છે. ૩૬) વ્યવહાર નય સહુના સ્થાને છે. ૩૭) “વ્યવહારનય અભૂતાર્થ દર્શિત, શુદ્ધ નય ભૂતાર્થ છે! ભૂતાર્થને આશ્રિત જીવ સુદષ્ટિ નિશ્ચય હોય છે.” ૩૮) જેને આ ગાથાનું ભાવભાસન થશે તેને સમ્યગ્દર્શન અવશ્ય થશે. ૩૯) અધ્યાત્મ શુદ્ધ દ્રવ્યને નિશ્ચય કહે છે અને શુદ્ધ પરિણતિને વ્યવહાર કહે છે. આગમમાં શુદ્ધ પરિણતિને નિશ્ચય કહ્યો છે અને તેની સાથે વર્તતા શુભ પરિણામને વ્યવહાર કહે છે. ૪૦) મુખ્ય છે તે જ નિશ્ચય છે અને ગૌણ તે વ્યવહાર છે. વ્યવહારના ખોળામાં બેસીને નિશ્ચયની વાત ન થાય. આ રીતે સમ્યગ્દર્શનના વિષયમાં નિશ્ચય-વ્યવહારનું યથાર્થ સ્વરૂપ જાણવું અનિવાર્ય છે.