________________
૫૫૪
૩) વિકારનો કર્તા જીવ નથી પણ કર્મ છે, કર્મ વ્યાપક થઈને વિકારને કરે છે - તેમ કહીને એક સમયના ઉપાધિ ભાવથી ભેદજ્ઞાન કરાવીને દ્રવ્ય પર દષ્ટિ કરાવવી છે. ૪) વિકાર તે સમયની યોગ્યતાથી થવાનો હતો તે જ થયો છે - તેમ કહીને એક સમયના વિકારનું લક્ષ છોડાવી દૃષ્ટિને દ્રવ્ય તરફ દોરી છે. ૫) વિકાર પણ ક્રમબદ્ધમાં હતો તે થયો છે તેમાં તે ક્રમબદ્ધ પર્યાયના સ્વકાળનું સત્ પરિણમન બતાવી વિકારનું અકર્તાપણું બતાવીને જ્ઞાતા તરફ દષ્ટિ કરાવવી છે. ૬) નિર્મળ પરિણામ પણ કમબદ્ધ છે - એમ બતાવી શુદ્ધ પર્યાયના એક અંશ ઉપરથી પણ લક્ષ છોડાવી ત્રિકાળી ધ્રુવ પર લક્ષ કરાવ્યું છે. ૭) પર્યાયનો કર્તા પરદ્રવ્ય નથી - તેમ કહીને પરદ્રવ્યથી દષ્ટિને છોડાવી સ્વદ્રવ્યમાં વાળી છે. ૮) પર્યાયનો કર્તા સ્વદ્રવ્ય પણ નથી. પર્યાય પર્યાયના ષટ્કરકથી સ્વતંત્ર થાય છે - એમ પર્યાયની સ્વતંત્રતા બતાવીને પર્યાય ઉપરનું લક્ષ છોડાવી દષ્ટિને દ્રવ્ય સન્મુખ કરાવવી છે. ૯) વિકાર કે નિર્મળ પર્યાયનો કર્તા ધ્રુવ દ્રવ્ય નથી પણ પર્યાય જ પર્યાયનો કર્તા છે. બંધ-મોક્ષ પરિણામને ધ્રુવ દ્રવ્ય કરતું નથી - એમ બતાવીને પર્યાયની સન્મુખતા છોડાવી ધ્રુવની સન્મુખતા કરાવવી છે. ' અરે ભાઈ! તું જ્ઞાતા-દષ્ટા પદાર્થ છો. એવા જ્ઞાતા-દષ્ટાસ્વભાવની દષ્ટિ કર, ચારે બાજુથી ઉપયોગને સંકેલીને એક આત્મામાં જ જા. આત્માનો અનુભવ જરૂર થશે. પ્ર. ૧૫ઃ સમ્યગ્દર્શન થતાં બધું વ્યવસ્થિત છે? ઉ. ૧૫: અમસ્તુ પણ બધું વ્યવસ્થિત છે, પણ સમ્યગ્દર્શન થતાં એના નિર્ણયમાં આવી જાય છે કે બધું વ્યવસ્થિત છે.
દ્રવ્યમાં ઉત્પાદ-વ્યય-ધ્રુવ નામની શક્તિ છે, તેના કારણે પર્યાય ઉત્પન્ન થશે, થાય છે તેને કરવું છે ક્યાં? અને જ્ઞાનગુણની પર્યાય પણ કમબદ્ધમાં જે જાતનો રાગાદિથશે તેને તે પ્રકારે જાણતી તે જ પ્રકારે કમબદ્ધમાં આવશે. તે પર્યાય છે તેનો પણ કર્તા દ્રવ્ય નથી. પર્યાય તે સમયે થશે જ, પર્યાય તે સમયે આવશે જ, તેનો જ્ઞાની કર્તા નથી, પર્યાય જે કાળે થવાની છે તે થાય છે. તે પર્યાયનો કર્તા પર્યાય છે. જે પરિણમે છે તે કિર્તા છે, દ્રવ્ય કાંઈ પરિણમતું નથી માટે કર્તા નથી.
ભાવશક્તિના કારણે દરેક ગુણની પર્યાય ભવનરૂપ થશે જ, પર્યાય હોય જ છે, હોય છે તેને કરવું છે ક્યાં? ખરેખર તો દ્રવ્ય ઉપર દષ્ટિ ગઈ - દ્રવ્યનો સ્વીકાર થયો એટલે બસ! પર્યાય પ્રાપ્ત થઈ અને તે પણ તેનો પ્રાપ્ત થવાનો કાળ હતો. તે પર્યાયનો સ્વકાળ હતો, તેનો પણ કર્તા નથી કેમ કે ભાવશક્તિના કારણે ભવન તો છે, તો છે એને કરવું શું?
અહાહા! દ્રવ્યની સન્મુખ દષ્ટિ થઈ પછી જે થવાનું છે તે થાય છે, તેને જાણે છે, એ જાણવાનું કામ સ્વતંત્ર થાય છે. આને જાણવું એવું પણ નથી, ભાવશક્તિ છે તે પર્યાય વિના હોય નહિ. ગુણીને પકડ્યો