________________
પપપ છે તેણે જે ભવન - પર્યાય હોય છે તેને કરવું છે ક્યાં?નવું નવું થાય છે તે થવાનું છે તે જ થાય છે, તેને કરવું છે ક્યાં? થાય છે - હોય છે તેને જાણે છે, એ જાણવાની પર્યાય પણ તે કાળે થવાની છે તે થાય છે, કેમ કે દરેક ગુણની વર્તમાન પર્યાય ભાવશક્તિના કારણે તે કાળે થાય જ છે. થાય છે તેને કરવું શું? વસ્તુનું સ્વરૂપ એમ જ છે. પ્ર. ૧૬ : શાસ્ત્રનું તાત્પર્ય શું છે? ઉ. ૧૬ઃ શ્રદ્ધા એવી હોય કે રાગને ઘટાડે, જ્ઞાન એવું હોય કે રાગને ઘટાડે, ચારિત્ર એવું હોય કે રાગને ઘટાડે. શાસ્ત્રનું તાત્પર્ય વીતરાગતા છે. ક્રમબદ્ધની શ્રદ્ધા પણ એને કહેવાય કે જે રાગને ઘટાડે. ક્રમબદ્ધની શ્રદ્ધામાં અકર્તાપણું આવે છે. જે થાય તેને કરે શું? જે થાય તેને જાણે છે. જાણનાર રહેતાં, જ્ઞાતા રહેતાં, રાગ ટળતો જાય છે ને વીતરાગતા વધતી જાય છે. વીતરાગતા વધવી તે જ શાસ્ત્રનું તાત્પર્ય છે. પ્ર. ૧૭ઃ જીવનો પર્યાય સ્વકાળે જ થાય છે તો તેમાં પુરુષાર્થ ક્યાં રહ્યો? ઉ. ૧૭ઃ જીવનો પર્યાય સ્વકાળે સ્વતંત્ર પરિણમે છે અને એ ક્રમબદ્ધ જ છે. એવો નિર્ણય કરે તે અકર્તા થાય અને અકર્તા થયો તે જ પુરુષાર્થ છે. અકર્તાપણું જ્ઞાતા-દષ્ટા સ્વભાવના આશ્રયે થાય છે તેમાં અનંત પુરુષાર્થ આવે છે. ક્રમબદ્ધનો નિર્ણય સ્વભાવ સન્મુખના અનંત પુરુષાર્થપૂર્વક જ થાય છે. - રાગનો અને સંયોગનો અંદર નિષેધ થાય છે તે શ્રદ્ધા-જ્ઞાનનો પર્યાય છે કે નહિ? કલાક, બે કલાક, ચાર ક્લાક આની આ વાત રગડાય છે, ઘુંટાય છે, વાંચનમાં, શ્રવણમાં, વિચારમાં આ જ વાત આવ્યા કરે, ચોવીસ કલાક આ દેહના કામ તે મારા નહિ, રાગના કામ તે મારા નહિ એમ ઘુંટાયા કરે છે, એ શ્રદ્ધાજ્ઞાનમાં કાંઈ આંતરો જ નથી પડ્યો? એ શું જ્ઞાનની ક્રિયા નથી?
પણ બાહ્ય ક્રિયાકાંડના આગ્રહવાળાને અંતરના શ્રદ્ધા-જ્ઞાનનું કાંઈ માહાત્મ જ દેખાતું નથી. અરે ભાઈ! આ શ્રદ્ધા-જ્ઞાનનું કાર્ય અંદરમાં સમ્યફ થતું જાય છે તે કેમે કરીને ફટાક વિકલ્પ તૂટીને નિર્વિકલ્પ સ્વાનુભવરૂપે થઈ જશે - સમ્યગ્દર્શન પ્રગટ થઈ જશે. પ્ર. ૧૮: રાગને કરી કે હટાવી શકાય? ઉ. ૧૮ઃ કરવાની બુદ્ધિ છૂટી જાય એ ક્રમબદ્ધ છે. કમબદ્ધમાં કર્તુત્વબુદ્ધિ છૂટી જાય છે. પરમાં તો કાંઈ કરી શકતો નથી અને પોતામાં પણ જે થવાનું છે તે થાય છે એટલે પોતામાં પણ રાગ થવાનો છે તે થાય છે એને કરવો શું? રાગમાંથી પણ કર્તુત્વ બુદ્ધિ છૂટી ગઈ, ભેદ અને પર્યાય ઉપરથી પણ દષ્ટિ છૂટી ગઈ ત્યારે કમબદ્ધની પ્રતીતિ થઈ. કમબદ્ધની પ્રતીતિમાં તો જ્ઞાતા-દષ્ટ થઈ ગયો. નિર્મળ પર્યાય કરું એવી બુદ્ધિ પણ છૂટી જાય છે. કર્તુત્વબુદ્ધિ પણ છૂટી જાય છે અને એકલું જ્ઞાન રહી જાય છે. જેને રાગ કરવો છે, રાગને અટકાવવો છે તેને એ ક્રમબદ્ધની વાત બેઠી જ નથી. રાગને કરવો અને રાગને છોડવો એ પણ આત્મામાં નથી. આત્મા એકલો જ્ઞાનસ્વરૂપ છે. પ્ર. ૧૯ : વિકલ્પથી નિર્વિકલ્પ કેમ થવાય?