________________
૫૪૭ ઉ. ૧૮ મોક્ષમાર્ગ સ્વથી પરમ સાપેક્ષ છે ને પરથી પરમ નિરપેક્ષ છે તેમ જાણવું તે સમ્યક અનેકાન્ત છે. પ્ર. ૧૯ઃ જીવને ધર્મ સમજવા માટેનો ક્રમ શો છે? ઉ. ૧૯ : ૧) પ્રથમ તો પરીક્ષા વડે કુદેવ, કુગુરુ અને કુધર્મની માન્યતા છોડી અરહંત દેવાદિકનું શ્રદ્ધાન કરવું, કારણ કે એનું શ્રદ્ધાન કરતાં ગૃહીત મિથ્યાત્વનો અભાવ થાય છે. ૨) પછી જિનમતમાં કહેલાં જીવાદિ તત્ત્વોનો વિચાર કરવો, તેના નામ-લક્ષણાદિ શીખવા, કારણ કે તેના અભ્યાસથી તત્ત્વશ્રદ્ધાનની પ્રાપ્તિ થાય છે. ૩) પછી સ્વ-પરનું ભિન્નપણું જેથી ભાસે તેવા વિચારો કર્યા કરવા, કારણ કે એ અભ્યાસથી ભેદવિજ્ઞાન થાય છે. ૪) ત્યાર પછી એક સ્વમાં સ્વપણું માનવા અર્થે સ્વરૂપનો વિચાર કર્યા કરવો, કારણ કે આત્માનુભવની પ્રાપ્તિ થાય છે.
એ પ્રમાણે અનુક્રમથી તેને અંગીકાર કરી પછી તેમાંથી જ કોઈ વેળા દેવાદિના વિચારમાં, કોઈ વેળા તત્ત્વ વિચારમાં, કોઈ વેળા સ્વ-પરના વિચારમાં તથા કોઈ વેળા આત્મવિચારમાં ઉપયોગને લગાવવો. એ પ્રમાણે અભ્યાસથી દર્શનમોહ મંદ થતો જાય છે, અને જીવ પુરુષાર્થ ચાલુ રાખે તો એ જ અનુક્રમથી તેને સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થાય છે. પ્ર. ૨૦ઃ એ ક્રમ ન સ્વીકારે તો શું થાય? ઉ. ૨૦ઃ એ ક્રમનું ઉલ્લંઘન કરે એવા જીવને દેવાદિકની માન્યતાનું પણ કાંઈ ઠેકાણું રહેતું નથી. પોતાને તે જ્ઞાની માને પણ એ બધી ચતુરાઈની વાતો છે, માટે જ્યાં સુધી જીવને સાચા(નિશ્ચય) સમ્યગ્દર્શનની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી ઉપર કહ્યા પ્રમાણે કાર્ય કરવું જોઈએ. પ્ર. ૨૧ : સાત તત્ત્વોની યથાર્થ શ્રદ્ધામાં દેવ-ગુરુ-ધર્મની શ્રદ્ધા કેવી રીતે આવી જાય છે? ઉ. ૨૧ઃ ૧) મોક્ષ તત્વ સર્વજ્ઞ વીતરાગી સ્વભાવ છે, તેના ધારક શ્રી અરહંત-સિદ્ધ છે તે જ નિર્દોષ દેવ છે, માટે જેને મોક્ષ તત્ત્વની શ્રદ્ધા છે તેને સાચા દેવની શ્રદ્ધા છે. ૨) સંવર - નિર્જરા નિશ્ચય રત્નત્રય સ્વભાવ છે, તેના ધારક ભાવલિંગી આચાર્ય, ઉપાધ્યાય, સાધુ છે. તે જ નિર્ગથ - દિગંબર મુનિ ગુરુ છે, માટે જેને સંવર - નિર્જરાના સ્વરૂપની સાચી શ્રદ્ધા છે તેને સાચા ગુરુની શ્રદ્ધા છે. ૩) જીવ તત્ત્વનો સ્વભાવ રાગાદિ ઘાત રહિત શુદ્ધ ચૈતન્ય પ્રાણમય, તે સ્વભાવ સહિત અહિંસા ધર્મ છે, માટે જેને શુદ્ધ જીવ તત્ત્વની શ્રદ્ધા છે તેને (નિજ આત્માના) અહિસા - ધર્મની શ્રદ્ધા છે. પ્ર. ૨૨: સમ્યક્ત કોને કહે છે? ઉ. ૨૨: ૧) જે ગુણની નિર્મળ દશા પ્રગટ થવાથી પોતાના શુદ્ધાત્માનો પ્રતિભાસ થાય. અખંડ જ્ઞાયક સ્વભાવની પ્રતીતિ થાય.